________________
૨૯૬ : શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-૧૪
[૭ મે ૧૯૪૦,
(અનુસંધાન ટાઈટલ ૪થાનું ચાલુ) તે દઈને પૂનમ અમાવાસ્યાની તિથિને ન માનનારો પક્ષ પર્વતિથિનો ઉચ્છેદક અગર પર્વતિથિનો તો
લોપક બને છે એમ કહેવું જુઠું છે એમ તો વિવેક ચક્ષુવાળો તો કહી શકે જ નહિં (રામટોળી બીજ પાંચમ વગેરેના ટીપ્પણામાં ક્ષય હોય ત્યારે આરાધનાના ટીપ્પણામાં પણ બીજ વિગરેનો ક્ષય લખીને પર્વતિથિનો લોપક બને જ છે, અને શાસ્ત્ર અને પરંપરાનુસાર વર્ગ તો શ્રીતત્ત્વતરંગિણીના ટીપ્પણામાં ચૌદશનો ક્ષય હોય ત્યારે તેરસનું નામ પણ લેવું નહિ અને ચૌદશ જે છે એમ કહેવાય એવા વચનને અનુસરીને ટીપ્પણામાં ચૌદશ વિગેરેનો ક્ષય હોય તે વખતે તેરસ વિગેરેનો ક્ષય જ માને છે.
૫ રામટોળી પોતાની “શુદ્ધપરંપરા’ છે એમ જણાવે છે, પરંતુ એના પૂર્વજોએ અને ૪ શાસ્ત્રકારોએ તો ટીપ્પણામાં પર્વતિથિના ક્ષયે તેની પહેલાની અપર્વતિથિનો જ ક્ષય કરેલો છે, જે
એટલું જ નહિ, પરંતુ એ ટોળીએ પણ સં. ૧૯૯૧ સુધી તેમ કર્યું છે, તો જ્યાં પરંપરા શબ્દ લાગુ પડે એવો નથી ત્યાં “શુદ્ધ પરંપરા' શબ્દ ગોઠવવો એ તો જૈનશાસનને માટે “રામરામ' કરવા ઉભી થયેલી ટોળીને જ ઘટે. - ૬ આચાર્ય મહારાજ શ્રીઆણંદવિમલસૂરીશ્વરજી, આ. વિજયહીરસૂરીશ્વરજી અને આ. વિજયદેવસૂરીશ્વરજી વિગેરેનાં સ્પષ્ટ વચનો છે કે પૂનમ અમાવાસ્યા લૌકિક ટીપ્પણામાં બે હોય ત્યારે આરાધકોએ બે તેરસો જ કરવી જોઈએ, અને એજ પ્રમાણે શાસનાનુસારિઓએ વર્તાવ રાખ્યો હતો, એટલું જ નહિ, પરંતુ વિક્રમ સં. ૧૯૯૧ સુધી તો રામટોળીયે પણ એ જ વર્તાવ રાખ્યો હતો, અને એ પ્રમાણે બે તેરસો પણ કરી હતી. (આ વસ્તુ સમજનાર સ્પષ્ટપણે સમજી શકશે કે પૂનમ અમાવાસ્યાની વૃદ્ધિએ બે તેરસો કરવી એ કોઈએ હમણાં નવું ઉત્પન્ન
કર્યું નથી, એથી રામટોળી બીજાને માટે જે “ટોળી” કે “ટોળાં' એવા શબ્દો વાપરે છે, તે અજ્ઞાનતા : અને અશ્રદ્ધાની પરાકાષ્ટા જ છે.
૭ લૌકિકટીપ્પણામાં બે વારની અંદર એક તિથિનો સૂર્યોદય થાય ત્યારે તિથિની વૃદ્ધિ થાય છે, છતાં શ્રી હીરસૂરિજી મહારાજ વિગેરે બીજા વારના સૂર્યોદયને જ સત્ય માનીને જ
(જુઓ અનુંસાધાન પાનું ૨૫)