________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન
મહાપ્રભાવશાલી પુરુષાદાનીય શ્રી સ્તભ ન પાર્શ્વ ના થા લેખક –ઉપાધ્યાય શ્રી પદ્યવિજયજી ગણી
(ગતાંકથી ચાલુ) શ્રી પાદલિપ્તસૂરિજીનું સંક્ષિપ્ત વર્ણન (ચાલુ) પ્રતિમા શેઠાણીથી ઉત્પન્ન થયેલ તે પુત્ર સૂર્ય જેવો દીપ હતા. માતાએ વૈરોચ્યાની પૂજા કરી પુત્રને દેવીના ચરણે ધરી ગુરુને અર્પણ કર્યો. ગુરુજીએ કહ્યું કે આ બાલક અમારો થઈને વૃદ્ધિ પામો – એક કહી તેમણે તેને તે પાછે સેં, એટલે અતિવાત્સલ્યથી તેમ જ ગુરુના ગૌરવથી માતાએ તેને ઉછેર્યો. નાગેન્દ્ર એવું નામ ધારણ કરનાર તે પુત્ર અનુક્રમે આઠ વર્ષને થયું ત્યારે ગુરુએ પોતાની પાસે રાખે. અવસરે ગુરુભાઈ શ્રી સંગમસિંહસુરિજીએ દીક્ષા આપી પૂજ્ય શ્રીમંડનગણિજીએ અપૂર્વ બુદ્ધિશાલિ આ બાલસાધુને અભ્યાસ કરાવ્યો. એક વર્ષમાં ન્યાય-વ્યાકરણાદિ સકલ શાસ્ત્રના રહસ્યને પણ જાણી તે મહાપ્રખર પંડિત થયા.
ઉત્તમ ગુણશાલિ બાલમુનિ શ્રીપાદલિપ્ત મહારાજા પવિત્ર સંયમાદિથી દીપવા લાગ્યા. સર્વ પ્રકારે લાયક સ્વશિષ્યને જોઈને ગુરુજીએ કહ્યું કે– પાદલિપ્ત ! તમે આકાશગામિની લબ્ધિથી વિભૂષિત થાઓ ! એમ કહીને દશમે વર્ષે પિતાના પટ્ટ (પદ) પર સ્થાપન કર્યા.
- એક વખત શ્રી ગુરુમહારાજે આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિ મહારાજને શ્રીસંઘના ઉપકાર આદિ લાભ પમાડવા મથુરા નગરીમાં મોકલ્યા. કેટલાક દિવસ ત્યાં રહીને શ્રી પાદલિપ્તસૂરિજી પાટલીપુરમાં ગયા, જ્યાં મુરંડ રાજા રાજ્ય કરતો હતો. એક વખતે કઈ પુરુષે ગોળાકારે ગુંથેલે, આશ્ચર્યકારક અને તંતુઓ મેળવીને જેના છેડાનો ભાગ અદશ્ય કરેલ છે એવો દડો રાજાને ભેટ કર્યો. રાજાએ બુદ્ધિની પરીક્ષા કરવા માટે તે દડે પાદલિપ્તસૂરિની પાસે મોકલ્યા. તે જોઈ તાત્કાલિક બુદ્ધિના પ્રભાવે આચાર્ય મહારાજે તેને, બરાબર મીણથી મેળવેલો જાણીને, ગરમ પાણીમાં બળતાં છેડો જોઈ છુટ કરીને, તે દડા રાજાની પાસે મેક. આ બીના જાણ રાજા ઘણા જ ખુશી થયે. પછી રાજાએ ગંગાના કાંઠે ઊગેલા ઝાડની સેંટી બંને બાજુ બરાબર પાલીસ કરાવીને તેનું મૂળ અને અગ્રભાગ (ચ)
For Private And Personal Use Only