________________
તા. ૯-૩-૪૦]
SIDDHACHAKRA
Regd No. B 3047
(
શ્રી શ્રમણ સંઘ પુસ્તકસંગ્રહને અંગે ... વર્તમાનકાળમાં દરેક દર્શનનો આધાર તે તે દર્શનના તત્ત્વજ્ઞાનોને નિરૂપણ કરનારા પુસ્તકોના સાહિત્ય ઉપર રહેલો છે. જૈનદર્શનમાં પણ ભગવાન્ જીનેશ્વર મહારાજથી ૩પફવા વિરાફ વા યુવે વા એવી ત્રિપદી પામીને અપૂર્વબુદ્ધિના ભંડાર એવા ગણધરમહારાજાઓ જ્યારે શુદ્ધ ક્ષયોપશમને મેળવે છે, ત્યારે તેઓ થાવત્કાળભાવિ શાસનના હિતને માટે દ્વાદશાંગીરૂપ સાહિત્યની રચના કરે છે અને તે દ્વાદશાંગી સાહિત્યની રચનાનું એટલું બધું મહત્વ છે કે તે સાહિત્યની રચના પછી જે પૂર્વે દીક્ષિત થયેલા એવા ગણધર મુનિઓને ગણધરપદવી આપવામાં આવે છે અને તે દ્વાદશાંગીનું રચવું તથા ગણધરપદવીની પ્રતિષ્ઠાને જ તીર્થપ્રવર્તન કે તીર્થસ્થાપન તરીકે ગણવામાં આવે છે, એટલે સ્પષ્ટ થયું કે ભગવાન્ જીનેશ્વર મહારાજના શાસનની ઉત્પત્તિ આદિ દ્વાદશાંગી સાહિત્યની ઉત્પત્તિ આદિને લીધે જ છે અને તે દ્વાદશાંગી દરેક જીનેશ્વર ભગવંતોના શાસનમાં ગણધરો જુદા જુદા શબ્દોમાં રચતા હોવાથી આશ્રવ-સંવરાદિકના હેય, ઉપાદેયપણા વિગેરેનો વિભાગ નિયમિત તરીકે હોવા છતાં નવી રચાય છે. એવી રીતે દરેક જીનેશ્વરોના શાસનમાં દ્વાદશાંગી નવી રચાતી હોવાથી જ ભગવાન્ જીનેશ્વર મહારાજાઓને માફUT એટલે શ્રુતતીર્થની આદિને કરવાવાળા એમ જણાવીને નમસ્કાર કરવામાં આવે છે. દ્વાદશાંગીરૂપી સાહિત્યની ઉત્પત્તિમાં એટલી બધી વિશિષ્ટતા છે કે તેની ઉત્પત્તિ થાય ત્યારે જ તીર્થ ઉત્પન્ન થયું ગણાય છે. ભગવાન્ જીનેશ્વર મહારાજા ગર્ભમાં આવે, જન્મ પામે, દીક્ષા ગ્રહણ કરે યાવત્ કેવલજ્ઞાન મેળવે તો પણ તે બધો કાળ તીર્થયુક્ત ગણવામાં આવતો નથી, પરંતુ તે અનુત્પન તીર્થનો કે વ્યચ્છિન્ન તીર્થનોજ કાળ ગણવામાં આવે છે, અને આ જ કારણથી ભગવાન્ ઋષભદેવજી મહારાજને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ સિદ્ધિપદને મેળવનાર મરૂદેવા માતાને અતીર્થસિદ્ધ તરીકે ગણવામાં આવેલા છે. આ હકીકતને સમજનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે જૈનદર્શનનો સમગ્ર આધાર દ્વાદશાંગીના સાહિત્ય ઉપર જ છે. આ આગમસાહિત્ય ભગવાન જીનેશ્વર મહારાજની ગણધર મહારાજ દ્વારાએ ચાલતી પરંપરામાં ત્રણ પ્રકારે પ્રવર્તેલું છે.
(જુઓ પાનું ૨૧૬)