________________
.
.
.
૧૭૮ શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૯
છે અર્થાત્ એ દસ ગુણોનો સમ્યકત્વની ઉત્પત્તિ સાથે કોઈપણ પ્રકારનો સંબંધ નથી એમ જણાવવા માગે છે. તે દસ ગુણો નીચે પ્રમાણે-૧ પરાર્થવ્યસનવાળા ૨ પોતાના સ્વાર્થને ગૌણ કરનારા ૩ યોગ્ય ક્રિયાવાળા ૪ દીનતાને નહિં ધારણ કરનારા ૫ સફળ કાર્યને કરનારા (નિષ્ફળ કાર્યને આરંભે જ નહિં) ૬ ક્રોધ અગર પશ્ચાત્તાપ જેને અત્યંત મજબૂત ન હોય ૭ કરેલા ગુણના જાણપણાને તો વરેલા જ હોય ૮ જેના ચિત્તને ઉપઘાત દશા હોય જ નહિં. ૯ દેવ અને ગુરૂનું બહુમાન કરવાના સ્વભાવવાળા ૧૦ ગંભીર અભિપ્રાયવાળા (તુચ્છતા વગરના વિચારવાળા) પ્રશ્નકારના કહેવા પ્રમાણે આ ઉપર જણાવેલા દસ ગુણો તીર્થકર થવાવાળા જીવમાં અનાદિકાળથી એટલે નિગોદથી હોય છે, આવી પ્રશ્નકારની માન્યતા ખોટી છે તે સાબીત કરવા માટે કંઈ પણ વિમર્શ કરવો પડે તેમાં ભગવાનું જીનેશ્વરની અવજ્ઞા કરવાનો લેશ પણ આશય હોય તેમ સમજવું નહિ. પ્રથમ તો પ્રશ્નકારે એટલું જ સમજવું જરૂરી છે કે તેને અનાદિ કાળના જણાવેલા પરોપકારિતાદિ ગુણો ક્ષાયોપથમિક ભાવના છે કે પારિણામિક ભાવના છે તે પ્રશ્નકારને કબુલ કરવું પડશે કે પારિણામિક ભાવ તો ફક્ત ભવ્યત્વ, અભવ્યત્વ અને જીવત્વ નામે ત્રણ પ્રકારે જ છે એટલે એ ગુણોને પરિણામિક ભાવે તો કહી શકાશે જ નહિં અને જો
[૨૩ ફેબ્રુઆરી ૧૯૪૦, ક્ષાયોપથમિક ભાવે પરોપકારિતાદિ ગુણો કહેવામાં આવે તો અનાદિકાળનો તેવો ક્ષયોપશમ હોય છે એમ તેઓને માનવું પડે અને જૈનશાસ્ત્રને અંશથી પણ જાણનારો મનુષ્ય તેવા ક્ષાયોપથમિક ભાવને અનાદિ તો માની શકશે જ નહિ. કદાચ પ્રશ્નકાર તરફથી એમ કહેવામાં આવે કે ઉપર જણાવેલા પરોપકારિતાદિ ગુણો ભગવાનું જીનેશ્વરોને વરબોધિ થાય ત્યારે કાર્યરૂપે પ્રગટ થાય છે અને વરબોધિ થવા પહેલાંના કાર્યમાં પણ અનાદિ નિગોદથી કારણરૂપે તે પરોપકારિતાદિ ગુણો ભગવાન્ તીર્થકર બનનારા જીવોમાં હોય છે, આવી રીતે પ્રશ્નકાર પોતાના કદાગ્રહને પોષવા માગે તો તે પોષી શકે તેમ નથી કારણકે ઈન્દ્રિય વિગેરેમાં લબ્ધિ અને ઉપયોગ એમ વિભાગો પાડવામાં આવ્યા છે, તેવી રીતે પરોપકારિતાદિને માટે લબ્ધિ અને ઉપયોગ એવા ભાગ પાડી શકાય તેમ નથી અને શાસ્ત્રકારોએ પાડેલા પણ નથી, વળી જો લબ્ધિ થકી એટલે કારણરૂપે અનાદિકાળથી પરોપકારિતાદિ ગુણો માનીએ તો તે પરોપકારિતાદિ ગુણોના કારણભૂત ક્ષયોપશમ અનાદિકાળનો થયેલો છે એમ માનવો પડે અને કોઈપણ શાસ્ત્રના વાક્યથી તે પરોપકારિતાદિના ગુણોના કારણભૂત ક્ષયોપશમને અનાદિ ઠરાવી શકે તેમ નથી. ઉપર જણાવેલા પરોપકારિતાદિ દસ ગુણોમાં વરબોધિ પછી કે વરબોધિની વખતે