________________
(ટાઈટલ પાના ૪નું ચાલુ) અર્થાત્ સ્વર્ગ અને ઉન્નતિને જો ધ્યેય તરીકે રાખવા જાય તો તેનાં જે સાધનો જગતમાં હોય કે તે સર્વને સાધ્યની સિદ્ધિ કરવાનાં કારણો ગણીને ઉપાદેય એટલે આદરવા લાયક ગણવા પડે.
વળી તેથી જ જૈનદર્શનકારોએ તેવી પ્રવૃત્તિમાં શ્રોતાજનો ફસાય નહિં માટે સ્વર્ગ અને ઉન્નતિની લાલચે દોરાવવાનું જૈનધર્મને વાસ્તવિક રીતે પાલવે તેમ નથી, એમ સ્પષ્ટપણે જણાવ્યું છે એટલું
જ નહિં પરંતુ જૈનધર્મની દ્રષ્ટિએ સ્વર્ગ અને ઉન્નતિનું સાધ્ય રાખીને પ્રવર્તવાવાળો મનુષ્ય મોક્ષ છે ? પામવાને માટે તો શું? પરંતુ મોક્ષની પ્રાપ્તિની યોગ્યતાને માટે પણ લાયક જ છે એમ કહી શકતો છેનથી એટલે આ વાત જયારે ધ્યાન ઉપર લેવામાં આવશે ત્યારે જ સ્વર્ગ અને ઉન્નતિને માટે અભવ્ય
અને મિથ્યાદ્રષ્ટિઓએ લીધેલાં ચરિત્રો અને આચરેલા ધર્મોને ચારિત્રરૂપ અને ધર્મરૂપ નથી ગણ્યાં કે તે સમજવામાં આવશે, યાદ રાખવાની જરૂર છે કે તે જ અભવ્ય અને મિથ્યાદ્રષ્ટિઓ સ્વર્ગ
અને ઉન્નતિ માટે ચારિત્ર ગ્રહણ કરે છે કે જેઓ ભગવાનની આજ્ઞાની છત્રછાયામાં દાખલ થયા છે જ હોય અર્થાત્ જેઓ ભગવાન જિનેશ્વર મહારાજની કે ત્રિકાલઅબાધિત અખંડ પ્રભાવશાળી શ્રી છે
જૈનશાસનની પવિત્ર છત્રછાયામાં એટલે આજ્ઞાના પ્રભાવમાં આવ્યા હોય તેવા અભવ્ય કે મિથ્યા 82 દ્રષ્ટિ સ્વર્ગ કે ઉન્નતિને માટે પણ ચારિત્રને ગ્રહણ કરનારો હોય જ નહિં. યાદ રાખવું કે આ , જૈનશાસનના ચારિત્રથી દેવલોક મળે છે અગર અલૌકિક કે પારલૌકિક ઉન્નતિ થાય છે એ વસ્તુ પ્રત્યક્ષાદિ લૌકિકપ્રમાણોથી સાધી શકાય તેવી નથી, પરંતુ ભગવાન જિનેશ્વર મહારાજનાં
સાક્ષાત્ વચનો કે તેમના પવિત્રતમ શાસનના પવિત્રતમ વચનોથી જ સાધી શકાય તેમ છે એટલે છે નિરાબાધપણે માનવું જ જોઈએ કે સ્વર્ગ અને ઉન્નતિને માટે પણ લેવાતું ચારિત્ર કે કરાતો ધર્મ છે ભગવાન જીનેશ્વર મહારાજનું પવિત્રતમ જે જૈનશાસન તેની આજ્ઞા સિવાય બને જ નહિં. વળી
પરમશુકલેશ્યાવાળું દ્રવ્ય થકી ચારિત્ર કે જેના પ્રભાવે નવરૈવેયકની પ્રાપ્તિ અભવ્ય કે મિથ્યાદ્રષ્ટિ જે જીવોને પણ અનન્તીવખત થઈ ગયેલી છે તે ભગવાનજિનેશ્વર મહારાજનીકે પવિત્રતમજૈનશાસનની
આજ્ઞાને પાળવા સિવાય બની શકે તેમ નથી. એટલે જૈનશાસન કે જિનેશ્વર ભગવાનના વચન પ્રમાણે વર્યા સિવાય બની શકી જ નથી અને બને પણ નહિ એટલે સ્પષ્ટ થયું કે અભવ્ય અને
મિથ્યાદ્રષ્ટિ જીવોએ અનંતી વખતે ભગવાન જિનેશ્વર મહારાજની આજ્ઞા પ્રમાણે અમલ કર્યા દિ છે અને તેથી જ શાસ્ત્રકારો પણ માળાનંત અર્થાત્ ઓઘ આજ્ઞાના વર્તનથી અનંતી વખત
જીવો નવરૈવેયકમાં ઉત્પન્ન થયા છે એમ સ્પષ્ટપણે જણાવે છે. એટલે એ સ્પષ્ટ જ થયું કે મોક્ષને
સાધ્ય તરીકે ન ગણનારા તથા સ્વર્ગ અને ઉન્નતિને સાધ્ય તરીકે ગણનારા જીવો ભવચક્રનો પાર દરે પામવાને માટે લાયક એવા ભવ્યપણાની છાપને ધારણ કરી શકતા નથી. ભવ્યપણાની છાપને છે તે જ ભવ્યો ધારણ કરી શકે છે કે જેઓ ભગવાન જિનેશ્વર મહારાજની કે શાસ્ત્રથી આજ્ઞા
પ્રમાણે વર્તવામાં સ્વર્ગ કે ઉન્નતિનું સાધ્ય ન રાખતાં પ્રાપ્યપણું રાખીને માત્ર મોક્ષનું જ સાધ્યપણું ૨ ગણવાવાળા હોય અર્થાત્ જેઓને મોક્ષનું સાધ્યપણું ન હોય તેવા જીવો ભગવાન જિનેશ્વર
(જુઓ ટાઈટલ પાનું ૨) ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર , હરીશ સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું. તે
રે
A
A
& Ex
:
હિર