SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાચાર દીક્ષા-(૧) સંખલપુરમાં પોષ સુદી ચોથના દિવસે પૂ. મુ. સતિષવિજયજીએ ખલેલના રહીશ માસ્તર કચરાભાઈ લખુદાસને દીક્ષા આપી.. દીક્ષિતનું નામ કમુવિજયજી રાખવામાં આવ્યું અને તેમને મુ. સતિષવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. (૨) આદરિયાણામાં પોષ સુદી ચૌદસના દિવસે પૂ. આ. વિજયભકિતસૂરિજીએ શ્રી. મફતલાલ હરખચ દે નામના ગૃહસ્થને દીક્ષા આપી. દીક્ષિતનું નામ માણેકવિજયજી રાખીને તેમને ૫. સુમતિવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. નામમાં સુધારા-ગયા અંકમાં પૂ. હેમસાગરજીના શિષ્યનું નામ મનાજ્ઞવિજયજી છપાયું છે તેના બદલે મને જ્ઞસાગરજી સમજવું પદવી—પૂ. આ. વિજયલબ્ધિસૂરિજીના શિષ્ય શ્રી. ભુવનવિજયજીને પોષ સુદી પુનમના દિવ, ખંભાત મુકામે ગણી પદ અર્પણ કરવામાં આવ્યું. જ્ઞાનમદિર-પૂ. આ. વિજયવલ્લભસૂરિજીના ઉપદેશથી શેઠ હેમચંદ મેહનલાલ ઝવેરી એ પાટણમાં જ્ઞાનમંદિર બાંધવા માટે એકાવન હજાર રૂપિયાનું દાન કર્યું છે. આ રકમમાં બાજી સંધની રકમ ઉમેરી એક લાખ જેટલી રકમને ખર્ચ કરી એક મકાન બંધાવવામાં આવશે અને તેમાં પાટણના ભંડારાના હસ્તલિખિત ગ્રંથો મૂકવામાં આવશે. સંઘ-(૧) કસ્તુરચંદ વસંતરામ નામના એક ભેજક ગૃહસ્થ માહવટી તેરશે પાટણથી તારંગાને રેલ્વે માર્ગને સંધ કાઢશે. (૨) કરાડ (મહારાષ્ટ્ર)થી મહાસુદી ચાદેશના દિવસે કુંભેજ તીર્થને છરીપાળતા સંધ નીકળશે. આ સંધમાં પૂ. આ. વિજયરામચંદ્રસૂરિજી આન્ય પધારશે. જૈન ઉદ્યોગ મંદિર-કોન્ફરન્સ કેળવણી પ્રચાર કેન્દ્રસ્થ સમિતિ તરફથી વાર્ષિક સે રૂપિયાની મદદ મળવાથી અને ગામમાંથી તેટલી રકમની વ્યવસ્થા થવાથી બારસીમાં શ્રી. મહાવીર જન ઉદ્યોગ મંદિરની સ્થાપના કરવામાં આવી છે. - | મૂર્તિ નીકળી–સેહાગપુરમાં ત્યાંના વકિલ પ્રેમશંકર તિવારીના બગીચામાંથી એક ઠાંસાની મૂર્તિ મળી આવી છે. મૂર્તિ ૭૦૦ વર્ષની જુની મનાય છે. 1 જઇ, હોમીયે પેથિક ઈનસ્ટીટયુટ–પૂ. વિદ્યાવિજયજી મ. ના ઉપદેશથી અને આક્રીકાના સત્રુહસ્થાની આર્થિક સહાયથી કરાંચીમાં જઈન હોમીયા પથક ઈનસ્ટીટયુટની સ્થાપના કરવામાં આવશે. પુનર્જન્મનું પ્રમાણુ-ઝાંસી જીલ્લાના મારાનીપુર કસ્બાના એક ગામમાં રાધાચરણ નામને અઢી વર્ષ ના અંધ બાળક રામાયણ વગેરેના લેાકે શુદ્ધ રીતે બાલે છે અને બીજાની ભૂલ સુધારે છે. મેળા—આસિયામાં તા ૫-૩-૩૮ના દિવસે મહાવીર પટ્ટોત્સવ ઉજવાશે. જામનગરના સંઘ-જામનગરથી નીકળેલ શેઠ પોપટલાલ ધારશી અને શેઠ ચુનીલાલ લક્ષ્મીચંદનો છરી પાળતા સંધ માહ વદી એકમે પાલીતાણા પહોંચશે. છઠના દિવસે માળાનું મુહત” છે. સ્વીકાર વીર પ્રવચન-લેખક-પ્રીયુત મેહનલાલ દીપચંદ ચેકસી. પ્રકાશક-શ્રીક સ્વરચંદ દીપચંદ ચેસીની મિલકતના વહીવટદારે. મુંબઈ. મૂ૯ય આઠ આના. For Private And Personal Use Only
SR No.521529
Book TitleJain Satyaprakash 1938 02 SrNo 31
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy