SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પલ્લીવાલ સંઘ Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક :––મુનિરાજ શ્રી ન્યાયવિજયજી. ભગવાન શ્રી મહાવીરસ્વામીની શ્રમણપર ંપરાનાં નિત્યગચ્છ, કાટિકગચ્છ, ચ’ગચ્છ, વનવાસીગચ્છ, વડગચ્છ, અને તપગચ્છ, એ મુખ્ય નામેા છે. ચંદ્રગચ્છ નામ પડયુ ત્યારે ચાર ગુરૂભાઇના મુનિસધનાં જે ચાર નામે પડયાં છે તે આ પ્રમાણે -૧ નાગેન્દ્ર ગચ્છ, ૨ ચદ્ર ગચ્છ, ૩ નિવૃત્તિ ગચ્છ અને ૪ વિદ્યાધર ગચ્છ. સમય જતાં આ ચારે ગચ્છ શાખા અને પ્રશાખાથી વિશેષ ફેલાતા ગયા. આર્યાવર્તના જૈનસધને ધાર્મિક શાસનથી કેન્દ્રિત બનાવવાની અનિવાર્યતા હતી જ અને તે માટે ઉપયુકત શાખા પ્રશાખાના મુનિસ`ઘે અમુક વિભાગમાં સતત વિહારશીલ અને પ્રચારશીલ રહેતા હતા. આ મુનિસધા પાછળથી તે પ્રદેશ, તે પ્રદેશનું મુખ્ય શહેર કે તે મુનિસધના નિર્યામક પ્રસિદ્ધ પુરુષના નામથી પ્રસિદ્ધિ પામ્યા છે. આ રીતે લગભગ વિક્રમની પહેલી સહસ્ત્રાબ્દીના અંતમાં ભગવાર પાર્શ્વનાથ તથા ભગવાન મહાવીરસ્વામીના મુનિસધના ૮૪ શ્વેતામ્બર ગા વિધમાન હતા. 66 k વિ. સ, ૧૯૩૯ ના ફ઼ા. વ. ૧ ( મહાવિદ ૧) દિને મૂડવેવાલા મારવાડી સદાશિવકરણુ રામરતન દરક માહેશ્વરીએ ઇતિહાસકલ્પદ્રુમ માહેશ્વરીકુલદર્પણુ ” તથા “ સાઢી બારહ ઔર ચૌરાસી ન્યાત કે વન ” માં શ્વેતાંઅર જૈનાના ૮૪ ગચ્છની નામાવળી છાપેલ છે જેમાં ૩૦ મા ગચ્છ તરીકે “ પલ્લીવાલ ” ગચ્છનુ નામ જાહેર કર્યુ છે. આ સિવાયની ખીજી ચૌરાશી ગચ્છની નામાવળીઓમાં પશુ “ પલ્લીવાલ-ગ૰”ના સાર્ ઉલ્લેખા છે. . כי જેમ જૈન શ્રમસંધમાં ૮૪ ગચ્છ વિભાગ છે તેમ જૈન શ્રાવકસંધમાં પણ ૮૪ જ્ઞાતિવિભાગ છે. આ ૮૪ જ્ઞાતિઓની નામાવળીમાં પણ પલ્લીવાલ જ્ઞાતિના સર્વત્ર ઉલ્લેખ મળે છે. પૂજ્ય મુનિવર્ય શ્રી વિષ્ણુવિમલકૃત “ ગુર્વાવળી છંદ ”માં ૪૧મા નંબરે અને સદાશિવ રામરતનજીના ઇતિહાસકલ્પદ્રુમ માહેશ્વરીકુલદર્પણુમાં ૪૯ નખરે પલ્લીવાલ જ્ઞાતિનું નામ જાહેર . આ સિવાય સાડીબાર પ્રધાન જ્ઞાતિમાં પણ પલ્લીવોલ જ્ઞાતિનુ પ્રધાન જ્ઞાતિ તરિકે સ્થાન છે. 66 For Private And Personal Use Only ( ધ`રત્ન માસિક, વર્ષ ૧, પૃ′ ૪૮ થી ૫૩ ) આ ૮૪ ગચ્છ અને ૮૪ જ્ઞાતિઓમાં કેટલાંક નામેા તે એવાં છે કે જે બન્નેમાં સરખી રીતે એક રૂપે જ વપરાયાં છે. જેમકે એસવાલગચ્છ અને એસવાલજ્ઞાતિ, શ્રીમાલગચ્છ અને શ્રીમાલ જ્ઞાતિ તથા પલ્લીવાલગચ્છ અને પલ્લીવાલ જ્ઞાતિ. આ રીતે પણુ પલ્લીવાલ સમાજ શ્વેતાંમ્બર જૈન સંધમાં ઉચુ સ્થાન લ્યે છે. ઉપરના ત્રણે શ્વેતાંમ્બર સમાજ એટલા ગૌરવશાળી હતા કે તેમણે પોતાની પાછળ બ્રાહ્મણ વર્ગને ખેંચી પોતાના ધર્મમાં દાખલ કરી પોતાની જ્ઞાતિના નામથી જ પ્રસિદ્ધ કર્યો છે, જે અત્યારે પણ સેવક ( સેવગ ) બ્રાહ્મણુ, શ્રીમાલ બ્રાહ્મણ અને પલ્લીવાલ બ્રાહ્મણુના નામથી પ્રસિદ્ધ છે, કાલાંતરે તેઓએ આસવાલ વગેરે જ્ઞાતિએ સાથે નિકટસબંધ રાખ્યા છે, કિન્તુ જૈનધર્મને છોડી દીધો છે.
SR No.521533
Book TitleJain Satyaprakash 1938 07 SrNo 36
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy