________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩]
લારી ર0 થી
[ ૧૨૧
આકડા, તારી જાતિમાં એવું એક પણ ઝાડ દેખાતું નથી. માટે તમે પરોપકાર ગુણ વિનાના હોવાથી શા કામના ? અહીં અન્યક્તિદ્વારા કવિએ પરોપકાર કરવામાં બેદરકારી રાખનારા જીવોને શીખામણ આપી છે કે હે પરોપકાર ગુણ વિનાના ધનિક જીવો ! ફલાદિના જેવી તમારી પાસે લક્ષ્મી વગેરે સુખ સામગ્રી હોય પણ તે બીજા જીવોના કામમાં આવતી નથી, માટે તે તદ્દન નકામી છે. ભલેને તમને દુનિયા મોટામાં મેટાં ઉપનામ આપીને બેલાવતી હોય પણ પરોપકાર વિનાનું જીવતર સાવ નકામું છે.
૮ વિદ્વાનો, યોગીઓ પરોપકાર વિદ્યા સિવાયના ગુણોને ધારણ કરનારા ભવ્ય જીવો અને મદોન્મત્ત હાથીના કુંભસ્થલને ભેદવાનું પરાક્રમ ધરાવનારા વીર પુરૂષ તથા સુંદર આકૃતિવાળા પુરૂષો તેમજ ઉત્તમ આચાર ધર્મને પાલનારા અને ઘણું યશ કીર્તિને ધારણ કરનારા જીવો દુનિયામાં ઘણું મળી શકે છે. પણ જેઓ હંમેશાં પરોપકારમય જીવન ગુજારતા હોય, એવા છો તે વિરલા જ હોય છે.
૯ વિવિધ પ્રકૃતિવાળા પુરૂષોમાં જેઓ પિતાના સ્વાર્થને એક બાજુ રાખીને પરપકાર કરે, તે ડાહ્યા સમજુ ઉત્તમ પુરૂષ કહેવાય છે. અને જેઓ સ્વાર્થને અને પરાર્થને એમ બંનેને સાધે, તેઓ મધ્યમ પુરૂષોની કેટીમાં ગણાય. તથા જેઓ સ્વાર્થને જાળ વવાની ખાતર સામાના હિતને બગાડે તેઓ મનુષ્ય જાતિમાં રાક્ષસ જેવા કહેવાય. તેમજ જે નાહક (કંઇપણ સ્વાર્થ ન હોય છતાં) સામાનું હિત બગાડે, તેઓને કયા નામથી બોલાવવા? આ બાબતમાં કવિઓ કહે છે કે-અમે જાણતા નથી. એટલે તેઓ અધમમાં પણ અધમ કહી શકાય. ( ૧૦ સપુષે બીજાનું ભલું કરે, એમાં નવાઈ શી ? કારણકે ચંદનનાં વૃક્ષો પિતાના દેહની શાંતિ માટે ઊગતા નથી. એટલે ચંદન જેમ સ્વભાવે કરીને બીજાને સુગંધિ વગેરેને લાભ આપે છે, તેમ પુરૂષોને એવો સ્વભાવ જ હોય છે કે-તેઓ નિરંતર જરે પકાર કરીને રાજી થાય.
૧૧ જેકે ચંદનના ઝાડને પુષ્પાદિ હોતાં નથી તો પણ તે પોતાના દેહ (લાકડા)થીજ બીજાના તાપને દૂર કરે છે. (આમાંથી બોધ એ મળે છે કે-દેહના ભોગે પણ ચંદની જેમ પરોપકાર કરવો જોઈએ.)
૧૨ કુમુદ એ ચંદ્ર વિકાસી કમલ વિશેષ છે. ચંદ્ર “એ મને બદલો આપશે!' આ ઈચ્છાથી કુમુદને વિકવર કરતો નથી. એને તો એવો સ્વભાવ જ છે કે પ્રત્યુપકાર તરફ લક્ષ્ય સખ્યા વિના પરોપકાર કરે જ. એ પ્રમાણે ઉદારદિલ ધનિકે પરોપકાર કરતી વખતે બદલાની ઈછા તલભાર પણું રાખતા નથી. બીજા અજ્ઞાની જીવોનું જીવન વ્યસનમય હોય છે, પણ આ ઉદારદિલના ધનિકોના જીવનનું ધ્યેય એક જ હોય છે, કે કોઈ પણ હિસાબે પરોપકાર કરવો જ એટલે તેમનું પરોપકાર રૂ૫ વ્યસનમય જીવન હોય છે.
૧૩ એક કવિ વિચાર કરે છે કે-આ ચંદ્રમા તે દૂર રહ્યો છે. છતાં પણ એણે સમુદ્રની ઉપર શો ઉપકાર કર્યો ? કે જેથી ચંદ્રની કલા વધે ત્યારે તે વધે, અને ઘટે
For Private And Personal Use Only