________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૮ શ્રી જૈન સત્ય પ્રકાશ
ફાગણ સંધવી કુંવરપાલ સેનપાલે કરાવેલી પ્રતિષ્ઠામાં વિ. સં. ૧૬૭૧ ના વૈશાખ શુ. ૩ (અક્ષયતૃતીયા) ને શનિવારે આગરા ગઢમાં એસવાલ જ્ઞાતીય લોઢાગોત્રવાળા શા. પ્રેમભાર્યા મુકતાદે તેના પુત્ર શા. ભટ્ટદેવભાર્યા મુક્તાદે તેના પુત્ર સા. રજકે અંચલગચ્છીય શ્રી કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી શ્રીવાસુપૂજ્ય ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી.
(૨) જેનમંદિરનો ઘંટ વૈષ્ણવમંદિરમાં પાલણપુર એજન્સીના કાંકરેચ જીલ્લામાં કેવલપુરીજીની થલી નામનું એક નાનું સંસ્થાન (સ્ટેટ) છે. તે ચલી ગામના કેવલપુરીના વેષ્ણવમંદિરના કોઠારમાં એક પ્રાચીન મેટ પીત્તલને ઘંટ પડ્યો છે. આ ઘંટ ઉપર જેની લિપિમાં સંસ્કૃત ભાષાનો વિ. સં. ૧૩૧૮ નો લેખ છે. આ લેખ ઉપરથી એ સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે-શ્રાવક અરસિંહે વાગડોદના શ્રીચંદ્રપ્રભસ્વામીના મંદિરમાં આ ઘંટ બંધાવ્યો હતો. કદાચ શ્રાવક અરસિંહ પાટીદાર હશે. તે વખતે વાગડના પાટીદાર જૈનધર્મ પાળતા હશે. પછી તે તરફ મુનિરાજોના વિહારના અભાવે ત્યાંના પાટીદારો વેષ્ણ થઈ ગયા હશે. લેખમાં આ ઘંટ ૬ મણનો હોવાનું લખ્યું છે. પણ અત્યારે ર થી ૩ મણને હશે એમ લાગે છે. કદાચ તે વખતનો મણું નાનો હશે, અથવા તે સાંકલ સહિત છ મણ હશે. અત્યારે સાંકળ નથી. વાગડોદ ગામના જે ઘરડા પાટીદારોએ આ ઘંટ ચલી ગામના બાવા કેવલપુરીના મંદિરમાં પાછલથી બંધાવ્યો છે, તેઓનાં, તે ઘંટ ઉપર પાછલથી લખાવેલાં, નામે ગુજરાતી અક્ષરમાં મોજુદ છે. તે ઘંટ ઉપરનો પ્રાચીન લેખ આ પ્રમાણે છે –
द० ॥ सं. १३७८ वर्षे माघ शुदि ४ गुरौ वागडउद्दग्रामे श्रीचन्द्रप्रभस्वामिचैत्ये कुद्दे० देवकुमार भार्या राजी सुत अरसींह श्रेयोथै घंटा कारापितं (ता) भण ६ ॥*
સંવત ૧૩૭૮ ના માહ શુદિ ૪ ને ગુસ્વારે વાગડોદ ગામના શ્રી ચંદ્રપ્રભ ભગવાનના મંદિરમાં પાટીદાર (8) શ્રાવક દેવકુમારની ભાર્યા રાજીના પુત્ર અરસિંહે પિતાના કલ્યાણ માટે છ મણ વજનનો ઘંટ કરાવીને બંધાવ્યું.
તપાસ કરવામાં આવે તો આવા બીજા પણ અનેક દાખલાઓ મળી આવે. આપણુ કમજોરીથી અત્યાર સુધી તો જે થયું તે ખરું. પણ હવેથી આપણું વસ્તુઓ બીજાના હાથમાં ન જાય અને બીજાના હાથમાં ગયેલી વસ્તુઓ પાછી મેળવવા માટે કોશિષ કરી શકે એવા પ્રકારની, જેમ દિગંબર જૈન-તીર્થ–રક્ષક કમીટી છે તેમ, શ્વેતાંબર જૈનતીર્થ-રક્ષક કમીટી સ્થાપવાની ખાસ અગત્ય છે. આપણે બધા આ અગત્ય સ્વીકારીએ અને તે માટે યોગ્ય વિચારણા કરતા થઈએ!
* ઉપરના બનને લેખે પૂજ્ય વયેવૃદ્ધ શ્રીમાન પ્રવર્તક શ્રીકાન્તિવિજયજી મહારાજના સંગ્રહમાંથી તેમની કૃપાથી પ્રાપ્ત થયા છે.
--લેખક
For Private And Personal Use Only