________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૭૦]
શ્રી જન સત્ય પ્રકાશ
બીજા ગ્રંથોમાં એમ પણ કહ્યું છે કે, આ ગિરિરાજનું સ્મરણ કરતી વખતે જેવી જેવી મન વચન કાયાની એકાગ્રતા હોય તેને અનુસારે છથી માંડીને માસખમણ સુધીના તપને લાભ મળે છે, તેમજ શલવિઠ્ઠણું જીવો પણ અહીં અણુશણ કરતાં આનંદથી દેવલોકની સંપદા પામે છે.
અહીં છત્ર, ચામર, ઝારી, ધ્વજ, થાલનું દાન કરનારા ભવ્ય જીવો વિદ્યાધરની ઋદ્ધિને અને રથનું દાન કરનારા જીવો-ચક્રવર્તાિપણાની ઋદ્ધિ પામે છે. વળી કારણસર તપશ્ચર્યા કરવામાં અસમર્થ એવા ભવ્ય જીવો પણ અહીં પ્રભુદેવના પૂજકાલે દશ ફૂલની માળા ચઢાવવાથી ઉપવાસનું, ૨૦ માલા ચઢાવવાથી છઠ્ઠનું, ૩૦ પુષ્પમાલાઓ ચઢાવવાથી અટ્ટમનું, ૪૦ માલાઓ ચઢાવવાથી ચાર ઉપવાસનું અને ૫૦ માલાઓ ચઢાવવાથી પાંચ ઉપવાસનું ફલ પામે છે. આ તીર્થમાં પૂજા અને સ્નાત્ર મહત્સવ કરવાથી પણ જે પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય તેવું પુણ્ય બીજા તીર્થોમાં સોનૈયા, ભૂમિ, આભૂષણનું દાન કરવાથી પણ બંધાતું નથી.
આ તીર્થની નજીકમાં વસેલા શ્રી પાદલિપ્તપુર (પાલીતાણું)માં શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીરસ્વામિનાં સુંદર દેવાલય શોભે છે. આ ગિરિરાજના નીચેના ભાગમાં શ્રી નેમિનાથનું વિશાળ ભવ્ય મંદિર દીપે છે. મહામંત્રિ ઉદાયનના પુત્ર વાડ્મટ મંત્રીએ ૨ ક્રોડ ૯૭ લાખ દ્રવ્યનો વ્યય કરી ગિરિરાજની ઉપર રહેલા શ્રી આદીશ્વર ભગવંતના મુખ્ય પ્રાસાદનો ઉદ્ધાર કરાવ્યો હતો. અહીંના મૂળનાયક પ્રભુ શ્રી આદિદેવની ભવ્ય મૂત્તિના જ્યારે ભવ્ય જીવો દર્શન કરે છે, ત્યારે તેઓનાં નેત્રો જાણે અમૃતથી સિંચાયાં હોય તેવી અપૂર્વ શાંતિનો અનુભવ કરે છે.
વિસં. ૧૦૮માં ઘણું દ્રવ્ય ખરચીને જાવડ શેઠે શ્રી રૂષભદેવનું બિંબ સ્થાપન કર્યું. તે બિંબ તેજસ્વિ ભમ્માણ નામના મણિશૈલમાંથી નીકળેલ જ્યોતીરસ નામના રત્નનું બનાવ્યું હતું. તે જાવડ (ડિ) શેઠને ટુંક અહેવાલ આ પ્રમાણે સમજ -
આ શેઠ મધુમતી (મહુવા બંદર)ના રહીશ હતા. તેમણે શ્રીવાસ્વામિજી મહારાજની પાસે શ્રી શત્રુંજય(નું)મહાત્મ્ય સાંભળ્યું. ત્યારબાદ તીર્થભકિતથી અહીં આવ્યા. સુગંધિ જલથી સ્નાત્ર કરવાની ઇચ્છા થઈ, પણ મૂલનાયકનું લેયમય બિંબ હતું, જેથી સ્નાત્રનું જલ પડવાથી બિંબને નુકશાન પહોંચે, આથી શેઠ નાખુશ થયા. તેમણે ચક્રેશ્વરીની આરાધના કરી. દેવીએ શેઠને મમ્માણપર્વતની ખાણ દેખાડી. શેઠે ત્યાં રત્નમય મૂર્તિ તૈયાર કરાવી રથમાં પધરાવી, તીર્થાધિરાજ ઉપર લાવવા લાગ્યા. પિતાની સ્ત્રી સહિત શેઠ રથની સાથે ગિરિરાજ ઉપર, દિવસે સાંજ સુધીમાં જેટલે માર્ગ ચાલે. ત્યાં રાતે પાછો તે રથ પાછા હઠી સવારે જ્યાં હોય ત્યાં થંભાય. આ હકીકતથી શેઠ ઉદાસ થયા. કાદિયક્ષની આરાધના કરવાથી તેનું મૂળ કારણ જાણવામાં આવ્યું. ત્યારબાદ રથને ચાલવાના રસ્તામાં સ્ત્રી સહિત શેઠ, સાહસ કરી આડા પડ્યા (સૂઈ રહ્યા). આવી શેઠની હિંમત જોઈને સંતુષ્ટ થયેલા અધિષ્ઠાયક દેવે બિંબસહિત રથને ગિરિરાજના શિખર ઉપર સ્થાપન કર્યો. વ્યાજબી જ છે કે-સાત્વિક પુરુષ અશક્ય કાર્ય પણ સહેલાઈથી સાધી શકે છે. ત્યારબાદ મૂલ નાયકને બદલીને જાવડ શેઠે નવીન રત્નમય બિંબ સ્થાપન કર્યું. એમ આ મહાકાર્યમાં ફત્તેહમંદ નીવડવાથી સ્ત્રી સહિત શેઠ
ત્યના શિખર ઉપર ચઢી ઘણું ખૂશી થઈને નાચવા માંડયું. આ ઉપરાંત તેમણે
For Private And Personal Use Only