________________
૧૩૭ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦
ઉપરના પત્ર પ્રમાણે તા. ૮-૧૨-૪૦મીએ ખુદ સિદ્ધિસૂરીજી ઉપર પણ પત્ર લખ્યો હતો તેનો તેમના તરફથી તા. ૧૨-૧૨-૪૦મીએ લખેલો જવાબ નીચે મુજબ
-
-
પરમ ગુરૂદેવ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી અમદાવાદથી લિ. તેઓશ્રીનો ચરણકિંકર મુનિ ભદ્રંકરવિજય તત્ર પાલીતાણા આચાર્ય શ્રી સાગરાનંદસૂરીજી જોગ જણાવવાનું કે - ‘પૂ. શ્રી આણંદવિમલસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા અને આચરણા આદિ દર્શાવનાર તરીકે આચાર્ય શ્રી વિજયનીતિસૂરીજીએ લહીઆ પાસે લખાવીને પ્રચારેલું પાનું જો શ્રી તપાગચ્છની માન્યતા મુજબનું અને સાચું પૂરવાર થઇ જાય હું તેમ માનવા, કરવા અને તેમ નહિં માન્યા કર્યા બદલ પ્રાયશ્ચિત્ત લેવા પણ તૈયાર છું.' - આ વાત તમને વારંવાર જણાવવા છતાં તમે નવી પ્રતિજ્ઞાની વાત કરો છો અને આડી અવળી વાતો કરી મૂળ વાતને ઉડાવવા મથો છો એ ખેદનો વિષય છે. તાર, પત્ર અને સંઘવી આદિની વાતોમાં સત્ય જણાવવા છતાં ‘માર્ગ વિસર્યાજ' આદિ લખો છો તે શોભે નહિં. હજુય સૂચવું છું કે આમ કરવું જવા દઇને માગસર શુ. ૧ના પર્વમાં જણાવેલી રીતિએ મજકુર પાનાને પુરવાર કરી આપવા તત્પર બનો. આ સિવાય તમે સભા આદિ જે કાંઇ કરો તે અમને બન્ધનકારક નથી જ. હાલ એજ શ્રી વીર સં. ૨૪૬૭ વિ.સં. ૧૯૯૭ માગશર સુદ ૧૩ તા. ૧૨૧૨-૪૦ ગુરૂવાર.
મુનિ ભદ્રંકરવિજય સહી દ. પોતે આચાર્ય શ્રીમદ્ સાગરાનંદસૂરીજી તરફથી ઉપરના પત્રનો તા. ૧૫-૧૨-૪૦મીએ ફરી વરેલો પ્રત્યુત્તર
આનંદ સાગર, પાલીતાણા, માગસર વદ ૧
આચાર્ય સિદ્ધિસૂરી અમદાવાદ
તમારી પોતાની સહીથી ૧૫ નવેમ્બરના વીર શાસનમાં આવેલા તમારા કથનની પ્રતિજ્ઞા બહાર પાડવા મેં પ્રતિજ્ઞા સાથે જણાવ્યું હતું. તેનો ઘણા દિવસ થયાં અમલ થયો નથી. તમો વૃદ્ધ તપસ્વીએ ઉત્તર દાતા તરીકે જવાબદારી લીધેલી છે. માટે તમારી જ સહી હોય.
આનંદસાગર સહી દ. પોતે