________________
પર્વતિથિની હાનિ અને વૃદ્ધિને અંગે
રામટોળીનો ઢંઢેરો
૧.
આચાર્યશ્રી આનંદ વિમલસૂરિજીએ બે પૂનમની વખતે બે તેરસ કરી છે.
કરાવી તે ભૂલ્યા. કે ૨. આચાર્યશ્રી વિજયદાનસૂરિજીએ સોલમી સદીમાં બે પૂનમની બે તેરસ આ0
કરી કરાવી તે ભૂલ્યા. આચાર્ય શ્રી હીરસૂરિજીએ ટીપ્પણાની બીજી પૂનમ અને અમાવાસ્યા આદિને જ ઉદયવાળી માની તે ભૂલ્યા. શ્રી વિજયસેનસૂરિજીએ બે અગ્યારસ હોય ત્યારે બીજી અગ્યારસને ઉદયવાળી માની તે ભૂલ્યા. શ્રી વિજયદેવસૂરિજીએ પૂનમ કે અમાવાસ્યાના ક્ષયે કે વૃદ્ધિએ તેરસનો ક્ષય અને વૃદ્ધિ કરવાનો પટ્ટક કર્યો તે ભૂલ્યા. પોતાના આચાર્ય આત્મારામજી, કમલવિજયજી, દાનવિજયજી,
પ્રેમવિજયજી અને પોતે પણ પર્વતિથિની હાનિ કે વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર Io અપર્વતિથિની હાનિ કે વૃદ્ધિ કરી તે પણ ભૂલ થઈ.
જ ન તા.ક. ઉપર મુજબની વાસ્તવિક અભૂલોને પણ અમો ભૂલો ગણીએ છીએ તે
એમ જાહેર કરવા સાથે જાહેર કરીએ છીએ કે જેમ ભીખમપંથીયો , ભગવાન મહાવીરને ભૂલ્યા કહે તેમાં તેને શાસ્ત્રપાઠ આદિની જરૂર છે નથી તેમ અમારે પણ જરૂર નથી. નવીનમતના નેતાને કોઇએ રૂબરૂની ચર્ચા કરવા રૂપઝગડામાં ખેંચવા નહિં, વળી ભીખમપંથીયો જેમ સાચા લેખોના ખોટા અર્થો લખે છે તેમ અમે પણ ત્રિપત્રીની તરખટમાં કરીએ છીએ તેમાં નવાઈ ગણવી નહિં.