SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૧૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૩ લક્ષ્મીચંદ એ શ્રી ગિરનાર તીર્થની વહીવટી પેઢીનું નામ છે. વર્તમાનકાળે તીર્થ ઉપરના ઘણાં ખરાં દેવાલયનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. વળી યાત્રાળુઓને સગવડ મળે અને ડુંગર ઉપર રાંધવા સીંધવાની તરખડ ન રહે અને આશાતના થતી અટકે તેવા શુભ ઈરાદાથી તળેટીમાં રસોડું ખોલવામાં આવેલું છે. (૪) સમેતશિખરજી-આ તીર્થ પાશ્વનાથની ટેકરી તરિકે સુબ્રસિદ્ધ છે. બંગાળ ઇલાકાના મધુવન પ્રાંતમાં આ પવિત્ર સ્થાન આવેલું છે. ત્યાં ચાલુ અવસર્ણિમાં થયેલા ચોવીસ તીર્થ કરમના વીશ મુકિત ૫૬ વર્યા છે. પહાડને ચઢાવ કઠણું છે અને જુદી જુદી ટેકરીઓ પર જુદા જુદા જિનની પાદુકાઓ આવેલી છે. એ દરેકને ચઢાવ પણ સામાન્ય રીતે કઠણ છે. અહીં એકાદ ટેકરી સિવાય બીજો કોઈ સ્થળે ચઢવાનાં પગથી ગિરનાર જેવાં નથી. શામળિયા પાર્શ્વનાથનું મુખ્ય મંદિર વચલા નીચાણના ભાગમાં આવેલું છે. પહાડ પર ચઢતાં અધવચ માગે ગાંધર્વના અને સીતાનાળું એવા પાણીના વહેતા ઝરાવાળી જગ્યાઓ આવે છે. આ ભૂમિના અનુપમ પ્રભાવની સાબિતિ એટલા ઉપરથી પુરવાર થાય છે કે ત્યાં વીશ તીર્થકરો પોતાના સમુદાય સાથે મુકિતસાધના કરી ગયા છે. આજે પણ ત્યાં પથરાઈ રહેલી શાંતિ અને નિવૃત્તિ અનુપમ છે. વતીથી ઘણું દૂર આવેલ આ સ્થળ ધમાલથી પર છે. આત્મા સહજ પ્રયાસે અધ્યાત્મદશામાં લયલીન બને છે. આ પર્વત પર ઔષધિઓ પણ થાય છે. તળાટીમાં એક મોટી ધર્મશાળા અને કારખાનું (કઠી) આવેલાં છે. નજીકમાં સાથસ થ દશેક દેરાસરો પણ છે. લગોલગ દિગબર સંપ્રદાયની ધમશાળા તેમજ કઠી છે. અહીં આગળ હરડે તથા વરાધના પાન વગેરે ચીજે ઘણી સારી મળે છે. આખેય પ્રદેશ મધુવન તરિકે ઓળખાય છે. શામળિયા પાર્શ્વનાથનું આ ધામ સામાન્ય રીતે ઉંચાણમાં આવેલું હોવાથી જન યાત્રાળુઓ ઉપરાંત જેનેતરે અને ખાસ કરી યુરોપિયન સૃષ્ટિસૌન્દર્યના નિરીક્ષણના હેતુથી તેમજ હવાના નિમિત્તે પણ આ તરફ આવી ચડે છે. ગિરિડી તરફ જવાના માર્ગમાં ઋજુવાલુકા નદી આવે છે જ્યાં પ્રભુશ્રી મહાવીરદેવને કેવળજ્ઞાન ઉપજ્યું હતું. જો કે આ સ્થળોમાંથી આજે વસ્તી બીલકુલ એસરી ગઈ છે અને માત્ર ગણ્યા ગાંઠયા ગ્રામ્યવાસીઓ નજરે ચડે છે છતાં પૂર્વસંસ્મરણ તાજાં થતાં આત્મા કંઈ જુદી જ દિશામાં આ સ્થળે ઉન કરે છે. (૫) અબુદાચલ યાને આબુજી–આ તીર્થ શિરોહી સ્ટેટમાં આવેલ છે. અને અમદાવાદથી મારવાડ જંકશન જતી ટ્રેનમાં ખરેડી સ્ટેશને ઉતરી ત્યાંથી મોટર યા ગાડા મારફતે આબુ પહાડપર જવાય છે. ઉપર દેલવાડા તરિકે ઓળખાતા પ્રદેશમાં જે દહેરાઓને ના સમૂહ આવેલ છે એણે માત્ર ભારતવર્ષમાં જ નહિ પણ સારી આલમના મુસાફરોનું ધ્યાન ખેંચ્યું છે. પ્રથમ દર્શને જોતાં દેવાલય સામાન્ય પ્રકારનાં જણાય છે પણ કદમ ઉપાડી જ્યાં અંદરના ભાગમાં પ્રવેશ કરાય છે ત્યાં વાતાવરણ પલટાઈ જાય છે. ઘડીભર થઈ જાય છે કે આ તે માનવીલોક છે કે દેવીરથળ છે ! શ્રી આદિનાથનું દહેરૂં કે જે વિમળશાનું બંધાવેલું છે અને નજીકમાં શ્રી નેમિનાથનું કહેવું કે જે મંત્રી વરતુપાળ તેજપાળનું બંધાવેલુ છે એમાં માત્ર થાંભલે થાંભલે જ નહિ પણ સારીયે છતમાં અને ગોખલા–તારણ કે મકાનોમાં ભારેભાર કરણી ભરેલી છે, જે જનારને આશ્ચર્યાન્વિત For Private And Personal Use Only
SR No.521533
Book TitleJain Satyaprakash 1938 07 SrNo 36
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy