________________
૨૫૭ : શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-૧૨-૧૩
(ગતાંકથી ચાલુ)
આગમોદ્ધારકની અમોઘદેશના
એ જ રીતે ઉપદેશકે વીતરાગપણું મેળવ્યું ન હોય, સર્વજ્ઞપણું સંપાદન ન કર્યું હોય એ માર્ગે ચાલીને એ ફલ ન મેળવ્યું હોય, તો તો તેનો ઉપદેશ માનવાને કોઈ તૈયાર થાય નહિં, માટે ધર્મનો પ્રથમ ઉપદેશ આપનારે, ધર્મને પ્રથમ પ્રવર્તાવનાર દેવે પ્રથમ પોતે વીતરાગ તથા સર્વજ્ઞ થવું જ પડે પછી પોતે બીજાને ઉપદેશ આપી શકે.
શંકા :- જો સર્વજ્ઞ તથા વીતરાગ થયા પછી જ ઉપદેશ આપી શકાય તો શ્રીગૌતમસ્વામીજીને તો ભગવાન મહાવીરદેવનાં નિર્વાણ પછી કેવલજ્ઞાન થયું હતું છતાં તેઓ ભગવાન મહાવીરદેવના સમયમાં કાયમ બીજા પહોરે દેશના દેતા હતા તેનું શું કારણ ? બીજા રૂપે આશંકા છે. શ્રી સર્વજ્ઞપ્રભુ અનંતવીર્યવાળા એક પહોર દેશના દઈ કેમ બંધ થાય છે ? એમને થાક તો લાગતો નથી.
»
ડ્રાઈવર તથા એન્જિનની તાકાત જૂદી જૂદી છે. આત્મા ડ્રાઈવર છે. શરીર એન્જિન છે.
[એપ્રિલ ૧૯૪૦,
અનંતવીર્ય તો આત્મામાં ઉત્પન્ન થયું છે. વીસામો લેવો એ શરીરના સ્વભાવ આશ્રી છે. અનંતવીર્યવાળા વીસામો ન લે તો પણ છેલ્લે વખત પ્રમાણે અખંડ દેશના દઈ શકે છે. સર્વજ્ઞપણું તથા વીતરાગપણું પ્રાપ્ત કરીને મોક્ષ માર્ગના પ્રવાસીને અનુકૂલ થાય તેવી દેશના દેવાનું સામર્થ્ય શિષ્ય ગણધર ગૌતમસ્વામીજીમાં છદ્મસ્થાવસ્થામાં પણ છે. પુત્રોની પ્રશંસા પિતાએ મોઢા આગળ કે પાછળ કરવી જોઈએ નહિં એ નીતિનો નિયમ છે.
शिष्यगुण-संखाइ
ગણધરદેવ દેશના આપે છે તેનું કારણ ?
ગણધર ભગવાન્ શ્રુત કેવલીનું દેશના તથા જ્ઞાન સામાર્થ્ય કેવું અને કેટલું હોય ? ભૂતકાળના અસંખ્યાતા ભવો તેમજ ભવિષ્યકાલના પણ અસંખ્યાતા ભવો કહી શકે છે. શ્રીતીર્થંકરદેવ તો તમામ કહી શકે છે, ગણધર ભગવાન્ એકલા ભવો જ કહે એમ નથી. બીજું જે કાંઈ પૂછો તે તમામ પ્રશ્નોના ઉત્તર આપે છે, જેને અવધિજ્ઞાન તથા