________________
તા. ૨૩-૩-૪૦]
SIDDHACHAKRA
[Regd No. 3 3047.
પ-આરાધ
"
જ રિ
જાતે
પર્વ-આરાધનની-બલિષ્ઠતા સામાન્યરીતે જૈનજનતામાં આત્માના કલ્યાણને અંગે સંવર અને નિર્જરાની આ ક્રિયા સાધવા માટે પર્વો અને તહેવારો નિયમિત રીતે માનવામાં આવે છે, જો છે કે અન્યમતોમાં અને અન્યદર્શનોમાં પર્વો અને તહેવારો નથી હોતા એમ નહિં, પણ
પરંતુ તે અન્યમતો અને અન્યદર્શનોના પર્વો અને તહેવારો માત્ર ઉત્સવની જ | ભાવનાવાળા હોય છે, પરંતુ તે પર્વો અને તહેવારોને ઉજવવામાં સંવર અને નિર્જરાની ભાવના સંબંધી ગંધ પણ તેઓને હોતી નથી. અન્યમત અને
અન્યદર્શનોને સ્થાપન કરનારાઓએ નથી તો સંવરનું નિરૂપણ ક્યું કે નથી તો - નિર્જરાને ધ્યેય તરીકે રાખી અને તેમ હોવાથી જ અન્ય મતોના અને અન્યદર્શનોના
પર્વો અને તહેવારો સંવર અને નિર્જરાના સાધ્યથી સર્વથા શૂન્ય જ હોય અને માત્ર રાગરંગ અને ખાવાપીવાના સાધન માટે ઉત્સવો મનાવી પર્વો અને તહેવારોને તેઓમાં આરાધવામાં આવતા હોય તેમાં જૈનજનતાને અંશે પણ આશ્ચર્ય થશે નહિ કે અને આ જ કારણથી જૈન શાસ્ત્રકારો મુખ્યતાએ સાધુ સાધ્વીવર્ગને અને ગૌણપણે ચારે પ્રકારના શ્રીસંઘને અતિથિ તરીકે જણાવે છે. કારણ કે શ્રી ચતુર્વિધ સંઘમાંથી જ કોઈ પણ વ્યક્તિ તેવા અન્યમતો અને અન્ય દર્શનકારોએ માનેલા પર્વો અને દ તહેવારોના એટલે રાગરંગના તિથિ અને પર્વોના ઉત્સવોને માનવાવાળી હોતી કે નથી, અને તેથી જ તે ચતુર્વિધ સંઘને કે શ્રમણ-શ્રમણીના સમુદાયને અતિથિ તરીકે પણ કહેવામાં શાસ્ત્રકારોએ પક્ષપાતનો ગંધ પણ રાખ્યો નથી. એ ચોખ્ખું સમજાશે, કેમ જો કે જૈનદર્શનમાં મનાયેલા પર્વો અને તહેવારોની અંદર આભૂષણ-વસ્ત્ર સ્નાન વિગેરેની વિશિષ્ટતા કરવાનું શાસ્ત્રકારો જણાવે છે અને તે બાહ્યદૃષ્ટિવાળાને ; ઉત્સવરૂપ ગણાય તેમાં આશ્ચર્ય જ નથી, પરંતુ તે આભૂષણ વસ્ત્ર અને સ્નાનાદિની બધી પર્વ અને તહેવારને અંગે કરાતી વિશિષ્ટતા ધર્મની પ્રભાવના અને સમ્યગદર્શનાદિક મોક્ષમાર્ગની પ્રાપ્તિની ઇચ્છાદ્વારાએ સંવર અને નિર્જરા જ સાધવાવાળી હોવાથી કોઈ પણ પ્રકારે તે લૌકિકપર્વ આદિની માફક અમનચમન રૂપ ઉત્સવની પ્રધાનતાવાળી હોતી નથી, જૈનધર્મનું મુખ્ય ધ્યેય જ “રાગદ્વેષને
(જુઓ અનુસંધાન પાનું ૨૪૦)