SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૮]. શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ ૨ બિહામણું સ્વરૂપ જોઈને ભયભિત બની હું ત્યાંથી સવર બહાર નીકળી ગયો. મારા અંતરમાં એ જ વિચાર ઉદ્ભવ્યું કે અત્યારે દેવીને યુદ્ધ કરવાને સમય દેખાય છે. અને તેથી અત્યારે તેનું પૂજન કરવાનો સમય નથી, એમ વિચારીને મેં વંદન, નમસ્કાર, પૂજન વગેરે કાર્ય ન કર્યું. ફરીથી રાજેન્ટે પૂછયું કે–“હે ધનપાલ, ત્યારે તમે મહાદેવના મંદિરમાં શંકરની પૂજા કેમ ન કરી?” ધનપાલે સંસ્કૃત શ્લોકમાં જણાવ્યું– अकंठस्य कंठे कथं पुष्पमाला, विना नासिकाया कथं धुपगन्धः? ॥ अकर्णस्य कर्णे कथं गीतनादः, પરચ કે વર્થ છે grHઃ ? || ૨ | અર્થ –જેને કંઠ ન હોય, તેને પુષ્પની માળા પહેરાવવી ક્યાં ? જેને નાસિકા ન હેય, તેને ધુપ-ગંધ સમર્પય શી રીતે? જેને કર્ણ (કાન) ન હોય તેની સમીપે ગીત-સંગીત નાદ વગેર કેવી રીતે થાય? જેને ચરણ (પગ) ન હોય તેને પ્રણામ (નમસ્કાર) વંદન વગેરે કરવાં કયાં ? આમ વિચાર કરતાં મેં શંકરનાં પૂજા, નમસ્કારાદિ ન કર્યા. ત્યારબાદ રાજાએ ફરીથી પૂછયું–“હે ધનપાલ, ત્યારે વિષ્ણુના મંદિરમાં જઈને તેમનું પૂજન વગેરે કેમ ન કર્યું ? અને વસ્ત્રને આચ્છાદિત કરી સત્વર ત્યાંથી બહાર નીકળી ગયા, આ શું ?” ધનપાલે જણાવ્યું “હે રાજેન્દ્ર, વિષ્ણુ પિતાની અર્ધાગનાને સાથે લઈને એકાંતમાં બેઠેલા હતા. તે જોઈ મને વિકલ્પ થયું કે આ સમયે વિષ્ણુ પિતાની અર્ધાગના સાથે એકાંતમાં બેઠા છે, માટે પૂજન કરવાનો સમય નથી. હે નરેન્દ્ર, નીતિશાસ્ત્રનું પણ એ જ ફરમાન છે કે સામાન્ય માનવ પણ જે પોતાની અંગના સાથે એકાંતમાં હોય ત્યારે પંડિત પુરૂષે નિકટમાં ન જવું. તે હે રાજેન્દ્ર, આ તો કૃષ્ણદેવની મૂર્તિ, જેને આપ દેવાધિદેવ તરીકે સ્વીકારે છે, તે જ્યારે પિતાની અર્ધાગના સાથે એકાંતમાં હેય ત્યારે તેમની અર્ચા કરવા જવું તે કેટલું બધું અનુચિત ગણાય? વળી રાજમાર્ગમાં જતાં આવતાં લેકવર્ગની દૃષ્ટિએ એ દૃશ્ય નજરે પડે તે પણ અગ્ય ગણાય. આવા પ્રકારને વિચાર મારા હૃદયમાં ઉદ્ભવ્યો. તેથી મેં રેશમી વસ્ત્રથી આચ્છાદિત કરી દીધા. અને પૂજન કર્યા સિવાય હું ત્યાંથી બહાર નીકળી ગયે.” - પુનઃ રાજેન્ડે પ્રશ્ન કર્યો કે–“હે ધનપાલ, મારી આજ્ઞા વિના તમે ઋષભદેવના મંદિરમાં જઈ પૂજન કેમ કર્યું?” ધનપાલે જણાવ્યું કે–“હે નરેન્દ્ર, આપે દેવપૂજન કરવાની આજ્ઞા કરેલી હતી. તે દેવપણું મેં ઋષભદેવ પ્રભુની મૂર્તિમાં દીઠું તેથી મેં પૂજન-અર્ચન કર્યું. ભૂપતિએ પુનઃ પ્રશ્ન કર્યો કે–“ધનપાલ, ઋષભદેવમાં એવું દેવત્વ શું દીઠું ? તેના પ્રત્યુત્તરમાં ધનપાલે સંસ્કૃત શ્લોકમાં કહ્યું – "प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्न, वदनकमलमङ्कः कामिनीसंगशून्यः ॥ करयुगलमपियत्ते शस्त्रसबंधवंध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥ १ ॥ For Private And Personal Use Only
SR No.521533
Book TitleJain Satyaprakash 1938 07 SrNo 36
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy