________________
૨૬૩ : શ્રી સિદ્ધચક્ર]
તો તું સંસારમાં રખડ્યાં કરે છે!” તે સાંભળી પૂર્વભવોનાં સ્મરણથી ખેમંકરને જાતિસ્મરણજ્ઞાન થયું, તથા મુનિમહારાજે કહેલા પૂર્વભવો નજરો નજર જોયા, પણ હતો નાસ્તિક, એટલે કહ્યુંઃ કે “આ તો જબ્બર જાદુવાળો! મહાન્ માયાવી!!” જે એ કહે છે તે મારે દેખાય છે. નાસ્તિકે ચાર જ્ઞાનધારી મુનિમહારાજના જ્ઞાનને પણ જાદુમાં ગણ્યું, એમ માર્ગથી વિમુખ થયેલાને સીધી વાત પણ અવળી પરિણમે છે, એવા મનુષ્યોને માર્ગે લાવવાનો એક પણ ઉપાય નથી, અમૃતપાન કરાવતાં પણ જેને વિષરૂપે પરિણમે તેને બચાવાય શી રીતે? શ્રીતીર્થંકરદેવની સાહ્યબીને, તેમને વંદન કરવા આવતા દેવોને, પાખંડીઓ નજરોનજર જુએ, તથા દેશના સાંભળી મસ્તક પણ ડોલાવે, છતાં કહે શું? જબરૂં જાદુ ! આટલી હદે માયા !! પોતે પાખંડી એટલે તેની આંખમાં સમસ્ત બ્રહ્માંડ પાખંડથી જ ભરેલું દેખાય છે. ઈદ્રભૂતિ (ગૌતમસ્વામિજી) યજ્ઞ કરાવતા હતા અને તેમાં મસ્ત હતા ત્યારે આકાશમાં ભગવાન માટે આવતા દેવતાઓને જોઈને પણ એમ માનવા લાગ્યા કે “જુઓ યજ્ઞનો મહિમા !! દેવતાઓ પણ ખેંચાઈ ખેંચાઈને અહિં યજ્ઞ માટે આવે છે!” પણ જ્યારે દેવતાઓ તો ત્યાં નહિં ઉતરતાં આગળ ચાલ્યા, ભગવાન્ મહાવીરદેવને વંદન કરવા સમવસરણ તરફ ચાલ્યા ત્યારે જેને વિબુધ (દેવતા) માનતા હતા તેમને જ ઈદ્રભૂતિજી અબુધ (મૂર્ખા) તરીકે માનવા લાગ્યા ! અને જ્યારે લોકોના મુખેથી આ બધું સાંભળ્યું ત્યારે ભગવાનને
વર્ષ ૮ અંક-૧૨-૧૩
[એપ્રિલ ૧૯૪૦,
પણ કપટી, પાખંડી, માયાવી કહેવા લાગ્યાને ! ભવિષ્યમાં તો એ જ ભગવાનના પોતે જ ગણધર થવાના છે, પણ એ વખતે શું બોલી રહ્યા છે? આવી પરિસ્થિતિમાં શ્રદ્ધારહિતને શ્રદ્ધાવાળા બનાવવા તે ક્યાંથી બને? સર્વજ્ઞપણા કરતાં, વીતરાગપણા કરતાં દેવતત્ત્વનું અસાધારણકારણ શ્રીતીર્થંકર નામકર્મ છે, આ ઉપર જણાવેલ દેવાગમનાદિ હકીકતથી સમજાસે. “જૈનમત” સાથી કહેવાય?
શ્રીતીર્થંકરદેવની પરીક્ષા સ્વતંત્ર છે, તેમના સ્વરૂપે છે, ગુરૂની પરીક્ષા એ કે શ્રીતીર્થંકર દેવના કથનાનુસાર ચાલે તે ગુરૂ, શ્રીતીર્થંકરદેવે પ્રરૂપ્યો એ જ ધર્મ એ ધર્મની પરીક્ષા. એ શ્રીતીર્થંકર નામકર્મ
જગતની સ્વાભાવિક ચીજ કેમ બને છે તે જોવી જોઈએ, ચંદ્ર સૂર્યનો ઉદય જો લોકસ્વભાવરૂપ મનાય છે તો આ જિનનામ લોકસ્વભાવ કેમ ન મનાય? એકલા સર્વજ્ઞપણાને અંગે, એકલા વીતરાગપણાને અંગે દેવત્વ મનાતું હોત તો અસંખ્યાત દેવ માનવા પડત, કેમકે એક ઉત્સર્પિણીમાં કે એક અવસર્પિણીમાં અસંખ્યાત
કેવલિયો થાય છે, દેવતત્ત્વનો ઉદય કે આધાર શ્રીજિનનામકર્મના ઉદય પર જ છે. શ્રીજિનેશ્વર મહારાજને દેવ માનીએ છીએ તેથી જ ‘જૈનમત’ કહેવાય છે. સમજવું જરૂરી છે કે મતનું નામ વીતરાગમત’ કે ‘સર્વજ્ઞમત' નથી, પણ ‘જૈનમત’ છે. દેવતત્ત્વનો મુખ્ય આધાર જો સર્વજ્ઞપણું કે વીતરાગપણું હોત તો ‘સર્વજ્ઞમત’ કે ‘વીતરાગમત’ એમ પણ કહી શકત, પણ તેમ નથી માટે જ તે