________________
૧૮૮ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૯
મહારાજના જીવમાં કે બીજા જીવોમાં સ્વાભાવિકપણે જ રહેલો હોય છે અને તેથી જ ભગવાન્ શ્રીહરિભદ્રસૂરીજી શ્રીયોગબિન્દુમાં સિદ્ધિમિધ્વંસર્વતથા વિત્ર તુ હિનામ એમ કહી સર્વજીવોમાં રહેલું તથાભવ્યત્વ જુદા જુદા રૂપનું છે અને તે અનાદિકાળથી સિદ્ધ એટલે સાંસિદ્ધિક છે, એમ સ્પષ્ટપણે જણાવી ગયા છે એટલે તથાભવ્યત્વને સહજ એવું વિશેષણ આપવાની પણ જરૂર નથી રહેતી, છતાં અહિં જે સહજ એવું વિશેષણ તથાભવ્યત્વને આપ્યું છે તે માત્ર વાદિને અનાદિકાળની સ્વાભાવિક યોગ્યતા જીવો જીવોમાં જુદી છે એમ જણાવવા માટે જ સહજ વિશેષણ આપેલું છે. એટલે ભગવાન્ તીર્થકર મહારાજના જીવો સ્વાભાવિક તથાભવ્યત્યાદિ ભાવવાળા હોવાથી ઈતરજીવોમાં પ્રધાન છે માટે તેમને પુરૂષોત્તમ કહી શકાય. આવી રીતે પુરૂષોત્તમતા જે જણાવવામાં આવી તે તથા ભવ્યત્વ અનાદિકાળનું હોવાથી અનાદિકાળની યોગ્યતાને લીધે જણાવવામાં આવી છે માટે ભગવાન્ હરિભદ્રસૂરિજી જણાવે છે કે તથાપ્તિ મક્ષિતિમ એટલે સહજ તથા ભવ્યત્યાદિ ભાવવાળા પાછળથી બનેલા નથી, પરંતુ અનાદિકાળથી સહજ તથા ભવ્યત્યાદિ ભાવવાળા છે માટે અનાદિકાળથી સર્વજીવોમાં તીર્થકરના જીવો ઉત્તમ છે. એટલે બીજા જીવોમાં તેવી સહજ તથા ભવ્યત્વાદિ ભાવરૂપી યોગ્યતા હોતી નથી અને હોય જ નહિં. એટલે ભગવાન્ જીને શ્વર મહારાજાઓમાં જે યોગ્યતાની ભાજનતા છે તે બીજા જીવોમાં હોતી નથી માટે સર્વજીવો એવી યોગ્યતાવાળા હોય તેમ પણ ન કહેવાય અને કોઈપણ જીવ તીર્થંકરપણાને અયોગ્ય
[૨૩ ફેબ્રુઆરી ૧૯૪૦, નથી એમ પણ ન કહેવાય. આવી રીતે અનાદિકાળની તથાભવ્યત્વની સ્થિતિને અંગે સાબીતી આપવા જણાવે છે કે આ ભગવાનું જીનેશ્વર મહારાજમાં જ આ પરોપકારિતાદિ ગુણોની પ્રાપ્તિ વિગેરે રૂપ કાર્યો જણાય છે. અર્થાત્ કાર્યની ઉપલબ્ધિદ્વારાએ કારણની ઉપલબ્ધિ ન્યાયસિદ્ધ હોવાથી ભગવાનું જીનેશ્વરોમાં પરોપકારિતારિરૂપ કાર્ય દેખાય છે માટે તે ભગવાન્ જીનેશ્વરોમાં જ સહજ તથાભવ્યત્વરૂપી કારણતાની યોગ્યતા માની શકાય, પરંતુ બીજા જીવોમાં તેવાં કાર્યો નહિં દેખાતાં હોવાથી તેવી સહજ તથા ભવ્યત્યાદિ રૂપે યોગ્યતા હતી એમ માની શકાય નહિં. એ હકીકત ન્યાયસિદ્ધ છે કે જ્યાં કાર્ય ન થાય ત્યાં અવિકલકારણ સામગ્રી હોય જ નહિં. એટલે જ્યાં પરોપકારિતાદિગુણો ન હોય ત્યાં સહજ તીર્થકરાદિનું તથાભવ્યત્વ હોયજ નહિં અને તેથી તે જીવો અભાજન જ ગણાય, એ સહજ તથાભવ્યત્યાદિને વ્યક્ત કરનાર એવા ગુણોની સંપત્તિ જણાવવા માટે તે વિગેરે ગુણો જણાવે છે. ૧-પરાર્થવ્યસનવાળા ૨-પોતાના સ્વાર્થને ગૌણ કરનારા ૩- યોગ્ય ક્રિયાવાળા ૪ દીનતાને નહિં ધારણ કરનારા ૫ સફળ કાર્ય કરનારા (નિષ્ફળકાર્યને આરંભે જ નહિ) ૬ ક્રોધ અગર પશ્ચાત્તાપ જેને અત્યંત મજબૂત ન હોય ૭ કરેલા ગુણના જાણપણાને તો વરેલા જ હોય ૮ જેના ચિત્તને ઉપઘાતદશા હોય જ નહિં ૯ દેવ અને ગુરૂનું બહુમાન કરવાના સ્વભાવવાળા ૧૦ ગંભીર અભિપ્રાયવાળા (તુચ્છતા વગરના વિચારવાળા) આવી રીતે ભગવાન્ જીનેશ્વરમાં વર્તતા વિશેષ ગુણો ઉત્તમ થયેલા છે એમ જણાવીને કાર્યની ઉપલબ્ધિ સિદ્ધ કરી અને તે દ્વારાએ યોગ્યતારૂપી અનાદિના કારણની