________________
૨ સપ્ટેમ્બર ૧૯૪૦]
SIDDHACHAKRA.
(Regd No. B 3047
અંગીકારની સુંદરતા
જગતમાં પ્રવનાં દર્શનો પૈકી કોઈપણ દર્શન એવી સ્થિતિવાળું નથી તો © કે જે દર્શનમાં કોઈપણ પક્ષ કે વસ્તુનો અંગીકાર કરવાનો હોય નહિં. એટલે 9. | દરેક દર્શનો અને દરેક મતને અંગે કોઈપણ પ્રકારે અંગીકાર કરવાનું તો ) હોય જ છે. દરેક આસ્તિક દર્શનોમાં તો મોક્ષ-આત્મા-દેવ-ગુરૂ-ધર્મ-અધર્મ ' અને પુદ્ગલ (જડ) પદાર્થનું અંગીકાર કરવાનું હોય જ છે, પરંતુ નાસ્તિક મત કે જેને પરલોકાદિ નથી બોલવા માટે નાસ્તિક શબ્દો બોલવો પડે છે અને જેને લીધે તે પોતાને નાસ્તિક તરીકે ઓળખાવે છે અને જગત્ પણ તેને નાસ્તિક તરીકે ઓળખે છે, તેવા નાસ્તિક મતવાળાને પણ પૃથ્વી આદિ ચાર કે પાંચ ભૂતોનું સત્ત્વ છે એમ તો પોતાના પક્ષ તરીકે અંગીકાર કરવું છે જ પડે છે. એટલે કોઈપણ દર્શન કે મત અંગીકાર વસ્તુથી શૂન્ય હોતો નથી અને છે નહિં. એટલું જ નહિ, પરંતુ પરલોકાદિકના સત્ત્વને માનવાને લીધે
અતિ અસ્તિ એમ બોલવાને લીધે પોતાને આસ્તિક કહેવડાવે છે અને જગત્ છે પણ તેઓને આસ્તિક તરીકે જ માને છે. તે તે સર્વ આસ્તિકો પોત પોતાની
અપેક્ષાએ દેવ,ગુરૂ, ધર્મ અને તત્ત્વ એ ચારવિષયમાં અસ્મલિત-માન્યતાવાળા હોય છે. આસ્તિક દર્શનોનો મોટો ભાગ દેવ, ગુરૂ, અને ધર્મની આરાધનામાં તથા તત્ત્વોની માન્યતામાં પોતાના જીવનનું સાફલ્ય ગણે છે અને ભવિષ્યની જીંદગીઓની સુંદરતા યાવત્ મોક્ષપદની પ્રાપ્તિ પણ તે આરાધના અને માન્યતાને આધારે જ થવાનું માને છે. પરંતુ ત્રિકાલાબાધિત નિષ્કલંક અબુચ્છિન્નપ્રભાવશાળી શ્રી જૈનશાસનના પ્રણેતા ભગવાન્ જિનેશ્વરો તથા તેમના
| (જુઓ અનુસંધાન પાનું ૪૬૪)
OUZO ZO)