SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૩ વાસ્તવિક નથી. વળી સત્તરમા સૈકામાં “પૂર્ણચન્દ્ર નામના કોઇ પણ મુનિ થઇ ગયાનું તેઓ સાબિત કરી શકતા નથી. આવી રીતે પુરી તપાસ કર્યા વિના કલ્પના દોડાવવી વ્યાજબી નથી. આ ટીકાકાર “ચન્દ્રાચાર્ય ઉપસિગ્ગહર રતેત્રની ગાથાઓ પંચ જ આપે છે અને તેની ગાથાઓ વધારે હોવાનું લખતા નથી. તેમના સમયમાં જે “બહવૃત્તિ’ની માફક ગાથાઓ વધારે હેત તે તેઓ જેવી રીતે બૃહતિના મંત્રે ટાંકે છે, તેવી રીતે વધારે ગાથાઓને ઉલ્લેખ કર્યા વિના રહેત જ નહિ. ૩ શ્રી. પાશ્વદેવગણિ આ પાર્વદેવગણિ પ્રખર મંત્રવાદી હોવા જોઈએ. પંડિત બહેચરદાસ તે આ મહાપુરૂષ પણ સત્તરમા સૈકામાં થઈ ગયા હોવાની કલ્પના કરે છે, જ્યારે તેઓએ “પદ્માવતી અષ્ટક૧૧ના નવ લોકો પર પર૨ (પાંચસો ને બાવીશ) કે પ્રમાણ ટીકા રચી છે. તેની પ્રાંતે, તે ટીકાની રચનાની સાલ સ્પષ્ટ જણાવી છે. वर्षाणां द्वादशभिः, शतैर्गतैस्व्युत्तरैरियं वृत्तिः । वैशाखे सूर्यदिने, समर्थिता शुक्लपञ्चम्याम् ॥ અર્થાતુ-સંવત ૧૨૦૩ વર્ષે વૈશાખ સુદી પચમીને રવિવારના દિવસે આ વૃત્તિની રચના કરી. આ ટીકાકાર “શ્રી પાર્શ્વદેવગણિએ “સંગીત સમયસાર' નામને એક સંગીતશાસ્ત્રને પણુ ગ્રંથ રચે છે. જે ત્રિવેન્દ્રમ સિરીઝમાં છ૫ઇ ગએલ છે. તેઓએ રચેલા બીજા ગ્ર માટે મારા તરફથી પ્રસિદ્ધ થએલા “જૈન સ્તોત્ર સંદેહ ભાગ ૧ તથા ૨ જાની પ્રસ્તાવના જેવા ભલામણ છે. આ ટીકાકાર “ શ્રી પાર્વદેવગણિ” પિતે રચેલી ટીકાની શરૂઆતમાં જ આ સ્તોત્રની ગાથાઓ પાંચ જ છે, તેમ સ્પષ્ટ ઉલ્લેખ કરે છે, જે આ પ્રમાણે છે – श्रीपार्श्वनाथस्य सम्बन्धि मन्त्रस्तोत्रं 'उपसर्गहर' नामप्रख्यातं पञ्चगाथप्रमाणम् । तस्य मया कथितवृद्धोपदेशेन अस्यैव स्तोत्रकल्पानुसारेण चात्मनः स्फुटावबोधनिमित्तं संक्षिप्ता वृत्तिर्विधीयते । આ ઉપરથી એમ પણ સાબિત થાય છે કે તેઓએ પિતાની ટીકા પહેલાંના પ્રાચીન કલ્પાનુસારે રચી છે; અને તેને વધારે સ્કુટ કરી છે. તેઓના આ કથનથી એમ પણ માનવાને કારણ રહે છે કે તેઓએ ઉપર્યુક્ત શ્રીચન્દ્રાચાર્યની ટીકા જોઈ હશે, અને તેથી જ તેઓની ટીકામાં કાત– વ્યાકરણનાં સૂત્રો અને થોડા વધારાના મંત્ર સિવાય મેટે ભાગે કાંઇ વિશેષતા નથી. વળી તેઓ બહવૃત્તિને પણ ઉલ્લેખ કરતા નથી, તેથી તેઓના જોવામાં બહત્તિ આવી નથી, તે વાત તે નિર્વિવાદ રીતે જાણી શકાય છે. ૧૦ જુઓ ઈ. સ. ૧૯૩૭માં મારા તરફથી પ્રસિદ્ધ થએલ “શ્રી ભૈરવપદ્માવતી કલ્પ” નામને ગ્રંથ. ૧૧જુએ મારા તરફથી પ્રસિદ્ધ થએલ “જૈન સ્તોત્ર સંદેહ ભાગ. ૧ના પૃષ્ઠ ૭૬થી ૧૦૪. For Private And Personal Use Only
SR No.521529
Book TitleJain Satyaprakash 1938 02 SrNo 31
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy