________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક્ષય તૃતીયા
લેખક
આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપધસૂરિજી. અનાદિ કાલીન જૈનદર્શનમાં ગણાવેલા સર્વમાન્ય પર્વોમાં અક્ષય તૃતીયા (ઈક્ષ તૃતીયા=અખાત્રીજ) પણ એક પર્વ ગણેલું છે. આ દિવસને પર્વ દિન તરીકે કયા હેતુથી માનવામાં આવે છે? આ (પ્ર) ને ખુલાસો ટુંકમાં આ પ્રમાણે જાણ – યુગાદિ પ્રભુશ્રી ઋષભદેવના પારણાને અંગે આ દિવસ પર્વ તરીકે મનાય છે, તેથી ઋષભદેવ ભગવંતની બીના જણાવવી, એ અસ્થાને ન જ ગણાય. उसहस्सय पारणए, इखुरसा आसि लोगनाहस्स । सेसाणं परमन्नं दिव्वाई पंच होज्ज तया॥१॥ रिसहेससमं पत्तं, निरवजमिक्खुरससमं दाणं । सिन्जंससमा भावो, जइ हो-जा वंछियं णियमा ॥२॥
પ્રથમ તીર્થકરનો જીવ તેર ભવોમાંના પશ્ચાનુપૂર્વીક્રમે ત્રીજા ભવમાં જિનનામકર્મને, વીસે સ્થાનની આરાધના કરીને નિકાચિત બનાવી બારમા ભવે, સર્વાર્થસિદ્ધવિમાન
- જે અનુત્તર વિમાનનાં પાંચ વિમાનની મધ્યમાં રહેલ છે, અને જ્યાં સમ્યગ્દર્શન પૂર્વક ચારિત્ર સાધનાથી જ મનુષ્યો જઈ શકે, તથા જ્યાં રહેલા દેવો એકાવતાર હોય છે, અને તે ત્રીશ સાગરોપમ પ્રમાણ અજઘન્યોત્કૃષ્ટ આયુવાલા હોય છે–તેનાં વિનશ્વર દિવ્ય સુખ ૩ સાગરોપમ સુધી ભોગવીને, અષાડ વદિ ચોથે સાત કુલકરીમાંના વિનીતા નગરીના રાજા શ્રી નાભિ રાજાની મરૂદેવી માતાની કુક્ષિમાં પધાર્યા. નવ માસ અને ૪ દિવસ વીત્યાબાદ– સાથળમાં વૃષભ લંછનવાળા શ્રી પ્રથમ તીર્થકર ધન રાશિ – ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચૈત્ર વદિ આઠમે અર્ધરાત્રીએ જન્મ પામ્યા. પાંચસે ધનુષ્યની સુવર્ણવણી કાયાના ધારક પ્રભુદેવ અનુક્રમે મોટા થયા. ૨૦ લાખ પૂર્વ કાળ સુધી કુમાર અવસ્થામાં રહ્યા. ઈદે વિનીતા નગરી વસાવી રાજ્યાભિષેક કર્યો. ૧૩ લાખ પૂર્વે સુધી રાજાપણું ભોગવ્યું. પ્રભુને સુમંગલા અને સુનંદા નામની બે રાણી હતી. ભરતાદિ પુત્રો અને સૂર્યયશા આદિ પૌત્રો હતા. ચૈત્ર વદિ આઠમે ૪૦૦૦ હજાણ પરિવારની સાથે છઠ્ઠ તપ કરી વડના ઝાડની નીચે પિતાની જન્મ નગરી (અયોધ્યા ) માં સંયમપદ પામ્યા. તે વખતે પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉપર્યું. ઇદ્ર સ્થાપન કરેલ દેવદૂષ્યધારક, ચઉનાણિ, ભગવાન રૂષભદેવે તપસ્વી રૂપે પૃથ્વી ઉપર વિહાર કર્યો. આ અવસરે હસ્તિનાગપુર (ગજપુર) માં બાહુબલિના પુત્ર સોમયશા રાજાને શ્રેયાંસ નામને પુત્ર હતો. (જેનું વર્ણન આગળ જણાવીશું.) પૂર્વ ભવમાં બાંધેલા લાભાન્તરાય કર્મના ઉદયથી પ્રભુને નિર્દોષ આહાર લગભગ બાર મહિના સુધી મલી ન શકે. આ સ્થિતિમાં પ્રભુ
જ્યારે હસ્તિનાગપુર પધાર્યા, તે દિવસની રાત્રિએ શ્રેયાંસકુમાર અને સમયશા પિતા તથા સુબુદ્ધિ નામને (નગર) શેઠને આ પ્રમાણે સ્વપ્નમાં આવ્યાં:
1. પહેલા અને છેલ્લા તીર્થકરે વીસે સ્થાનની આરાધના કરી છે, અને બાકીના બાવીસ તીથ"કરાએ એકાદિ સ્થાનકની સાધના કરી છે. આની સવિસ્તર બીના ત્રિષડીય ચરિત્ર, શ્રી વિશતિ સ્થાનામત સંગ્રહ – આદિથી જાણી લેવી.
૨. હવે તીર્થકરનો મધ્ય રાતે જ જન્મ થાય,
For Private And Personal Use Only