________________
૨૮૩ : શ્રી સિદ્ધચક્ર]
જેમ અપિ શબ્દથી અનુક્રમે અશક્ય જ અને શક્ય સંભાવનાઓ જણાવી છે, તેવી રીતે અહિં પણ સંભાવના જણાવવા માટે અપિ શબ્દનો પ્રયોગ અસ્થાને નથી.
વર્ષ ૮ અંક-૧૪
[૭ મે ૧૯૪૦,
સર્વવિરતિની ક્રિયા જરૂર વિદ્યમાન છે અને તેથી જ તે જીર્ણોદ્ધાર મોક્ષપદની પ્રાપ્તિનું કારણ ગણી શકાય. જગતમાં જેમ ઘડો બનાવતી વખતે દંડની ક્રિયા હોતી નથી, પરંતુ તે દંડથી ઉત્પન્ન થયેલો એવો ચક્રનો વેગ જ ઘડાની ઉત્પત્તિ વખતે હોય છે, છતાં કોઈપણ સુજ્ઞમનુષ્ય ઘડાની ઉત્પત્તિમાં દંડ કારણ નથી એવું કહેવાને તૈયાર થઈ શકે જ નહિં, વળી શાસ્રની રીતિએ ઔપમિક અને ક્ષાયોપશમિક સમ્યક્ત્વો મોક્ષના કારણ તરીકે ગણવામાં આવે છે, પરંતુ કોઈપણ જીવને કોઈપણ કાળે મોક્ષની પ્રાપ્તિ થતી વખત ઔપમિક કે ક્ષાયોપમિક સમ્યક્ત્વ હોતાં જ નથી, પરંતુ તે ઔપમિક કે ક્ષાયોપશમિક સમ્યક્ત્વના પ્રતાપે પ્રાપ્ત થયેલું ક્ષાયિક સમ્યગ્દર્શન જ મોક્ષપદની પ્રાપ્તિ વખતે હોય છે, એવી જ રીતે ક્ષાયોપશમિક જ્ઞાન અને ક્ષાયોપમિક કે ઔપશમિક ચારિત્ર પણ મોક્ષપદની પ્રાપ્તિ વખતે કોઈપણ જીવને હોતાં નથી, છતાં મોક્ષપદની પ્રાપ્તિ વખતે હોવાવાળાં ક્ષાયિકશાન અને ક્ષાયિકચારિત્રને તે ઉત્પન્ન કરનારાં છે, તેથી તે પણ કારણ તરીકે ગણાય છે એટલે કારણના કારણને પણ કારણ તરીકે ગણવામાં શાસ્ત્ર કે ન્યાયથી કોઈપણ પ્રકારે વિરોધ નથી અને તેવી રીતે અહિં પણ જીર્ણોદ્વારના કાર્યને મોક્ષનું કારણ ગણવામાં કોઈપણ પ્રકારે વિરોધ નથી, પરંતુ સર્વવિરતિની પ્રાપ્તિ વિના સાક્ષાત્ કેવળ જીર્ણોદ્વારદ્વારાએ મોક્ષપદની પ્રાપ્તિ કરવી તે તો અશક્ય સંભાવના જ છે. શક્ય અશક્ય સંભાવનાને અંગે કંઈક
જીર્ણોદ્ધાર પણ મોક્ષનું કારણ થઇ શકે.
એટલે સામાન્ય રીતે જો કારણરૂપ એવી દ્રવ્યપૂજાના ફલ રૂપ સર્વસાવ‰ ત્યાગને પામે તો તે જીર્ણોદ્ધાર કરાવનારો તે જ ભવે મોક્ષને પ્રાપ્ત કરે એ અપેક્ષાએ દ્રવ્યસ્તવ કરનારને પણ તે જ ભવમાં મોક્ષની પ્રાપ્તિ થવાનું કહેવું એ શક્ય સંભાવનામાં ગણાય, એમ નહિં કહેવું કે એવી રીતે થયેલી મોક્ષપદની પ્રાપ્તિ જે હોય તે સર્વવિરતિરૂપ ત્યાગના પ્રતાપે થયેલી ગણાય, પણ તેમાં જીર્ણોધ્ધારના કાર્યને કારણ તરીકે ન લઈ શકાય. એમ નહિં કહેવાનું કારણ એ જ કે તે મહાપુરૂષને સર્વવિરતિની જે પ્રાપ્તિ થઈ છે અને સર્વવિરતિદ્વારાએ જે મોક્ષ પ્રાપ્ત છે તેનું કારણ જીર્ણોદ્ધારની અંદર થયેલો વીર્ષોલ્લાસ જ છે, એટલે જીર્ણોદ્ધારના કાર્યથી થયેલા વીર્યોલ્લાસથી સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે, અને તે સર્વવિરતિની પ્રાપ્તિથી જે મોક્ષ થાય છે, તે જીર્ણોદ્ધારના કાર્યથી જ થયો એમ કહેવામાં કોઈ પણ જાતની અડચણ નથી. એમ નહિ કહેવું કે મોક્ષની પ્રાપ્તિ થાય તે વખતે જીર્ણોદ્ધારનું, કોઈપણ જીર્ણોદ્ધારનું કાર્ય હયાત હોતું નથી, માટે તે જીર્ણોદ્ધારને મોક્ષપદની પ્રાપ્તિનું કારણ કહી શકાય નહિં. એમ નહિં કહેવાનું કારણ એ જ છે કે મોક્ષપદની પ્રાપ્તિની વખતે સર્વવિરતિની હયાતિ છે એમાં તો બે મત થઈ શકે તેમજ નથી અને તે સર્વવિરતિ જીર્ણોદ્ધાર કરનાર મહાનુભાવને જીર્ણોદ્ધારના કાર્યથી જ પ્રાપ્ત થયેલી છે, તેથી જ તે મોક્ષપદની પ્રાપ્તિ થયેલી છે, માટે તે મોક્ષપદની પ્રાપ્તિ વખતે જીર્ણોદ્ધારની કંઈપણ ક્રિયા વિદ્યમાન નથી તો પણ તે જીર્ણોદ્વારે પ્રાપ્ત કરાવેલી
.
એટલે જો જીર્ણોદ્ધાર કરાવનાર મહાપુરૂષ તે જ ભવમાં જીર્ણોદ્ધારના પ્રતાપે સર્વવિરતિની પ્રાપ્તિ કરીને સિદ્ધિપદ મેળવે તો ત્યાં શક્ય સંભાવના ગણાય અને જો તેમ મહાવ્રતને ન મેળવી શકે તો જીર્ણોદ્વારદ્વારાએ તે જ ભવમાં મોક્ષપદ પ્રાપ્ત કરવાનું કહેવું તે અશક્ય સંભાવના ગણાય. દ્રવ્યથકી