________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૪
શ્રી જૈન સત્ય પ્રકાશ
વૈશાખ શ્રી યશવીરે, પિતાની માતા શ્રી ઉદયશ્રીના શ્રેય માટે “માદડી' ગામના જિન મંદિરમાં પધરાવવા માટે જિનયુગલ ( કાઉસ્સગ્ગીયાનું જેલું ૩૩ કરાવ્યું અને તેની શ્રી શાંતિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
(૪૩)૩૪ ॐ श्रीखं(पं)डेरकगच्छसूरिचरणोपास्तिप्रवीणान्वये । दुःसाधोदयसिंहसूनुरखिलझ्माचक्रजाग्रद्यशाः । बिंबं शांतिविभोश्चकार स यशोवीरो गुरुमंत्रिगा। मातुः श्रीउदयश्रियः शिवकृते चैत्ये स्वयं कारिते ॥ १ जेष्ट(ष्ठ) शुक्लत्रयोदश्यां वसुवस्वर्कवत्सरे । प्रतिष्टा (ष्टा) मादडीग्रामे चक्रे श्रीशांतिसूरिभिः ।। सं० १२८८ वर्षे ज्येष्ट (8) सुदि १३ बुधे ।
૩૩ આની જોડીના બીજા કાઉસ્સગ્ગીયા આ જ દેરાસરમાં મૂ. ના. છની જમણી બાજુમાં વિરાજમાન છે. તેની ગાદી પર પણ એ જ સંવત-મિતિ અને એ જ હકીકતવાળો લેખ છે. પરંતુ એ આ લેખની સાથે બરાબર મળતો હોવાથી તે લેખ અહીં આપવામાં આવ્યો નથી.
આ બન્ને કાઉસ્સગ્ગીયા અને બીજી ત્રણ બેઠી જિનમૂર્તાિઓ; લગભગ વીસેક વરસ પહેલાં, “ગુડાથી ત્રણ માઈલ દૂર આવેલા “માદડી' નામના ગામના સીમાડાની જમીન માંથી પ્રગટ થયેલ. ગુડા નિવાસી તિવાર્ય રાજવિજયજીએ તે વખતે પ્રયાસ કરી એ પાંચે મૂર્તિઓ ત્યાંથી અહીં લાવી, સુરતમાં જ પોતાની બગીચીમાં ઘગદેરાસર કરાવીને તેમાં પધરાવેલ છે.
૩૪ ફુટનટ ૩૦ માં જણાવેલ “ગુડા” નામના ગામથી લગભગ ત્રણ માઈલ દૂર “માદડી” નામનું ગામ આવેલું છે. તેના સીમાડામાંના “આંગણાવો' નામના અરટ (ફેંટ)ની પાસેના સારણેશ્વર મહાદેવના દેરાની ભમતીના આંગણામાં સુંદર નકશી યુક્ત આરસની પરિકરની ગાદી અને પરિકરકનો ઉપરનો ભાગ એમ બે નંગ પડેલા છે; તેમાંની પરિકરની ગાદી પર આ લેખ ખેલે છે. પરિકરની ગાદીની લંબાઈ ૨૪ ઈચ, ઊંચાઈ ૧૨ ઈંચ છે અને – પરિકરના ઉપરના ભાગની લંબાઈ ૩૨ ઈંચ, ઊંચાઈ ૧૬ ઈંચ છે.
આ “માદડી”, જોધપુર સ્ટેટની જાલેર હકુમતનું ગામ છે, પણ તે “પાવઠા' ના ઠાકરની જાગીરીનું ગામ છે. “માદડી” માં હાલમાં એક શ્રાવકનું ઘર, જિનમંદિર કે ઉપાશ્રય નથી. સાંભળવા પ્રમાણે અહીંના શ્રાવકો પહેલાં જાગીરદારની સાથે અણબનાવ થવાથી ગધેયો (ગાધેતરે) ઘાલી ઉછાળા ભરીને ચાલ્યા ગયા છે. ત્યારથી આજ સુધી કોઈ પણ જન ત્યાં રહેવા ગયેલ નથી.
આ પરિકરના બે ભાગે, થોડાં વર્ષો અગાઉ “માદડી' ગામના સીમાડામાંની જમીનમાંથી નિકળ્યા હતા. ત્યાંથી લાવીને આ શિવાલયમાં રાખેલા છે. સાંભળવા પ્રમાણે “ગુડા” ના શ્રાવકોએ ઉપર્યુક્ત પરિકર મેળવવા માટે ઘણા પ્રયત્ન કર્યો, પરંતુ
For Private And Personal Use Only