SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાના અમલ ૧૯૨ શ્રી અયોધ્યાનગરી ૧૨૧ મહાપ્રભાવક શ્રી સેરીસાતીર્થની બીના આ અયોધ્યાનગરીમાંથી નવ અંગોની ઉપર ટીકાઓ બનાવનારા શ્રી અભયદેવસૂરીશ્વરજીની પરંપરામાં થયેલા શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ દિવ્યશક્તિથી આકાશમાગે વિશાલ ચાર બિંબ મહાપ્રાચીન તીર્થ ભૂમિ શ્રીસેરીસા તીર્થમાં લાવ્યા. તે બીના સંક્ષેપમાં આ પ્રમાણે છે : પ્રામાનુગ્રામ વિચરતા પૂજય આચાર્યદેવ શ્રીદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, કે જેમણે ધરણેન્દ્ર-પદ્માવતીની આરાધના કરી છે. આ શ્રીસેરીસાનગરમાં ઉત્કટિક (ઉકરડા) જેવા સ્થાને કાઉસ્સગ્ન ધ્યાને રહ્યા. એમ અનેકવાર આચાર્ય મહારાજને ત્યાં કાઉસગ્ગ કરતાં જોઈને શ્રાવકોએ ગુરુજીને પૂછયું કે હે ભગવંત ! આમ વારંવાર આ જગ્યાએ કાઉસ્સગ્ન કરવાનું શું કારણ? ગુરુએ ખુલાસો કર્યો કે અહીં પાષાણની વિશાલ શિલા છે. તેમાંથી મહાપ્રભાવશાલિ શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાં થઈ શકે તેમ છે. આ કાર્ય પદ્માવતી દેવીની સહાયથી બની શકે તેમ છે. ગુરુજીના આ વચન સાંભળી શ્રાવકોએ કહ્યું કે જે એમ હોય તો કૃપા કરી આપશ્રી અઠ્ઠમ તપથી દેવીની આરાધના કરો. ગુરુજીએ શ્રાવકના કહેવાથી અટ્ટમની તપસ્યા કરવાપૂર્વક દેવીની આરાધના કરી. દેવીએ પ્રત્યક્ષ થઈ કહ્યું કે સોપારક નામના ગામમાં એક આંધળો સૂતાર રહે છે, તે જે અહીં આવીને અમને તપ કરી સૂર્ય આથમ્યા બાદ પ્રભુ શ્રી પાર્શ્વનાથની પ્રતિમાને ઘડવા માંડે, તે સૂર્ય ઉગ્યા પહેલાં તે સંપૂર્ણ બનાવી શકશે. દેવીએ કહેલી બીના ગુરુમહારાજે શ્રાવકોને જણાવી. જેથી તે સલાટને માણસ મોકલીને તેમણે ત્યાંથી બોલાવ્યો. સલાટે આવીને પ્રતિમા ઘડવા માંડી. મસ્તક ઉપર ધરણેન્દ્રની ફણાના દેખાવવાળી પ્રતિમા ઘડતાં ઘડતાં છાતીના ભાગમાં મશ (મસો) પ્રકટ થયે. સલાટે તે સામાન્ય ડાઘ જાણીને તે વાતને ધ્યાનમાં ન લીધી. પ્રતિમા સંપૂર્ણ ઘડી રહ્યા બાદ જ્યારે સમારકામ (ઘર્ષણ) કરતાં એને લાગ્યું કે આ તે મશ છે ત્યારે તેને દૂર કરવા માટે હથિયાર ઠેર્યું તો તે મશના ભાગમાંથી લેહીની ધાર છૂટી. આ વાતની શ્રી ગુરુમહારાજને ખબર પડતાં તેમણે સલાટને પકો આપતાં જણાવ્યું કે હથિયાર ઠોકવાની કંઈ પણ * જરુર ન હતી. જે આ મશને તેમને તેમ રહેવા દીધો હોત તે આ પ્રતિમા મહાચમત્કારિ બનત. પછી અંગુઠો ત્યાં દબાવવાથી લોહી નીકળતું બંધ પડયું. આ પ્રતિમા તૈયાર થયા બાદ બીજી પણ એવીશ પ્રતિમાઓ અહીં સ્થાપન કરાવી. ત્યારબાદ દેવતાઈ શક્તિથી (દેવ મારફત) ગગનમાર્ગે રાત્રિએ બીજા ત્રણ બિંબો અયોધ્યાથી અહીં લાવવામાં આવ્યા. અને ચોથું બિંબ અહીં લાવતા વચમાં ધારાસેનકા ગામના ક્ષેત્રમાં પ્રભાતકાલ યૂવાથી તે ત્યાં સ્થિર થયું. અને અહીં સેરીસાતીર્થમાં, પરમહંત શ્રી કુમારપાલે ચોથું બિંબ ભરાવી સ્થાપન કર્યું. આ શ્રીસેરીસા પાર્શ્વનાથની મહાચમત્કારિ પ્રતિમાને હાલ પણ શ્રી સંધ પૂજાદિ કરવા દ્વારા ભક્તિભાવથી આરાધી સકલ વિદ્ગોને હઠાવી ઋદ્ધિસિદ્ધિ મેળવે છે. આ તીર્થમાં આ પ્રતિમાના પ્રભાવે પ્લે પણ ઉપદ્રવ કરી શકતા નથી. એ પ્રમાણે શ્રીઅ ધ્યાનગરીની અને શ્રીસેરીસાતીર્થની ટુંક બીના સપ્રમાણ જાણીને ભવ્ય તીર્થભક્તિમાં ઉજમાલ બની સ્વકલ્યાણ સાધે એ જ હાર્દિક ભાવના ! અવસરે શ્રીસેરીસાતીર્થની સંપૂર્ણ પ્રાચીન બીના પણ આપવા ભાવના છે. For Private And Personal Use Only
SR No.521515
Book TitleJain Satyaprakash 1936 10 SrNo 15
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy