________________
૨૯૭ : શ્રી સિદ્ધચક્ર)
અગર ખાસ્સો શાહુકાર દેખાય છે. તેમ આવા દીક્ષાદ્રોહીઓ આવા પ્રસંગની તક સાધી શાસન વિરુદ્ધ લખાણો કરે પોતે, (જુઠો) પ્રોપેગેન્ડા (પ્રચાર) કરે પોતે, ષડ્યુંત્રો પણ રચે, પોતે તમામ કાળાં કૃત્યો, કાળજાં કંપાવનારાં (મુનિઓના હાથમાં બેડી નંખાવવી, તેમને જેલમાં નંખાવવાની ભાવના, તેઓ પઠાણ છે વગેરે બોલીને તેમને હલકા પાડવાનો સતત પ્રયત્ન વગેરે) કૃત્યો પણ કરે પોતે, ટુંકામાં શાસનને હલકું પાડવાના તમામ પ્રયત્નોને શાસન દ્રોહીઓ કરે છે પોતે, પણ પેલા લુચ્ચા બદમાશ ચોરની જેમ પાછી બૂમો માર્યા કરે જુઓ? શાસનની હીલના થઇ રહી છે?'
વર્ષ ૯ અંક-૧૯
(૮ જુલાઈ ૧૯૪૧
છતાં પાપની પ્રશંસારૂપ અનુમોદના તો છોડવી જોઇએ. ત્યાગ તથા ત્યાગીની અનુમોદના કરવી જોઇએ. જેઓ ત્યાગ આચરે તેમને ધન્ય છે, તેમના પગની હું તો રજમાત્ર છું, આવી ભાવના તો સભ્યષ્ટિને થવી જોઇએ.
એક વખત એક શેઠે તેલમાં માંખીને નીચોવી તેથી તેને કંજૂસ કહેવામાં આવ્યો. પણ આબુના પહાડના કામમાં, આજુબાજુની હવાથી મંદિરોને બચાવવા માટે પાયામાં સીસું ઢાળવાની શીલ્પીઓની સલાહ મળી ત્યારે ગાડેગાડાં ભરીને સીસું ઢાળનાર કે-એજ હતો. ત્યારે માખી - મરેલી માખીમાંથી તેલ નીચોવવામાં કંજુસાઇનો હેતુ ન હતો, પણ તેના ઉપર કીડીઓ આવે તો તે પણ મરી જાય તે હેતુથી તેણે તેમ કર્યું હતું. એટલે કે જેથી કીડીઓ મરવા પામે નહિં. એવા પણ કંજુસ હોય છે કે - મક્કઇના ડોડાના તમામ દાણા ખાય. એક પણ જવા ન દે અને પોતાને દાન ન કરવું હોય તો પણ બીજાના દાનની તો અત્યંત પ્રશંસા કરે અને પોતાની વાત આવે ત્યારે અશક્તિ બતાવે છે.
આવા કાયટીયાઓની મંડળીમાં ધર્મનો અને શાસનનાં અનુષ્ઠાનોનો વિરોધ જ હોય છે. તેમાં સર્વવિરતિ, દેશવિરતિ કે આત્મકલ્યાણની વાતો થતી નથી. શાસનને કેમ કદરૂપું દેખાડવું? એ જ તેઓના હૃદયનું હલકું ધ્યેય હોય છે. શાસનના ગોરની ટોળીનું કામ શાસનની સાચી સેવા કરવાનું હોય છે. વળી તે ટોળીમાં સમ્યક્ત્વની દેશવિરતિની તથા સર્વવિરતિની વાતો હોય છે : ત્યાં દીક્ષાની,
કેટલીક વખત પોતાનો માણસ જ્ઞાન ભણે
ઉદ્યાપનમહોત્સવોની, પ્રતિષ્ઠાદિના ઉત્સવોનીજ કે વૈયાવચ્ચ કરે તો તેની પ્રશંસા થાય છે ઃ પણ નોંધ તથા વાતો હોય છે.
સ્વ-પરના ભેદ વિના સર્વ ગુણ કે ગુણીની પ્રશંસા કરવી જોઇએ અને આવી સ્થિતિ થાય ત્યારે જ પરિણતિજ્ઞાન થયું સમજવું. સ્વ-પર પક્ષના ભેદ વિના ગુણની ગુણ તરીકે પ્રશંસા તથા અવગુણની અવગુણ તરીકે નિંદા થાય ત્યારે માનવું કે આત્મા
સમ્યગ્દષ્ટિનું લક્ષ્ય શું હોય?
સર્વ પાપનો ક્ષય કરું એવી ભાવનાથી સર્વવિરતિ લેવાની ભાવના હોવી જોઇએ. ગૃહસ્થો માટે ત્રિવિધ-ત્રિવિધ પ્રત્યાખ્યાન કરવાં મુશ્કેલ છે,