________________
૧૯૦ શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૯
કહેવા કે માનવાની ધૃષ્ટતા કરવામાં આવે તો શુદ્ધ અશુદ્ધનો વિભાગ રહે નહિં. આ આખું પ્રકરણ વ્યવસ્થિત થાય જ નહિં. ધ્યાન રાખવું કે આ પ્રકરણ યોગ્યતાને નામે જ ચાલે છે, પરંતુ કાર્યના નામે ચાલતું નથી) યોગ્યતાનું પ્રકરણ હોવાને લીધે યોગ્યતાની સાબીતી કરીને જણાવે છે કે જે ઉત્તમરત્ન હોય તેને તેવા સંસ્કારોનો યોગ થાય એટલે તે શ૮ રનપણાની સ્થિતિ પ્રગટ થાય છે અને હીનરત્નથી તે જુદું પડે જ છે એવી રીતે અહિં પણ ભગવાન્ જીનેશ્વર મહારાજના જીવોમાં તેવી જ જાતના સંસ્કારો એટલે યોગ્યતા હોવાથી જ વરબોધિ લાભ પછી ઈિતરજીવોથી વિશિષ્ટતા થઈ શકી. જગતમાં ચાહે જેવી સામગ્રી તેવા ભવ્યત્વ વગરના જીવોમાં હોય તો પણ તેઓ વરબોધિ વિગેરેને મેળવી શકેજ નહિં, તે વાત જણાવતાં સ્પષ્ટ કરે છે કે જગતમાં ચાહે જેવી સામગ્રીઓ મેળવવામાં આવે તો પણ જે જાતે કાચ છે તે કોઈ દિવસ પઘરાગ રત્ન થઈ શકતું નથી, તેવી જ રીતે તીર્થંકર મહારાજ સિવાયના જીવોમાં અનાદિ એવી યોગ્યતા નહિં હોવાને લીધે ચાહે જેવી ગુરૂઆદિકની સામગ્રી મળે તો પણ તેવું વરબોધિ અને પરોપકારિતાદિ ગુણવાળા થઈ શકે નહિં. જગતમાં સંસ્કારથી જો કે ગુણોનો પ્રકર્ષ થાય છે તો પણ તે ગુણોનો પ્રકર્ષ તેની જાતિના વ્યુચ્છેદ કર્યા સિવાય જ થાય છે એટલે વિશુદ્ધ ગુર્નાદિકના
[૨૩ ફેબ્રુઆરી ૧૯૪૦, યોગે પણ જે ઈતરજીવોમાં સારા સારા ગુણો આવે, પરંતુ તીર્થકરતાદિના લાયકનું ભવ્યત્વ આવી શકે જ નહિં અને તેથી જ ખડુંકપણાનો અભાવ તો થાય જ નહિં. આવી રીતે અનાદિકાળથી જીવોમાં યોગ્યતા અને અયોગ્યતા બને રહેલાં છે એમ માનવું જ જોઈએ. કેમકે એમ જો ન હોય તો જુદી જુદી યોગ્યતા સિવાય પ્રત્યેકબુદ્ધ અને સ્વયંબુદ્ધ વિગેરે ભેદો પડવાનો વખત આવે જ નહિં. તીર્થકર અને અતીર્થંકરનો ભેદ યોગ્યતા અને અયોગ્યતા ન માનીએ તો બની શકે જ નહિ. જો સર્વજીવોમાં યોગ્યતા અનાદિથી સરખી જ માનવામાં આવે તો પછી પ્રત્યેકબુદ્ધાદિ ભેદો ઘટી શકે જ નહિં. ઉપરની હકીકત સૂમિદષ્ટિથી જોનારો મનુષ્ય હેજે સમજી શકશે કે પરોપકારિતાદિ કાર્ય વર્તમાન કાર્યરૂપે લેવામાં આવેલું છે અને સહજ તથા ભવ્યત્વ અનાદિ યોગ્યતારૂપે લેવામાં આવેલું છે માટે માત્રમ્ શબ્દ યોગ્યતા સાથે જોડવામાં આવ્યો છે. પંજીકાકાર મહારાજ પણ આગળ નમોલ્યુvi ના બીજા પદોને મધ્યકાળ અન્યકાળની સાથે જોડે છે, પરંતુ લોકોત્તમપદને અનાદિકાળ સાથે જોડે છે એટલે સ્પષ્ટ થયું કે પરોપકારિતાદિ ગુણો વરબોધિલાભ પછી જ હોય છે અને તે કાર્યરૂપ ગણાવ્યા છે.