________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાચાર જૈન કૅલેજ - અંબાલા (પંજાબ) ખાતે તા. ૨૦-૬-૩૮ ના દિવસે શ્રી આત્માનંદ જૈન કોલેજની ઉદ્ઘાટનક્રિયા અમદાવાદના શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈના હાથે કરાવવામાં આવી. આ પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ ત્યાં પધાર્યા હતા. જૈન લાયબ્રેરી
અંબાલા (પંજાબ) ખાતે તા. ૨૧-૬-૩૯ ના દિવસે શ્રી આત્માનંદ જૈન લાયબ્રેરીની ઉદ્ઘાટનક્રિયા રાધનપુરના શેઠ કાંતિલાલ ઈશ્વરલાલના હાથે કરાવવામાં આવી. દીક્ષા - (૧) ભાવનગરમાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીએ ત્યાંના રહીશ ભાઈ હરગોવિન્દ્રદાસને અષાડ સુદી ૭ ને સોમવારે દીક્ષા આપી. દીક્ષિતનું નામ હેમપ્રભવિજયજી રાખીને પૂજ્ય આચાર્ય શ્રી વિજયેદસૂરિજીના શિષ્ય બનાવવામાં આવ્યા. (૨) ગેધરામાં જેઠ વદી ૬ ના દિવસે ભાઈ સેમચંદ છોટાલાલને પૂજ્ય મુનિરાજ શ્રી રામવિયજીએ દીક્ષા આપી. દીક્ષિતનું નામ શશિપ્રવિજયજી રાખવામાં આવ્યું. (૩) ચાણસ્મામાં અષાડ સુદી ૧૦ ના દિવસે પૂજ્ય મુનિરાજ શ્રી સુમતિવિજયજીએ ભાઈ અમૃતલાલને દીક્ષા આપી. દીક્ષિતનું નામ આનંદવિજયજી રાખવામાં આવ્યું. (૪) મહેસાણામાં જેઠ વદ ૨ ના દિવસે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકુમુદસૂરિજીએ માલવાડા (મારવાડ)ના રહીશ ભાઈ રતનચંદ મલકચંદને દીક્ષા આપી. દીક્ષિતનું નામ રંજનવિજયજી રાખવામાં આવ્યું અને તેમને પૂ. મુનિરાજ શ્રી તિલકવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા.
સઘ
- ધોરાજીથી પરમ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી ધર્મવિજયજી દિના ઉપદેશથી જુનાગઢને છરીપાળેતે સંઘ નીકળ્યા હતા..
અવસાન
અમદાવાદના શેઠ શ્રી સારાભાઈ ડાહ્યાભાઈનું તા. ૨૯-૬-૩૮ની રાતે શ્રી સેરીસા તીથ ખાતે અવસાન થયું.
For Private And Personal Use Only