________________
૧૨૩ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ૯ અંક-પ-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦
તા. ૧૯-૬-૩૭ જામનગર આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી C/o. પોપટલાલ ધારશીભાઈ જામનગર
અમારી સખત તૈયારી જોઈને (શાસ્ત્રાર્થની) તમે હરકોઈ પ્રકારે બીકથી ગભરાવ છો, તમે બહાર પડી ગયા છો, એટલે તમારી તૂત જેવી કમિટીને આગળ ધરો છો. જે તમે કહો છો કે જીવાભાઈ અને નગીનભાઈએ સ્વતંત્ર રીતે તૈયાર કર્યો તે મુસદા ઉપર અમે જરાપણ સંકોચાયા વગર સહી કરી, પણ તમે તે ડ્રાફટ સ્વીકાર્યો નહિં ને નવો તૈયાર કર્યો જે ડ્રાફટ જીવાભાઈ અને નગીનભાઈએ સ્વીકારવાની ના પાડી અને તમે અને તમારા સાગરીતોએ હા પાડી (તમે કબુલ્યો) તમે જબરજસ્તીથી કબુલ કરાવવા પ્રયત્ન કરો છો. આ એક જાતની શાસ્ત્રાર્થમાંથી કોઇપણ બહાને ખસવાની (છટકવાની) યુક્તિ છે. એમ મનાય છે.
આ પ્રમાણે તાર વ્યવહાર પાછળ સમાજના પૈસા વ્યર્થ જાય છે. હવે પછીના જવાબો ટપાલ મારફતે (અપાશે) અને સંઘની શાંતિના ઓઠા નીચે શાસ્ત્રાર્થની તૈયારી માટે દેખાવ કરો છો, જે ખાલી વાસણ અવાજ ઘણો કરે એવું છે, છતાં પણ આવી નકામી વાત (અપ્રસ્તુત) છોડી દઈને શાસ્ત્રાર્થની સાચી તૈયારી વખત ગુમાવ્યા વગર દેખાડો. ચાર નામ તરત જાહેર કરો એજ સુંદર અને યોગ્ય વસ્તુ છે.
કલ્યાણ વિજય
તા. ૧૯-૬-૩૭ જામનગર મુનિરાજશ્રી કલ્યાણ વિજયજી
દોશીવાડાની પોળ વિદ્યાશાળા, અમદાવાદ વિહાર ન કરવાનું અને પ્રતિનિધિ બનાવવાનાં બહાનાની માફક નવી કમિટીનું બહાનું ન લો. જીવાભાઈએ જાહેર કર્યું છે કે એકરાર અમારો સ્વયં લખેલો હતો, તેમજ તે ખાનગી રીતે લખેલો હતો, એ તેમણે સાચા કરાર ઉપર ફરી. સહીઓ લેવામાં શરમ લાગવાની જણાવી છે. માટે સત્ય કરારને ન માનવામાં તમારા પક્ષનું જુઠાપણું જ કારણ છે. સત્ય કમિટી માનો તો હું તૈયાર જ છું, નહિંતર તમે શાન્ત રહો.
આનંદ સાગર (ઉપસંહાર) આ ઉપરથી વાંચકો જોઈ શકશે કે બુધવારવાળાઓ વિહાર કરી મધ્યસ્થાને ન આવ્યા, તેથી અને ખોટી રીતે અને બની શકે પણ નહિ એવી પ્રતિનિધિપણાની આડ લઈને શાસ્ત્રાર્થ કરવાથી ખસી