________________
તા. ૧૧-૧૧-૩૯]
SIDDHACHAKRA
(Regd No. B 3047
ભગવાન ગૌતમસ્વામીજીનું કેવલજ્ઞાન જૈનજનતામાં ભગવાન ત્રિલોકનાથ તીર્થકરોના કેવલજ્ઞાનનો દિવસ કેવલજ્ઞાન કલ્યાણક તરીકે આરાધાય છે, તેથી તે તે તીર્થકરોના તે તે , . કેવલજ્ઞાનના દિવસો શાસ્ત્રદ્વારાએ નિર્મિત થયેલા છે, અને તે જ પ્રમાણે છે
આરાધવામાં પણ આવે છે, પરંતુ ભગવાન તીર્થકરોની માફક પહેલાના જ ભવમાં ગણધરના કર્મનો બંધ કરીને ગણધર તરીકે થયેલા મહાપુરૂષોના : કેવલજ્ઞાનના દિવસોને કલ્યાણક તરીકે નહિં, પરંતુ મહોચ્છવ તરીકે પણ આરાધવાનું જૈનજનતામાં ઘણું ઓછું જ બને છે. શ્રમણભગવાન મહાવીર મહારાજના અગીયાર ગણધરો થયા છે, અને તેઓ સર્વે કેવલજ્ઞાન મેળવીને મોક્ષને જ પામ્યા છે, છતાં ભગવાન ગૌતમસ્વામીજી સિવાય બીજા કોઈપણ ગણધરના કેવલજ્ઞાનનો દિવસ ઉપલબ્ધ થતો નથી, અને તે શાસ્ત્રને કરનારાઓએ જણાવ્યો પણ નથી, તેમ જૈનજનતામાં તે તે કેવલજ્ઞાનના દિવસો પર્વ તરીકે આરાધવામાં રૂઢ થયેલા પણ નથી, જોકે શ્રમણભગવાન મહાવીર મહારાજે ગણધરપદની સ્થાપના કરતી વખતે જ ગણની અનુજ્ઞા એટલે શાસન ધારવાની આજ્ઞા ભગવાન સુધર્મસ્વામીને જ આપી હતી, અને તેથી જ ભગવાન મહાવીર મહારાજના નિર્વાણ પછી શ્રી સુધર્મસ્વામી જ શાસનના ધારક થયા, અને એ જ કારણથી કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં પટ્ટપરંપરાના મૂલ તરીકે શ્રીસુધર્મસ્વામીજીને જ લેવામાં આવ્યા છે. તેવા શાસનના મૂલ પુરૂષ સુધર્મસ્વામિજીનો પણ કેવલજ્ઞાનનો દિવસ ઉપલબ્ધ છે, થાય તેમ શાસ્ત્રકારોએ તેને ઉલ્લિખિત કર્યો નથી, અને જૈનજનતામાં પર્વ : તરીકે આરાધાતો નથી, પરંતુ સર્વલબ્લિનિધાન એવા ભગવાન શ્રી ગૌતમસ્વામીજીના કેવલજ્ઞાનનો દિવસ જે કાર્તિક સુદી એકમનો છે અને આ શાસ્ત્રકારોએ ઉલ્લિખિત કર્યો છે, અને સમગ્ર જૈનજનતા તે દિવસને પર્વ
તરીકે આરાધે પણ છે વાચકે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે ૧૯૮૯ની - સાલ પહેલાં સમસ્ત જૈનજનતા શ્રી ગૌતમસ્વામીજીના કેવલજ્ઞાનને જ
(અનુસંધાન જુઓ પાનું ૪૪)
00
LTD