SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રોમન વર્ષનું ચણતર [ અંગ્રેજી સંવત્સરના ઘડતરને કૃમિક ઈતિહાસ ] લેખકઃ મુનિરાજ શ્રી દર્શનવિજયજી આપણું ભારતીય કે જન પંચાંગમાં આવતી તિથિઓની ક્ષય કે વૃદ્ધિ તેમજ અધિકમાસ સંબંધી વિચારણુ વખતે કેટલાક મહાનુભાવો અંગ્રેજી તારીખ અને મહિનાની પદ્ધતિને આદર્શ ગણે છે અને તેને બહુ જ નિયમિત તરીકે સ્વીકારે છે. પરંતુ અંગ્રેજી વર્ષની તારીખો અને મહિનાઓને, અત્યારના રૂપમાં સ્થિર થવા પહેલાં, કેટકેટલી અડચ માંથી પસાર થવું પડ્યું હતું તે વસ્તુનું સ્પષ્ટીકરણ કરવાના આશયથી પ્રસ્તુત લેખ લખેલ છે. - રાજા રેમ્યુલસે રેમ શહેરની સ્થાપના કરી હતી. તેણે એક વર્ષના ૩૦૪ દિવસ નકકી કરી તેને દશ મહિનામાં વહેંચી નાખ્યા હતા. પરંતુ તેમના બીજા રાજા ન્યુમાએ (જુમા પિમ્પલીયસ) એ અંગ્રેજી વર્ષમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ બે નવા મહિનાને ઉમેરો કર્યો. પરિણામે સપ્ટેમ્બર, ઓકટોબર, નવેમ્બર અને ડીસેમ્બરના મહિના જે અનુક્રમે પહેલાં ૭, ૮, ૯ અને ૧૦ મા મહિના તરીકે ગણાતા હતા તે અનુક્રમે ૮, ૧૦, ૧૧ અને ૧૨મા મહિતા ગણાવા લાગ્યા. આ બે મહિના વધારીને રાજા ન્યુમાએ ૩૫૫ દિવસનું વર્ષ ઠરાવ્યું. જેને ક્રમ નીચે મુજબ હતે –. ૧ જાન્યુઆરી–બે મુખવાળા જિનસ દેવના નામથી બે વર્ષની સંધિને સૂચવનારે મહિને. દિવસ ૨૯. ૨ ફેબ્રુઆરી–ફેબ્રુ દેવીના નામથી જાહેર કરેલો મહિને. દિવસ ૨૮. ૩ માચર્સ–માર્સ દેવના નામવાળી મહિને. દિવસ ૩૧. ૪ એપ્રીલ–એરિયા-કૂલ વગેરેને ખીલવનાર મહિને. અથવા એફડિયટ–કામે દેવને મહિને. દિવસ ૨૮. ૫ મે મગ-વનસ્પતિને વધારનાર મહિને. દિવસ ૩૧. ૬ જુન-જૂને ઇન્દ્રાણીના નામવાળો મહિનો. દિવસ ૨૯. ૭ જુલાઈ– આ મહિનાનું મૂળ નામ કવીકરીલીસ છે, કિંતુ જુલીયસ સીઝરના વખતથી એ રાજાના નામ ઉપરથી તેનું “જુલાઈ” એવું બીજું નામ પડ્યું છે. દિવસ ૩૧. ૮ ઓગસ્ટ–આ મહિનાનું અસલ નામ સેફટીવીસ છે, કિન્તુ ઓગસ્ટસ સીઝરની યાદીમાં “ઓગસ્ટ” એવું નામ પડ્યું છે. દિવસ રહે, ૯ સપ્ટેમ્બર–અસલી રીતે સાતમે મહિને. દિવસ રહે. ૧૦ અકબર–અસલી રીતે આઠમે મહિને. દિવસ ૩૧. ૧૧ નવેમ્બર–અસલી રીતે નવમે મહિને. દિવસ ૨૮, For Private And Personal Use Only
SR No.521533
Book TitleJain Satyaprakash 1938 07 SrNo 36
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy