________________
[૭ મે ૧૯૪૦,
વૈરાગ્યમાર્ગનો ઉપદેશ આપવા છતાં પણ જો તે ન નિવર્તે તો શાસ્ત્રકારો તેવી વખતે ઉપેક્ષા જ કરવાનું જણાવે છે, પરંતુ કોઈપણ શાસ્ત્રકાર કોઈપણ સ્થાને તેવા પતિત થનારાને ઉપદેશથી માર્ગે આવવાનું કે રહેવાનું ન થાય તો વિષાદિક પ્રયોગોથી મારી નાંખવાના ઉપાયો અંશે પણ જણાવતા નથી અને જણાવે પણ નહિં, હવે જો ઉપર જણાવ્યા પ્રમાણે વિશબ્દનો અધ્યાહાર ન લઈએ અને ઉપર જણાવ્યા પ્રમાણે જ વમેલા વિષયને નહિં લેવામાં
વાક્યનું રહસ્ય છે એમ ન ગણીએ તો ધર્મિષ્ટ
શ્રાવક સાધુ ઉપાધ્યાય આચાર્ય ગણધર કે તીર્થંકર સુદ્ધાને પણ એ કર્તવ્યતા તરીકે આવી જાય કે બહ્મચર્ય મહાવ્રત કે વ્રતોથી પતિત થવાને તૈયાર થયેલાને સન્માર્ગ અને વૈરાગ્યનો ઉપદેશ આપવો, અને છેવટે જો તે પતિત થનારો ન માને તો તેને વિષાદિકપ્રયોગોએ કરીને મારી નાંખવો, એટલું જ નહિં, પરંતુ તે મારી નાંખવામાં ઘણો જ લાભ થયો છે એમ માનવાનું રહે અને એ અપેક્ષાએ સંસારમોચકવાદિઓ જેમ દુઃખથી મુકાવવાને નામે દુઃખીઓને મારવામાં લાભ ગણે છે, તેવી રીતે જૈનદર્શનની માન્યતા ધરાવનાર શ્રાવક વિગેરેએ પાપમોચકવાદી બનીને પાપીઓનો સંહાર કરવા તૈયાર થવું જોઈએ અને આવી પાપમોચકવાદિતા તો એક અંશે પણ કોઈ પણ જૈનનામધારીના હૃદયમાં પણ હોય જ નહિં, તેથી નક્કી થાય છે કે ઉપરના વાક્યમાં અત્તિ શબ્દનો અધ્યાહાર કરવો
૨૮૭ : શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-૧૪ અધ્યાહારમાં રહેલ અપિ શબ્દનો અર્થ કેમ ઘટાવાય !
આ સ્થાને યાદ રાખવાની જરૂર છે કે સંઘાદિકના બચાવને માટે કરેલા વૈક્રિયમાં પણ શાસ્ત્રકારો તેનું પ્રતિક્રમણ કર્યા સિવાય આરાધક થવાનું કહેતા નથી, તે શાસ્ત્રકારોના વચનને માનવાનું કહેનારા જ્યારે દાંડાથી મારવામાં પણ કર્મબંધનો લેશ નથી, પરંતુ તે મારવું જરૂર અનુમોદનીય છે, એવું કહેવા તૈયાર થાય ત્યારે તેવાઓની નારાની દશા શાની સિવાય બીજો
પીછાની શકે જ નહિ, કેટલીક જગાપર તો અપિ શબ્દના પ્રયોગ વગર એટલે વિ શબ્દ કહ્યો ન
હોય તો પણ અપિ શબ્દનો અધ્યાહાર કરીને મૂળવસ્તુની જ ઉત્તમતા કે અધમતા જણાવવામાં આવે છે, જેવી રીતે રાજીમતીએ રથનેમિજીને જણાવ્યું કે સેવં તે માળે ભવે અર્થાત્ વમેલા એવા કામભોગોની તું ઈચ્છા કરે છે. તો તેવા વમેલા કામભોગોને ઈચ્છવા કરતાં તારું મોત થાય તે જ કલ્યાણકારક છે. આ જગા પર વિ શબ્દનો અધ્યાહાર કરીને તારું મરણ પણ કલ્યાણ કારક છે, એવો ભાવાર્થ લેવો પડે અને તેનો રહસ્યાર્થ એજ થાય કે મરણની અનિષ્ટતા કરતાં વમેલા કામભોગોને લેવાની ઈચ્છા તે અનિષ્ટતમ જાણવી તત્ત્વથી વમેલ કામભોગોને નહિં લેવાની વાત જ આમાં દૃઢ કરી ગણાય. જો એમ ન માનીએ તો રથનેમિજી સરખા સંક્ષિપંચેન્દ્રિય મનુષ્યની હત્યા કરવાની ઈચ્છા શ્રીરાજીમતીએ કરી એમ ગણાય અને જો એમ ગણાય તો સંક્ષિપંચેન્દ્રિય મનુષ્યની હત્યાને શ્રેષ્ઠ ગણનાર રાજીમતી અહિંસા ધર્મને સમજતાં જ હતાં તે કેમ માની શકાય કે ગૃહસ્થ મહાવ્રતોથી શિષ્યા કે બ્રહ્મચર્યથી પતિત થતો હોય તો તેને વૈરાગ્યમય ધર્મોપદેશ આપીને નિવર્તાવવો એ જ શાસ્ત્રકારોએ વિધિમાર્ગ ગણ્યો છે અને
જ જોઈએ અને તેનું રહસ્ય મરણની શ્રેષ્ઠતામાં નહિં, પરંતુ વમેલા ભોગોને નહિં લેવાની શ્રેષ્ઠતા જ રાખવું જોઈએ, એવી જ રીતે વયં પ્રવેછું વ્રુત્તિતં ક્રુતાશનં તથા વરગમ્મિ પવેસો0 ઈત્યાદિક ગ્રંથ પણ અપિ શબ્દને અધ્યાહાર કરીને વ્રતની
જ