________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
શ્રી જૈન સત્ય પ્રકાશ
ફાગણ
નજીવા કામની વિશેષ તપાસ ન કરતાં માત્ર રાજાનું માન સાચવવા કેટલાક ટાઈમ જુગાર રમીને રાજાને કહ્યું કે- ગંગા નદી પૂર્વ દિશા તરફ વહે છે.’ છુપા ખાતમીદારોએ જુગાર આદિને વૃત્તાંત રાજાને જણાવ્યેા.
પછી માલસૂરિજીએ હુવે નવદીક્ષિત મારા શિષ્યનું ચરિત્ર જીએ” એમ કહી એક નવા સાધુને ખેલાવ્યે . તે તરત ગુરુમહારાજની પાસે આવ્યો. શ્રી ગુરુમહરાજે ફરમાવ્યું કે – હે વત્સ! ગંગા નદી કઈ તરફ વહે છે, તેના નિર્ણય કરીને મને કહે.
એ પ્રમાણે સાંભળી · આવસહી ’એમ કહીને ઉપાશ્રયની બહાર નીકળી તે આગળ ચાલ્યું. ગુરુને પ્રશ્ન અનુચિત છે એમ જાણતાં છતાં તેણે એક નિપુણ પુરુષને પૂછતાં તેણે કહ્યું કે ગંગા નદી પૂર્વ દિશા તરફ વહે છે. એ પ્રમાણે બે ત્રણ વાર તેણે પૂછી જોયું, તે પણ એ જ જવાબ મળ્યા. તે પણ ખરાખર નક્કી કરવાને તે શિષ્ય ગંગાના પ્રવાહની આગળ ગયા. ત્યાં પણ સાવધાન પણે દંડાસ્ક્રિપ્રયાગથી પૂ ખાતરી કરી ઉપાશ્રયમાં આવી ઇરિયાવહી પડીમી ગુરુને કહ્યું કે—ગંગા નદી પૂર્વ દિશા તરફ વહે છે. રાજાના છુપા પુરુષ એ પણ તે જ પ્રમાણે સાચી ખીના જણાવી. તે સાંભળીને રાજાને ગુરુવચનની ખાત્રી થઈ.
રાજા આવા અનેક પ્રસ'ગ જોઇને ખરી ખતથી સૂરિજીની સેવના કરી સમયને સફલ કરવા લાગ્યા, અપૂર્વ જ્ઞાનચર્ચાના પણ લાભ લેવા લાગ્યા, અને દાનાદિ ચાર પ્રકારના ધર્મની આરાધનામાં ઉજમાલ થયે.
-
એક વખતે, આલપણાના માહાત્મ્યને જાણે વિસ્તારતા હોય તેમ, તે નાના આચાર્ય મહારાજ માળફાની સાથે રમવા લાગ્યા. તેવામાં મ્હારગામથી વદન કરવા આવનારા શ્રાવકેાએ — શિષ્ય જેવા જણાતા આ માલગુરુને જ પૂછ્યું કે – યુગપ્રધાન શ્રી પાદલિપ્તસૂરિજી કયે ઉપાશ્રયે ઉતર્યાં છે? એ સાંભળી બુદ્ધિનિધાન ગુરુએ અવસર ઉચિત પ્રશ્નને મુદ્દો સમજીને તથા દેખાવ ઉપરથી આ બીજા ગામના શ્રાવકા છે એમ જાણીને યુક્તિપૂર્વક ચેાગ્ય જવાબ દઈને તે શ્રાવકા ઉપાશ્રયમાં આવે તે પહેલાં જ પેતે આસન ઉપર બેસી ગયા. એવામાં શ્રાવકેાએ આવી બહુ બહુ માનપૂર્વક ગુરુને વદના કરી. માલાસૂરિને ઓળખી વિચારવા લાગ્યા કે આ તા પહેલાં જેમને રમતા જોયા તે જ છે ગુરુમહારાજે આ પ્રસંગે વિદ્યાશ્રુત અને વચેાવૃદ્ધના જેવી અપૂર્વ ધમ દેશના આપીને તેમના વિકલ્પને દૂર કરવા માટે છેવટે જણાવ્યું કે – · ચિરકાલથી સાથે રહેનારા લેાકાએ ખાલકને બાલક્રીડા કરવા માટે અવકાશ આપવા જોઇએ.’ ખાલ ગુરુમહારાજનું આ સત્ય વચન સાભળીને તે શ્રાવકા ઘણા જ ખૂશી થયા. ( અપૂર્ણ )
For Private And Personal Use Only