SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૯-૧-૪૦] SIDDHACHAKRA 1 No. B 3047 તીર્થોનું સ્થાન આર્યક્ષેત્ર કે અનાર્યક્ષેત્ર ? જૈનજનતામાં એ વાત તો જાહેર છે કે ભવ્યજીવોને સંસારસમુદ્રથી તરવાને કી gિી માટે તીર્થની આવશ્યક્તા અનિવાર્ય છે. અન્યમતોમાં તીર્થસ્થાનો જો કે માનવામાં gી આવેલાં છે, પરંતુ તે અન્યમતોએ માનેલાં તીર્થસ્થાનો મુખ્યતાએ પૂર્વ પુરુષોની થી સ્મૃતિને માટે જ હોય છે, અને જૈનજનતાએ માનેલાં તીર્થો તો તેની સાથે આત્માને સમ્યગ્ગદર્શનાદિક ગુણો ઉત્પન્ન કરવા આદિદ્વારાએ ઉપકારક મનાયેલાં પણ હોય છે. તેથી જ જૈનદર્શનકારો ભવ્યજીવને સંસારસમુદ્રથી તારનારા એવા પણ સમ્યગ્દર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યક્ઝારિત્રના મુખ્ય કારણરૂપે તીર્થોને માનવાનું કિ ફરમાવે છે. આ વાત ધ્યાનમાં રાખવાથી જ જૈનદર્શનકારોએ તીર્થના જંગમ અને સ્થાવર એવા જે બે ભેદો પડેલા છે તે કેટલા બધા વાસ્તવિક છે તે સમજાશે. | કારણ કે સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્રના ગુણોને પામેલો સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ શ્રી ચતુર્વિધ સંઘ ોિ એ ટાવU પરં એ ન્યાયે અન્ય આ ભવ્યજીવોને પણ સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્રની અંદર સ્થાપન કરનાર હોઈ તો તીર્થરૂપ બને છે અને તેથી તે ચતુર્વિધ સંઘ જંગમ તીર્થરૂપ ગણાય છે. આ ચાર ફિ પણ પ્રકારના જંગમ તીર્થને અંગે વિચાર કરીએ તો સ્પષ્ટ સમજાશે કે સાધુ-સાધ્વીનું | પર્યટન મુખ્યતાએ આર્યક્ષેત્રમાં જ હોય છે. કોઈક સંપ્રતિ મહારાજ જેવા શાસન પ્રભાવક જૈનરાજાના પ્રતાપે અનાર્યક્ષેત્રો પણ જ્ઞાન, દર્શન અને ચારિત્રની વૃદ્ધિના જો કારણરૂપ બને અને તેથી તેવી વખતે તેવા અનાર્યક્ષેત્રોમાં પણ સાધુ-સાધ્વીરૂપ કરી જંગમ તીર્થનો વિહાર હોઇ તીર્થનો અનાર્યમાં સદ્ભાવ હોય અને એને અંગે ની મદવ નર્થી નાપદંપરિળિ ૩રૂધ્વતિ એવો પક્ષાન્તરથી ગૌણ આદેશ છે છે શાસ્ત્રકારોને કરવો પડ્યો છે. પરંતુ મુખ્યપક્ષે વિચાર કરતાં સ્પષ્ટપણે માલમ પર પડશે કે શાસ્ત્રકાર મહારાજે સાધુ-સાધ્વીના વિહારનું ક્ષેત્ર બતાવતાં આર્યક્ષેત્ર છે ની જ લાયકપણે ગણાવ્યું છે અને તેથી જ વિહારની મર્યાદા જણાવતાં પતાવ તાવ છે પિ વિજેo એમ ફરમાવી સ્પષ્ટ કર્યું છે કે જેટલું આર્યક્ષેત્ર અંગ, મગધાદિક છો છે તેટલા ક્ષેત્રમાં જ સાધુસાધ્વીરૂપ જંગમતીર્થનું પર્યટન હોય. ઉપર જણાવેલા છે . (જુઓ અનુસંધાન પાનું ૧૨૮)
SR No.520958
Book TitleSiddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages654
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy