________________
સાગર સમાધાન
પ્રશ્ન : પક્ષમાં તેર કે ચૌદ અગર સોળ કે સત્તર
દિવસ થયા છતાં પખીમાં પન્નરસાદું રાવિયા તથા પાંચ માસ અને તેર માસ થવા છતાં પણ ચોમાસામાં વડદું માસા વગેરે તથા સંવછરીમાં વારસન્હેં મારા
વિગેરે કેમ કહેવાય છે? સમાધાન : તિથિની વધઘટ કે માસની વધઘટ થાય
તો પણ પન્નર નામની તિથિઓ અને બાર નામના જ માસ છે. માટે એ કથન વ્યાજબી છે અને સર્વ ગચ્છવાળાઓએ માન્ય કરી ને તે પ્રમાણે આચરેલ છે. ટીપ્પણામાં હોય તે ન માને તેને મિથ્યાતિ તરીકે જંબુએ કહ્યા તેના અહિં તો પન્નર દિવસ આદિ કહેવાથી રામ રમેલા છે. વિશેષમાં નીચેની હકીકત ધ્યાનમાં લેવી. કર્મવર્ષને અંગે વ્યવહાર હોવાથી તિથિ અને માસની અનિયતતા હોવા છતાં ૧૫,૧૨૦ અને ૩૬૦ રાત દિન બોલાય. બીજાં વર્ષો અને બીજા માસો તો અખંડ હોતા જ નથી. જૈનજયોતિષની ગણિતના હિસાબે બે અષાઢ આવે તે અભિવર્ધિત વર્ષ ગયું હોવા છતાં સ્થિરતારૂપ પર્યુષણાને અંગે બીજો અષાઢ કે ફાગણથી પાંચમો માસ છે, છતાં તે અષાઢચોમાસથી વીસ દિવસની મર્યાદા શ્રીનિશીથચૂર્ણિ આદિમાં જણાવેલ છે. એટલે જયોતિષ્કના ચારમાં પાંચ માસ થાય તો પણ પ્રતિક્રમણ તો ચોમાસી જ કહેવાય અને તેથી ચાર માસ - આઠ પક્ષ આદિ કહેવાય. કોઈપણ ગચ્છ પંચમાસી પ્રતિક્રમણ કર્યું કે માન્યું નથી.
વળી ખરતરોની અપેક્ષાએ જયારે શ્રાવણ અધિક માસ હોય ત્યારે તો બીજા શ્રાવણ સુદ પાંચમેં કે ચોથે સંવત્સરી કરી બાર માસ રાખ્યા પણ જે બીજે વર્ષે માસવૃદ્ધિ નથી હોતી છતાં ત્યારે પાંચ માસે ચોમાસી અને તેર માસે સંવત્સરી થાય છે. વળી ચાર માસ થયા અને માન્યા છતાં ચોમાસી ન કરવી અને પાંચ માસ સુધી ટકવું અને બાર માસ થયા અને માન્યા છતાં સંવત્સરી ન કરવી અને તેરમા મહીના સુધી ટકવું એ કોઈ શાસ્ત્રનું કથન નથી. જૈન જયોતિષથી તિથિહાનિ છતાં જેમ ભોગવટે પંદર દિવસ નહિં છતાં પંદર માન્યા અને લૌકિક રીતિએ સોલ સત્તર દિવસ છતાં તિથિના નામની અપેક્ષાએ પંદર દિવસ જ માન્યા તેમ ચોમાસી સંવચ્છરીમાં પણ ચાર અને બાર માસ જ બોલાય.
વળી પ્રત્યાખ્યાનાવરણની સ્થિતિ ચાર માસ છે છતાં પાંચ માસે ચોમાસી કરે તો પ્રત્યાખ્યાનાવરણની સ્થિતિથી આગળ જ વધાય. પ્રતિકમણ કે જે અધિકરણ શમાવવા માટે છે તેનો અધિકાર સમજાય તો સાચો માર્ગ મળશે જ. દરેક ચૌદશે પકખી, આષાઢાદિ ચૌદશે ચોમાસી અને ભાદરવા સુદ ૪ સંવચ્છરી કરવી એજ જાય છે. અભિવર્ધિતમાં માસજ ૩૧/, ", એટલે લગભગ ૩૨ દિવસનો છે, દિન આદિની ગણતરીએ તેથી દેવસી, રાઈ પક્ષ્મી અને ચૌમાસી બધા અવ્યવસ્થિત થશે.