________________
(Regd. No. B. 3047.
૩૦ ઓક્ટોબર ૧૯૪૦) SIDDHACHKARAI છે કાર્તિકી પૂર્ણિમા
અને
- શ્રી શ્રમણ સંઘ .
ભ
| શ્રી શ્રમણ સંઘભટ્ટારકને એ વાત તો વિદિત જ છે કે શ્રી જૈનશાસનની રીતિ
પ્રમાણે દરેક વર્ષે કાર્તિકી, ફાલ્ગની અને અષાઢી એવી રીતે ત્રણ ચોમાસીઓ આવે જરી, V) છે. શાસ્ત્રકારો ચોમાસાને અંગે ચોમાસીના છેલ્લા દિવસને પણ ચોમાસી તરીકે V ofી જણાવે છે, એટલે ચાર મહિનાનું નામ પણ ચોમાસી છે અને ચાર મહિનાના અંતના Iણ દિવસનું નામ પણ ચોમાસી છે અને તેટલા જ માટે વ્યાકરણાચાર્યોને પણ ચતુર્મસાત્ | A00 નાખિ ૬-૧૩-૧૩૩ અને સંજ્ઞાથીમપા.વા.એમ સૂત્ર અને વાર્તિક કરીને એકજ )
દિવસને માટે ચાતુર્માસિક શબ્દ બનાવવો પડયો છે. એટલે વૈયાકરણોના હિસાબે ચાર મહિનાના છેલ્લા દિવસનું નામ ચાતુર્માસી છે. તેમાં લૌકિક, લોકોત્તરજ્યોતિષ તથા વેદ-વેદાન્તના હિસાબે ચાર ચાર મહિનાના છેલ્લા દિવસો કાર્તિકી પૂર્ણિમા, | ફાલ્ગની પૂર્ણિમા અને અષાઢી પૂર્ણિમા હોય છે, પરંતુ યુગપ્રધાન શ્રી કાલકાચાર્ય
મહારાજે પર્યુષણ પર્વની તિથિનો પરાવર્ત કર્યો અને સંવછરી ભાદરવા સુદચોથની 4 પ્રવર્તાવી તેને લીધે કાર્તિકી ચૌમાસી પણ કાર્તકશુકલા ચતુર્દશીની કરવી પડી, જેવી AI રીતે શ્રીકલ્પસૂત્રમાં અષાઢ ચોમાસી પછી પચાસ દિવસે પર્યુષણા (સંવછરી) પર્વ
કરવાનું જણાવ્યું છે. તેવી જ રીતે શ્રીસમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે શ્રી કાર્તિકી 15 & JM ચોમાસીથી પહેલાં સિત્તેર દિવસો રહ્યા હોય ત્યારે જ પર્યુષણા (સંવચ્છરી) પર્વ IIM * કરવું જોઇએ. તો એ સૂત્રવાકયોની આરાધના માટે અષાઢી ચોમાસી અને કાર્તિકી ચોમાસીના દિવસો અષાઢ પૂર્ણિમા અને કાર્તિકી પૂર્ણિમાના હતા. છતાં એને પલટાવીને અષાઢ શુકલાચતુર્દશી અને કાર્તિક શુક્લા ચતુર્દશી કરવાની જરૂર પડી.
(અનુસંધાન પાનું ૩ જું)