SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પર રાખી કામને આગળ વધારવું તે કેટલું મુશ્કેલ ને દુષ્કર હતું છતાં હિંમત રાખી બધા જ , 1શ શાસ્ત્રોને મુદ્રિત કરાવ્યા. તે વખતે શ્રમણસંઘમાં પણ આગમોનો અભ્યાસ બહુ ઓછો છે; ન હતો. જ સાધુઓમાં આગમનું અધ્યયનને આગમ પ્રત્યે રૂચી પેદા થાય તે માટે આગમની છે વાચના આપવાનું શરૂ ક્યું અને આપે આપના જીવનકાળ દરમ્યાન સામુદાયિક રૂપથી સાત સ્થાનો પર આગમ વાચનાઓ કોઈપણ જાતના ભેદભાવ વગર બધાય ગચ્છ અને અનેક ડ સમુદાયના શ્રમણ વર્ગ પણ ઉપસ્થિત રહીને તે આગમ વાચનાઓનો લાભ લીધો. ફક્ત પાંચ જ વર્ષના અલ્પસમયગાળા દરમ્યાન ર૬ (છવીસ) આગમ ગ્રન્થની પ૦ (૨,૩૭,૩૦૦) બે લાખ-સાડત્રીસ હજારને ત્રણસો શ્લોક પ્રમાણ-આગમશ્લોકોની વાચના 18 આપી જૈન જગમાં આગમોદ્ધારકશ્રી તરીકે વિખ્યાત બન્યા, આવા વર્તમાનકાલના : પરમથુતધર આગમોદ્ધારકશ્રીના પ્રવચનો એટલે જ આગમોનો અર્ક. - પૂજ્ય આગમ દ્વારકશ્રીજીના પ્રવચનગ્રન્થોનું જ વાંચન અને શ્રવણ કરીને ઘણા ગીતાર્થો બન્યા છે અને આગમોના રહસ્યોને સમજ્યા છે. આ આગમિક-સાત્વિક પ્રવચનો 18 જેમાં પ્રસિધ્ધ થતા પાક્ષિક આજના સમયે પણ આગમના દર્શન કરાવનાર અરિસા જેવું છે, જેની નકલ મેળવવી દુર્લભ બની ગયેલ છે. તેથી તેનો પુનરુધ્ધાર કરીને જૈન સમાજની પર સામે મુકવાનું સફળ સંપાદન કરવાના કાર્યનો પ્રારંભ શાસન પ્રભાવક વિદ્વાન અને વિચક્ષણ 18 આચાર્ય ભગવંત શ્રી અશોકસાગર સૂરીશ્વરજી મહારાજે શાસનનાં અનેક કામોમાં વ્યસ્ત $ હોવા છતાં જગત્ સમક્ષ એક આદર્શ ખડો ર્યો છે, તે બદલ તેઓ અભિનંદનને પાત્ર છે. આ અનુમોદનીય કાર્ય દ્વારા અનેક વિદ્વર્જનો તેમજ જ્ઞાન પિપાસુઓની જીજ્ઞાસાની પૂર્તિ & થશે અને પૂ. સાગરજી મ.ના સમસ્ત પ્રવચન-પ્રશ્નોત્તર સાહિત્યથી શાસનને અપૂર્વ લાભ Politickokilinkokandikolanatordavidnorris. i લી. દર્શન કૃપાપાત્ર સંગઠ્ઠન પ્રેમી પૂ. આ. શ્રી નિત્યોદયસાગરસૂરિ શિષ્ય આ. શ્રી ચંદ્રાનન સાગરસૂરિ સં. ૨૦૬૦ આસો સુ.૦, ૪-૧૧-૦૪ નિત્ય-ચંદ્ર-દર્શન-ધર્મશાળા, પાલીતાણા e
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy