________________
તા. ૫ જુલાઈ ૧૯૪૦] SIDDHACHAKRA ૭.
[Regd No. B 3047
અખિલ ભારતવર્ષીય શ્રી સંઘને સાવચેતી
તમારા ક્ષેત્રમાં મુનિમહારાજાઓ ચતુર્માસનો નિયમ નિવાસ કરે અને તમો વિનંતિ કરીને તે કરાવો તે યોગ્ય જ છે. પરંતુ એટલી સાવચેતી તમને આપવાની જરૂર છે કે ચતુર્માસ એવી રીતે આદ્યત્ત્વ સુધી થવું જોઈએ કે જેથી તમારા સંઘમાં બે ભાગલા સદાને માટે કે લાંબા કાલને માટે થઈ જાય નહિં. ધ્યાનમાં રાખવા જેવી હકીકત એ છે કે મુનિમહારાજાઓ તો ચતુર્માસ પૂર્ણ થતાં વિહાર કરી જશે, પરંતુ જો તેઓને લીધે તમારા સંઘમાં ભાગલા પડી જશે તો તે કંઈ ચોમાસું પૂર્ણ થતાં કે મુનિમહારાજાઓનો વિહાર થતાં સંધાશે નહિં. વળી જો તમો તમારા આસપાસના મોટા વર્ગથી પણ ચતુર્માસ રહેલ મુનિ મહારાજાના કહેવાથી કે તેમને અનુસરવાથી અટુલા થઈ જશો તો પણ તેમાં તમારા વર્ગને ઘણું જ ખમવું પડશે. આ વાત તો જગ જાહેર છે કે આ વર્ષના ચોમાસામાં લૌકિકટીપ્પણામાં કાર્તિકી પૂનમો બે આવે છે અને તેમાં શાસ્ત્ર અને પરંપરાને અનુસરીને ચાલનારો સકલ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રીસંઘ તો વૃો હાર્યા તોત્તરા અર્થાત્ જ્યારે લોકિકટીપ્પણામાં પર્વતિથિને અંગે બે વારે સૂર્યોદય હોય ત્યારે બીજાવારના સૂર્યોદયને જ પર્વતિથિનો ઉદય માનવો એટલે પહેલાવારના ઉદયને પર્વના ઉદય તરીકે ગણવો જ નહિં, એ શાસ્ત્રવાક્યને અનુસારે બીજ આદિની વૃદ્ધિએ પડવા આદિની વૃદ્ધિ કરે છે અને આચાર્ય શ્રીહીરસૂરિજીના ગુરૂ શ્રી વિજયદાનસૂરિજીએ પૂનમની વૃદ્ધિએ બે તેરસો કરવાનું કહેલ છે, તેમજ તેઓએ તથા તેમના અનુસરનાર શ્રીસંઘે પણ (જુઓ અનુસંધાન પાનું ૩૭૬)