SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૬૮) શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૩ તેઓશ્રી ફારસી, સંસ્કૃત, પ્રાકૃત, શૌરસેની, પિશાચી વગેરે દરેક ભાષાઓના જાણકાર હતા, જે તેઓશ્રીનો રચેલી કૃતિઓ જેવાથી તુરત જ જણાઈ આવે છે. વરાહમિહિર અને આ સ્તંત્રની રચના કરનાર શ્રી ભદ્રબાહસ્વામી ભાઈઓ હતા, તે સંબંધીને સૌથી પ્રાચીન ઉલ્લેખ ૧૪ તેઓશ્રી પિતાના ટીકાની શરૂઆતમાં જ કરે છે. જેની નોંધ આ લેખની શરૂઆતમાં જ લેવામાં આવી છે. પરંતુ આ કૃતિ તકેવલીએ કરેલી હોવાથી તેના મહિમા માટે અશ્રદ્ધા કરવી નહિ,૧૫ એવું તે જ પિતાની ટીકામાં વર્ણવે છે, એટલે કે આ સ્તોત્રના કર્તા શ્રતકેવલી ભદ્રબાહુ જ છે, એમ તેઓશ્રીનું પણ માનવું છે. વળી આ સ્તોત્રની પહેલી ગાથામાં જગવલ્લભકર, ભાગ્યકર, ભૂતાદિનિગ્રહકર, સુદપદ્રવનાશકર વગેરે આઠ યાત્રા અને પાWયલ, યક્ષિણીના મત્રો ગોપવેલા છે. બાજી ગાથામાં પહેલે વિષધર સ્કૂલિંગ મિત્રને બહચ્ચક્ર' નામનો સર્વ સંપત્તિને આપવાવાળ યંત્ર તથા ચિંતામણિ ચક્ર નામને ચિંતવેલા કાર્યની સિદ્ધિ કરનારો નૃપ–અગ્નિ—ચેર–શાકિની વગેરે સુપદ્રવ નિવારણ કરનાર યંત્ર ગોપવેલ છે. ત્રીજી ગાથામાં વધ્યા શબ્દને નાશ કરવાવાળો, મૃતવત્સા દોષનો નાશ કરવાવાળા તથા કા વધ્યા દેશને પણ નાશ કરવાવાળે, બાળકોની ગ્રહપીડા નિવારણ કરવાવાળો, દુર્ભગને ભાગ્ય દેવાવાળો, અપરમાર વગેરેને નાશ કરવાવાળા એમ અનેક યંત્રો કહેલાં છે. જેથી ગાથામાં વળી સર્વ અભિષ્ટને આપવાવાળુ દેવકુલ અને કલ્પકમ” યંત્ર કહેલો છે. તથા પાંચમી ગાથામાં શાંતિક, પિષ્ટિક અને ભૂત-પ્રેત–શાકિની–ડાકીની–જ્વરાદિને નાશ કરનાર તથા સર્વ રક્ષા ગોપવેલી છે. આ પ્રમાણેનું વર્ણન ટીકાકારે ટીકાના છાપેલા પૃષ્ટ ૮ તથા ૯ ઉપર કરેલું છે. - આ યંત્રો વગેરેનું વર્ણન બરાબરે શ્રી ચન્દ્રાચાર્યની ટીકા કે જેનો ઉલ્લેખ હું અગાઉ નંબર બેમાં કરી ગયું છું, તે ટીકાની અંદર બતાવેલા મંત્રોના વર્ણનને બરાબર મલતું આવે છે, અને તેથી જ શી જિનપ્રભસૂરિએ તે યત્ર વગેરે કેવી રીતે બનાવવા તેનું વર્ણન પોતાની ટીકામાં આપવું ઉચિત નહિ ધાર્યું હોય. બીજી ગાથાની ટીકામાં પૃષ્ઠ. ૧૬ ઉપર તેઓશ્રી બહવૃત્તિને ઉલ્લેખ કરતાં લખે છે કે__ "बृहवृत्तौ-शान्तिकपौष्टिकवश्याकर्षणोच्चाटनस्तम्भनविद्वेषणमारणलक्षणનિમર્હિવામfસ્વતwત્રા (અનુસંધાન ૨૬૯ મા પાનામાં) ૧૪ આ ઉલ્લેખને બરાબર ભલતો જ ઉલ્લેખ “પ્રબંધચિંતામણિ'ના રચનાર મેરૂતુંગસૂરિ પણ કરે છે. અને તે ગ્રંથની રચના વિ. સં. ૧૩૬૧ માં થએલી છે, પરંતુ આ બને આચાર્યો સમકાલીન હેવાથી જ આ ઉલ્લેખને મેં સંથી પ્રાચીન ઉલ્લેખ કહેલો છે. કારણકે બંનેમાં તફાવત ચાર જ વર્ષનો છે. १५ ‘पञ्चपरमेष्ठिगर्भितत्वात् श्रुतकेवलिप्रणीतत्वाच्च नास्य स्तवराजस्य प्रभावमहिमा दुःश्रद्धानः। साक्षात् क्रियन्ते चास्य विवेकिभिरने के प्रभावाતિરાવ ફુતા”-સપ્તસ્મરણનિ–પૃષ્ઠ ૧૦. For Private And Personal Use Only
SR No.521529
Book TitleJain Satyaprakash 1938 02 SrNo 31
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy