SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ 8 (ટાઇટલ પાના ૪નું ચાલુ) રિઝ બોલતો ન હોય તેમજ શ્રોતાને જરૂરી હિતકાર જ હોય. આ સ્થિતિ વિચારનારો મનુષ્ય એમ કહી ી શકશે કે બીજા વ્રતનું તત્વ જ એ છે કે વક્તાને અહિત કરનારું જે વચન ન હોય અને શ્રોતાને હિત છે જ કરનારું હોય, પરંતુ અહિત કરનાર ન હોય તેવું જ વચન બોલવું જોઈએ. એટલું જ નહિ પરંતુ તત્વ દ્રષ્ટિએ અસત્યપણે નિશ્ચિત થયેલા એવાં વાકયો પણ વ્યવહાર દ્રષ્ટિએ જુઠની પ્રતીતિ ન કરાવતાં જ હોય તો તેવાં વાકયો વિવેકીઓને જ બોલવાં જ પડે છે અને તેને જ માટે જૈનશાસ્ત્રકારોએ ભાષાના ભેદોમાં સત્ય અને વ્યવહાર એવી બે ભાષાઓ બોલવાનું રાખી અસત્ય અને ભેળવાળી ભાષા 5 બોલવાનોજ માત્ર નિષેધ રાખી બીજા મહાવ્રત તરીકે તેને જણાવી છે અને તેથી જૈનદર્શનકારોએ બીજા ર મહાવ્રતને જૂઠું નહિં બોલવું એવા નામે જ રાખેલું છે. હવે આ વિષયમાં વિચાર કરીએ તો મૃષાવાદથી હિં દુઃખ જે થાય છે તે સર્વ જીવોને થતું નથી પરંતુ માત્ર ભાષાવિશેષને કે તેના ગુણ અવગુણને જાણનાર છે જે હોય તેને જ થાય છે. એટલે કહેવું જોઇએ કે મૃષાવાદના વિષયમાં સર્વ પ્રજા પણ એક સરખી જે રીતે દુઃખના વિષયમાં આવતી નથી તો પછી સર્વ જીવોના વિષયમાં સર્વ જીવો તો તેના વિષયમાં આવે જ કયાંથી? એવી જ રીતે અદત્તાદાન વિરમણ મૈથુન વિરમણ અને પરિગ્રહવિરમણને અંગે પણ ર ઘણા વિચારોને અવકાશ છે અને તેને જ લીધે જૈન શાસ્ત્રકારો પહેલાં હિંસાથી નિવવારૂપી મહાવ્રત સિવાય બીજા મહાવ્રતોમાં સર્વ જીવોને વિષય તરીકે લેતા નથી અને પઢમંમિત્ર નીવા એમ કહીને પ્રથમ મહાવ્રતની અંદર જ સર્વ જીવોને વિષય તરીકે જણાવે છે. જો કે તે વાકયમાં વાચ્યપદાર્થો અને બિલ ગ્રાહ્ય પદાર્થોની અપેક્ષાએ વિષય વિભાગ કરવામાં આવેલો છે, પરંતુ અહીંયાં તે વાકયનો અર્થ સર્વ શિક્ષણ જ જીવોને દુઃખ કરનાર તરીકે ગણીને લેવામાં આવ્યો છે એટલે હવે આ વાત સ્પષ્ટ સમજી શકાશે કે જ મૃષાવાદ વગેરે પાપસ્થાનકો સર્વ જીવોને સાક્ષાત્ દુઃખ કરનારાં થઈ શકે અગર થાય તો પણ તેના જ કરતાં મુખ્યત્વે હિંસા એજ એવું પાપસ્થાનક છે કે એના વિષયમાં આવેલા સર્વજીવો કે જેઓ દેશભેદે ૪ ભેજવાળા હોય - જાતિભેદે ભેટવાળા હોય - ભાષાભેદે ભેટવાળા હોય - યાવત્ ગતિના ભેદે કરીને પણ ભેદાળા હોય એવાઓને પણ દુઃખ કરનાર થાય છે. કોઈપણ મનુષ્ય કોઇપણ જાનવર કે કોઈપણ ૩ પ્રાણી કે કોઈપણ જીવ પોતાના વધને કે પોતાની ઉપર થતા બલાત્કારને કે પોતાની ઉપર કરાતી માલીકીને ૩ જ કે પોતાની ઉપર કરાતી પીડાને કે પોતાના કરાતા પ્રાણ વિયોગને અનિષ્ટ ગણ્યા સિવાય રહેતો જ હું નથી. જગતમાં જેવી રીતે મરણ સર્વપ્રાણીઓને અનિષ્ટ છે. તેવી જ રીતે સર્વ પ્રાણીઓને વધ-બલાત્કારમા તાબેદારી પીડા એ પણ અનિષ્ટ જ છે. અને તેથી જ ભગવાન જિનેશ્વરદેવોએ અનિષ્ટ એવી હિંસાને એ વર્જવા માટે તથા ઈષ્ટતમ એવી અહિંસાને આદરવા માટે એકલા પ્રાણવિયોગ નહિં કરવાનો ઉપદેશ ન આપતાં વધ-બલાત્કાર - તાબેદારી - પીડા અને મરણ એ પાંચે વસ્તુ એક સરખી રીતે વર્જવા લાયક છે. એવો ઢંઢેરો જાહેર કરીને અહિંસાનો ઉપદેશ આપેલો છે. આ સ્થાને શાસ્ત્રકાર મહારાજાઓએ કે ભગવાન જિનેશ્વર મહારાજે કરેલા ઢંઢેરાને જણાવનાર શબ્દો નીચે પ્રમાણે મૂકયા છે. અત્રે પાછા (જુઓ ટાઈટલ પાનું ૨ જું)
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy