________________
શ્રી સિદ્ધચક્ર
વર્ષ : ૮] વૈશાખ સુદી પૂર્ણિમાં, વૈશાખ વદી અમાવાસ્યા, મુંબઈ, [અંક-૧૫-૧૬
:
તંત્રી
પાનાચંદ રૂપચંદ
ઝવેરી સ
...
ક
ઉદ્દેશ શ્રીનવપદોમય શ્રીસિદ્ધચક્રની આરાધના અને તમે આયંબિલ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્ય મુખ્યતાવાળી દેશના અને શંકાના સમાધાન (આદિ)નો િ * ફેલાવો કરવો વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦
સ
રામ-શ્રીકાન્તને લખાયેલો પત્ર
જૈનજનતામાં એ વાત તો સ્પષ્ટ સાબીત થઈ ચૂકેલી છે કે શાસ્ત્ર અને પરંપરાને અનુસરીને ચાલનારો વર્ગ લૌકિકટીપ્પણામાં જ્યારે પર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે તેનાથી પહેલાની અપર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ કરે છે, પરંતુ હાલ થોડા વર્ષથી રામટોળીવાળાઓ આરાધનાને અંગે પણ લૌકિકટીપ્પણા પ્રમાણે જ પર્વતિથિનો ક્ષય અને વૃદ્ધિ કરવા માંડ્યા છે. આ ચર્ચાનો નિર્ણય કરાવનાર છેડો આવે તેટલા માટે લિખિતપૂર્વક મૌખિક ચર્ચા કરવાને નિર્ણય થયેલો હતો, પરંતુ તેમાં શાસ્ત્ર અને પરંપરાને અનુસરવાવાળાઓનો મોટો વર્ગ કેઈ સ્થાનો સુધી વિહાર કરીને આવ્યો, છતાં રામટોળીમાંથી કોઈએ કોઈપણ સ્થાનેથી ખસવા
સરખું પણ કર્યું નહિં. એટલે તે વખતે તે નિર્ણય થવો અટકી પડ્યો. આટલું બન્યા છતાં રામટોળીએ ‘મીયાં પડ્યા પણ તંગડી ઉંચી'ની માફક છાપાઓમાં જુદાં અજુગતાં અને શાસ્ત્રવિરૂદ્ધ લખાણો કર્યા અને અનેક ચોપડીઓ બહાર પાડી. જો કે તે સર્વના રદીયાઓ આ (શ્રીસિદ્ધચક્ર) વિગેરે દ્વારાએ આપવામાં આવેલા હતા અને તે રામટોળીનાં જાણી જોઈને શાસ્ત્રવિરૂદ્ધ લખેલાં જુઠ્ઠાણાં પુરવાર કરી આપવાને અનેક વખતે જણાવવામાં આવ્યું હતું, છતાં રામટોળીમાંથી કોઈપણ એવો મનુષ્ય ન નીકળ્યો કે જે તેમના પર્વલોપકપણાને સાબીત કરે અને શાસન તથા પરંપરાને અનુસરવાળા પક્ષને ઉત્તર દે.