SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૫ પથરાય છે અને પથરાએલ પણ છે. પરંતુ તેની પૂર્વના કાળમાં સંથારાને યોગ્ય જે જુદા જુદા આકાશ પ્રદેશમાં જુદા જુદા વસ્ત્ર પાથરવા રૂપ જુદા જુદા કાર્યો, તે જ થાય છે, પરંતુ સંથાર થતો નથી માટે સંથારારૂપ કાર્યને ક્રિયાને પણ દીર્ધકાળ નથી પરંતુ એક સમયને જ છે. આપાતરમણીય જમાલિનો જવાબ–અમુક વસ્ત્ર પાથરવા તેનું નામ સંથારે કહેવાય. હવે તે સંથારો છેલ્વે સમયે જ શરૂ થાય છે એમ કેમ મનાય ? કારણ કે છેલ્લે સમયે કાંઈ સંથારાનાં સર્વ વસ્ત્ર એક સાથે પથરાતાં નથી. પણ એટલું એક જ વસ્ત્ર તે સમયે પથરાય છે અને તે રીતે પ્રથમ વસ્ત્ર વાપરવાના કાળથી છેટલું વસ્ત્ર પથરાય છે ત્યાં સુધીનો કાળ તે એક સમયને નથી પણ ઘણું સમયને છે છતાં એમ માની શકાય કે જે જે સમયે જેટલાં જેટલાં વસ્ત્ર પથરાયાં છે એટલે તેટલે અંશે સંથારો થયો છે પણ સર્વ સંથારે થયો છે એમ કહી શકાય નહિ માટે હું “કરાતું એ કરાયું' એ સ્વીકારતો નથી. હવે પછી મુનિઓ જમાલિને જે પ્રત્યુત્તર આપે છે તે આગળ ઈશું. [ચાલુ ] બાલુતરીનું દહેરાસર લેખક. માસ્તર ખુબચંદ કેશવલાલ—વાવ વાવ (બનાસકાંઠા એજનિસ) થી લગભગ ૧૨-૧૩ માઈલ દૂર આવેલ બાલંતરી ગામના દેરાસરની કેટલીક અવ્યવસ્થાને અંગે તેની આશાતના થતી હોવાનું ઘણા વખતથી સાંભળવાથી મને ત્યાં જઈ તેની તપાસ કરી વ્યવસ્થિત કરી આપવાની ઈચ્છા થઈ. અને આશ્વિન સુદિ ૪ના દિવસે વાવના એક ગૃહસ્થને સાથે લઈ ત્યાં જવાને સમય સાંપડ્યો. આ ગામમાં જૈનેનાં સાત ઘર છે. એક ઘરદહેરાસર છે. પ્રતિમાં આરસની બે સુંદર અને આકર્ષક છે, તદુપરાંત એક ધાતુની પંચતીર્થી, એક ધાતુની નાની પ્રતિમા, સિદ્ધચક્રની એક પાટલી તથા અષ્ટ મંગલની એક પાટલી છે. પ્રતિમાઓ પણ દાખલ એક તદ્દન જીર્ણ થઈ ગયેલા લાકડાના નાના બાજોઠ પર પધરાવેલ છે. દેરાસરની જગ્યા સારી છે. પરંતુ તદન જીર્ણ થઈ ગયેલ છે. જે ઓરડામાં પ્રતિમાઓ પધરાવેલ છે તે ઓરડાની દિવાલો ચારે બાજુથી ખવાઈ ગઈ છે. જેથી જાહેર રસ્તા ઉપરથી જાનવરો તે ભીંતોમાં પડેલ બખોલમાંથી ઓરડામાં સહેલાઈથી પ્રવેશ કરી શકે છે. પૂજાને યોગ્ય ઉપકરણે તો બિલકુલ નથી જ એમ કહીએ તે પણ ચાલે. પૂરીને પ્રભુનું હવણ, અંગલુછણું કે પુજા કેવી રીતે થાય તેનું લેશ માત્ર ભાન ન હતું. માત્ર પગાર ખાઈએ છીએ એટલે કંઈક કરવું જોઈએ એ બેયે જેમ તેમ ભગવાનને નવરાવી કે પૂજા કરીને પોતાના કામની પૂર્ણતા કરતો હતો. આમ કરવાનું કારણ પૂજા કરવાના જ્ઞાનને અભાવ જ હતું. આથી પાસે રહી તે કામ તેને બરાબર શીખવવાની ઉત્કંઠા થઈ. For Private And Personal Use Only
SR No.521552
Book TitleJain Satyaprakash 1939 11 SrNo 52
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy