________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
શ્રી જેન સત્ય પ્રકાશ
નાખ્યો. નગરીનો પરિચિત જનસમૂહ સામે આવ્યો. અને મહાપરાક્રમ સાર્થવાહ, ઉચિત મુહૂર્ત, આ પ્રભાવક બિંબને મહોત્સવપૂર્વક નગરીમાં લઈ ગયો. જે (સામૈયાના) પ્રસંગે ઘણું ગવૈયાઓ વિવિધ ગાયને ગાતા હતા. વિવિધ વાજિંત્ર પણ ધર્મ પ્રભાવનામાં વૃદ્ધિ કરતાં હતાં. સૌભાગ્યવંતી નારીઓ ધવલમંગલા ગાતી હતી.યાચકાદિને દાન દેવામાં આવ્યું ! અને રૂપા જેવો સફેદ પ્રાસાદ બંધાવી તેમાં પ્રભુબિંબને પધરાવી સાર્થવાહ હમેશા ઉલ્લાસપૂર્વક ત્રિકાલ પ્રભુભક્તિ કરવા લાગ્યો. એમ કાંતિપુરીમાં આ બિંબ બે હજાર (મતાંતરે ૧ હજાર) વર્ષો સુધી રહ્યું
આ પ્રસંગે નાગાર્જુન ગિનું વર્ણન ખાસ જાણવા યોગ્ય છે. તે આ પ્રમાણે-ક્ષત્રિયોમાં મુકુટ સમાન અને યુદ્ધ કર્મમાં કુલ એ સંગ્રામ નામે પ્રખ્યાત ક્ષત્રિય હતો. તેને સુવ્રતા નામે પત્ની હતી. સહસ્ત્રફણા શેષ નાગના સ્વપ્નથી સૂચિત અને પુણ્યના સ્થાનરૂપ એ નાગાર્જુન નામે તેમનો પુત્ર હતો. તે ત્રણ વરસને થયો ત્યારે એક વખતે બાળક સાથે રમત કરતાં, એક સિંહના બાલ (બચ્ચા)ને ફાડીને તેમાંથી કંઈ ખાતા ખાતા પિતાને ઘેર આવ્યું. બાલકની આ ચેષ્ટા જોઈને ખેદ પામતાં પિતાએ ઠપકો આપે કે– હે વત્સ ! આપણા ક્ષત્રિય કુલમાં નખવાળા સિંહાદિપ્રાણને ખાવાની મનાઈ છે. આ પ્રસંગે ત્યાં આવેલા એક સિદ્ધ પુરૂષે સંગ્રામને કહ્યું કે પુત્રના આ કાર્યથી તે ખેદ ન કર ! જેનું રહસ્ય પામવું અશક્ય છે એવા સૂત્રના રહસ્યો પણ, આ બાલક ભવિષ્યમાં જાણકાર થશે. પછી બાલ્યાવસ્થામાં જ તેજ વડે સૂર્ય સમાન, ઉદ્યમી અને સાવધાન એ નાગાર્જુન અદ્ભુત કલાવાલા વૃદ્ધ પુરૂષને સંગ કરવા લાગ્યો. ઘણું કલાઓ જાણેલી હોવાથી પર્વતો અને નદીઓ તેને ઘરના આંગણા જેવી થઈ પડી, અને દૂર દેશાંતર તેને ગ્રેહાંતર જેવું થઈ પડ્યું. પર્વમાં પેદા થતી વનસ્પતિનો અભ્યાસ કરતાં તે મહા રહસ્યને જાણનારો છે, અને રસસિદ્ધ કરવામાં સાધન મૂત મહાઔષધિ ઓનો સંગ્રહ કરવા લાગ્યા.
એક વખત ફરતા ફરતા, તે નાગાર્જુન પિતાના નગરમાં આવ્યો ત્યારે સમસ્ત સિદ્ધિને જાણનાર અને ત્યાં બિરાજમાન એવા શ્રી પાદલિપ્તસૂરિજી મહારાજ તેના જાણવામાં આવ્યા. એટલે પર્વત ભૂમિમાં નિવાસ કરી પાદલેપને ઈચછનાર નાગાર્જુને પિતાના શિષ્યદ્વારા એ આચાર્યને જ્ઞાપન કર્યું. ત્યાં તેના શિષે તૃણરત્નમય પાત્રમાં સિદ્ધરસ લાવીને શ્રી પાદલિત ગુરૂની આગળ મૂળે.
૧. વિવિધ તીર્થ કલ્પમાં–પિતા વાસુકી, માતા–દ્રક પર્વતાસિ રણસિંહરાજપુત્રની પુત્રી ભૂપલ એમ કહ્યું છે.
For Private And Personal Use Only