SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ A શ્રી સિદ્ધચક્ર - વર્ષ : ૮ આસો વદી અમાવાસ્યા, મુંબઈ. અંક - ૨ તંત્રી પાનાચંદ રૂપચંદ ક ઝવેરી ઉદેશ આ શ્રીનવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને તે છે આયંબિલ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની છે તે મુખ્યતાવાળી દેશના અને શંકાના સમાધાન (આદિ)નો છે ફેલાવો કરવો . વાર્ષિક લવાજમ રૂ. ૨-૦-૦ આ શ્રમણ ભગવાન મહાવીર અને શ્રેણિક મહારાજ 5 6 ક શ્રી જૈનશાસનમાં જેમ ભગવાન શ્રી ઋષભદેવજી અને ભરત મહારાજા, ભગવાન અજિતનાથજી અને સગર ચક્રવર્તીનો અસીમ પૂજ્ય-પૂજક ભાવ હતો, તથા અન્ય શાસનમાં જેમ શ્રીરામચંદ્ર અને વાલ્મીકિષિ વગેરેનો આરાધ્ય-આરાધકભાવ સંબંધ હતો, લૌકિકમાં શિવાજી મહારાજ અને રામદાસજીનો જેવો પરસ્પર સેવ્ય-સેવકભાવ સંબંધ હતો, તેવી રીતે વર્તમાન શાસનના અધિપતિ શ્રમણ ભગવાન મહાવીરમહારાજા તરફ મહારાજા શ્રેણિકનો અદ્વિતીય અને અસાધારણ એવો પૂજ્ય ભાવ, આરાધ્યભાવ અને સેવ્યભાવનો સંબંધ હતો, એ વાત શ્રીજૈનશાસ્ત્રોના જાણનારાઓ અને માનનારાઓ માને છે અને ઈતિહાસપ્રેમી લોકો પણ એ વાત સ્પષ્ટ રીતે મંજુર કરે છે. આ કારણથી એ પરસ્પરના સંબંધને વિચારતાં તેઓનો સંબંધકાલ વિચારવાની આવશ્યક્તા જરૂરી છે. શ્રમણ ભગવાન મહાવીર અને મહારાજા શ્રેણિકનો સંબંધ વિચારવા પહેલાં એ બન્નેનાં રાજ્યોની નિકટતા ઉપર પ્રથમ ધ્યાન જ
SR No.520958
Book TitleSiddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages654
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy