________________
૪૬ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ૯ અંક-૨
(૩) ઓક્ટોબર ૧૯૪ દિ કે પૂનમ કે અમાવાસ્યા બે હોય ત્યારે બે તેરસો જ કરવી અને તેનો ક્ષય હોય
ત્યારે તેરસીનો જ ક્ષય કરવો. ૪. વર્તમાન કાળનો ભગવાન જિનેશ્વરોની અને શાસ્ત્રકારોની આજ્ઞાને અનુસરનારો
સમસ્ત શ્રીસંઘ પૂનમ કે અમાવાસ્યા બે હોય ત્યારે બે તેરસો અને તેનો ક્ષય હોય ત્યારે તેરસનો ક્ષય કરતો આવ્યો છે અને કરે પણ છે. છતાં જે રામટોળી હાલ કેટલીક મુદતથી માર્ગ ચૂકીને પ્રવર્તી છે તેણે પણ થોડીક મુદત પહેલાં સુધી તો સતતપણે તેમજ માનેલું લખેલું અને કરેલું છે. ઉપરની હકીકત ધ્યાનમાં લેનારો મનુષ્ય લૌકિક ટીપ્પણામાં આ વખતે કાર્તિક સુદિ પૂર્ણિમા બે હોવાથી નીચે પ્રમાણે જ તિથિ આરાધનામાં રાખશે.. ૧.કાર્તિક સુદ - ૧૩ પ્રથમ વાર મંગળ ૨. કાર્તિક સુદ -૩ બીજી વાર - બુધ ૩. કાર્તિક સુદ - ૧૪ વાર ગુરૂ અને ચોમાસી પ્રતિક્રમણ ૪.કાર્તિક સુદ-૧૫ વાર શુક્ર અને શ્રીસિદ્ધાચલજીની યાત્રા અગર પટ જુહારવો.
તા.ક. રામટોળ સિવાય કોઇપણ ચૌદશ પૂનમ-જેવી પર્વતિથિને બેવડી ગણતું કે માનતું નથી. તે રામટોળીએ પણ અત્યાર સુધી તો પર્વતિથિની વૃદ્ધિ કે હાનિ માની નહોતી. પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ માનવાનું નવું તૂતજ તેણીએ ઉભું કર્યું છે. લૌકિક પંચાંગ વિગેરેને અંગે કહેવામાં આવેલાં વાકયોને માન્યતામાં જોડે છે તે તેણીનો કદાગ્રહ સાથેનો માયાપ્રપંચ છે. અનેક વખત જમ્મુ.શ્રી.વિગેરેને તેમના જૂઠાણાં જણાવવા માટે અને શાસન પક્ષની સત્યતા સાબીત કરવા માટે જ રૂબરૂ બોલાવવામાં આવ્યા, છતાં તેઓ આવતા નથી તથા સમાધાન દેતા નથી. પરંતુ નાશભાગ અને સંતાકુકડી કરે છે અને પાછળથી ત્રીપત્રી પક્ષિણીઓને વનગહનમાં ઉડાડે છે. પરંતુ શાસનને અનુસરનારા ભવ્યજીવો તેથી ભરમાતા નથી જ. એ સત્યનો જ અપૂર્વ મહિમા છે.
IRL