________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪ શ્રી જૈન સત્ય પ્રકાશ
ચિત્ર પહેલાં પાટલીપુત્ર નગરમાં, આર્ય ખપૂટાચાર્યના, સિદ્ધપ્રાભૃત વિદ્યાથી અલંકૃત, સમર્થ, વિદ્વાન શ્રી મહેન્દ્રમુનિજીએ બ્રાહ્મણને બલાત્કારે દીક્ષા અપાવી હતી. તે જાતિવૈરને લઈને બ્રાહ્મણે તેમના પર અદેખાઈ કરવા લાગ્યા એટલે શ્રીસંઘે સુજ્ઞ પુરુષને મેકલીને પાદલિપ્તસૂરિને વિનંતી કરાવી, કે આપ અહીં પધારે. ત્યારે સૂરિજીએ વિચાર કરી જવાબ આપ્યો કેહું કાર્તિકી પૂર્ણિમાએ આવીશ. ઉચિત અવસરે રાજાને જણાવીને ગુરુજી દિવસના પૂર્વ ભાગમાં ? પૂનમના પહેલે પહોરે) આકાશમાર્ગે થઈને ભરુચમાં આવ્યા. રાજા સહીત બધા લેકે શ્રી મુનિસુવ્રતસ્વામીના મંદિરમાં શ્રીગુરુના દર્શન કરી ઘણા ખુશી થયા. અને આકાશગામી સૂરિજીને જોઈને પેલા બ્રાહ્મણો બધાએ ભાગી ગયા.
- રાજાએ વિનયથી ગુરુને કહ્યું કે-જેમ કૃણ રાજાને આપે ધર્મલાભ આપો, તેવી રીતે અહીં કેટલાક દિવસ રહી અમને પણ કૃપા કરી તેવા પ્રકારને લાભ આપો. એટલે ગુરુએ કહ્યું કે – હે રાજન! તમારું કહેવું વ્યાજબી છે, પરંતુ સંઘને આદેશ અને રાજાને ભાવ (સ્નેહ) અલંઘનીય છે. અને “દિવસના પાછલા પહેરે હું પાછો આવીશ” એમ કહીને હું અહીં આ છું. હજુ શ્રી શત્રુંજય, ગિરિનાર, સમેતશિખર, અને અષ્ટાપદની તીર્થયાત્રા કરવાની છે. તેથી હે રાજન અમારી અંતિમ શિખામણ એ છે કે – મહાપ્રભાવશાલિ શ્રી જિનેશ્વર દેવે કહેલા ધર્મની આરાધના કરવામાં જરુર પ્રયત્નવંત થવું, કારણ કે સાથે આવનાર તે જ છે. બીજું નહીં જ. એમ કહી આકાશ માર્ગે ગુરુમહારાજા ચાલ્યા ગયા.
પછી પાદચારી થઈને તીર્થયાત્રા કરતાં કરતાં સૂરિજી સોરઠ દેશમાં પધાર્યા. વિહાર કરતાં અનુકમે ટૂંકા નામની મહાપુરીમાં ગયા. ત્યાં રસસિદ્ધિ જાણનારા પુરુષમાં મુખ્ય અને ભાવિ શિષ્ય એ નાગાર્જુન નામે યોગી હતો. હવે પછીની સૂરિજીની પૂર્ણ બીના પૂર્વે કહેલા નાગના ચરિત્રમાં વર્ણવી છે, તે ત્યાંથી જાણી લેવી. - નાગાર્જુને સ્વર્ણસિદ્ધિના રસને સિદ્ધ (થર) કરવા અનેક ઉપાયે કર્યા, છતાં રસ ખંધાયો નહીં. એક વખત શ્રીપાદલિપ્તસૂરિજીની પાસેથી નાગાર્જુને સાંભળ્યું કે મહામહિમાવાળી શ્રી પાર્શ્વનાથની પ્રતિમાની પાસે તે ( પ્રતિમા ) ની દ્રષ્ટિએ, સંપૂર્ણ ઉત્તમ સ્ત્રીનાં લક્ષણોવાળી સતી સ્ત્રી તે રસનું મર્દન કરે તે સોનાસિદ્ધિને રસ સ્થિર થઈને કોડીથી થાય. તે સાંભળી નાગાજીને પોતાના પિતા વાસુકીનું ધ્યાન કરીને તેને બોલાવ્યો. નાગાનના પૂછવાથી
અહીં પહેલાં સંગ્રામનામે ક્ષત્રિય કહ્યો છે તે પ્રભાવકચરિત્રના વચનથી. અને ઉપદેશપ્રાયોના વચનથી વાસુકી નામ કહેલ છે. વિશેષ બીના માટે-જીએ-તંભનક૯૫ શિલાંછમાં તથા ઉપદે પ્રાક ૨૬૬મા વ્યાખ્યાનમાં
For Private And Personal Use Only