________________
૧૨૮ : શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-પ-૬
[૯ જાન્યુઆરી ૧૯૪૦,
(અનુસંધાન ટાઈટલ ૪ નું ચાલુ) પાઠથી સ્પષ્ટપણે માલમ પડશે કે આર્યક્ષેત્રથી બહાર જો કોઈપણ સાધુ કે સાધ્વી પર્યટન કરે તો તે પ્રાયશ્ચિત્તનું પાત્ર બને. આ પ્રમાણે જ્યારે સાધુસાધ્વીનું પર્યટન આર્યક્ષેત્રમાં નિયત કરવામાં આવ્યું છે, ત્યારે શ્રમણોપાસક અને શ્રમણોપાસિકારૂપ બે જંગમતીર્થોને પણ રહેવાનું કે પર્યટન કરવાનું મુખ્યતાએ આર્યક્ષેત્રની બહાર ન હોય તે સ્વાભાવિક જ છે. કારણ કે શ્રમણોપાસક અને શ્રમણોપાસિકા તેને જ કહેવાય કે જેઓ શ્રમણ ભગવંતોની ઉપાસનામાં જ પોતાનું જીવન સાર્થક ગણે. એટલે સ્પષ્ટ થાય છે કે જ્યાં શ્રમણ ભગવંતોનું પર્યટન ન હોય ત્યાં શ્રમણોપાસકોનું અવસ્થાન હોય નહિં. જેવી રીતે શબ્દાર્થદ્વારાએ આ અર્થ સમજાય છે તેવી જ રીતે શાસ્ત્રકારો વિધિદ્વારાએ પણ સ્પષ્ટ જણાવે છે કે તાત્ય નિવસિઝ સ, સાદૂઈ ગસ્થ રોફ સંપાશે અર્થાત્ શ્રાવકોએ તે જ ગામ નગરમાં રહેવું જોઇએ કે જે ગ્રામનગરાદિમાં સાધુઓનું પર્યટનદ્વારાએ આવવું થતું હોય. ઉપરની હકીકત જોનાર મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે મુખ્યતાએ જંગમતીર્થોનું સ્થાન આર્યક્ષેત્ર જ હોઈ શકે, જો કે વિદ્યાધર સાધુ અને શ્રાવકો તેમજ જંઘાચારણ વિદ્યાચારણ વિગેરે ચારણશ્રમણો આર્યક્ષેત્રની બહાર પણ ગમનાગમન કરે છે, પરંતુ તે વિદ્યાધર વિગેરેનું આર્યક્ષેત્રની બહાર અવસ્થાન હોય નહિં અને તેથી જંગમતીર્થનું આર્યક્ષેત્રની બહાર અવસ્થાન ન હોય એ માનવું કોઈ પણ પ્રકારે ગેરવ્યાજબી નથી. આવી રીતે જંગમતીર્થનો વિચાર કર્યા પછી સ્થાવરતીર્થોનો વિચાર કરતાં જૈનજનતા સ્પષ્ટપણે સમજશે કે ત્રણે લોકમાં વિમાન, ભવન, દૂર તથા પર્વતોમાં શાશ્વત જીનચૈત્યો હોવાને લીધે સ્થાવર જૈનતીર્થો સર્વત્ર ત્રણે લોકમાં છે એમ માનવામાં કોઈપણ જાતની અડચણ નથી, પરંતુ અત્રે જે વિચાર કરવાનો છે તે વિમાનાદિ કે પર્વતની અપેક્ષાએ કરવાનો નથી, પરંતુ આર્યક્ષેત્ર અને અનાર્યક્ષેત્રની અપેક્ષાએ વિચાર કરવાનો છે. જૈનજનતામાં જે વર્ગ સૂત્રોના વાક્યોથી પરિચિત છે તે તો સારી રીતે સમજી શકે છે કે અકર્મભૂમિઓ અને મનુષ્યલોક જે અઢીદ્વીપ તેની બહારના જે ક્ષેત્રો એને માટે આર્ય અનાર્ય જેવો વિભાગ શ્રી પન્નવણાસૂત્રકારે કે શ્રી જીવાભિગમ વિગેરે સૂત્રકારોએ માનેલો નથી, અર્થાત્ તે તે સૂત્રકારોએ મનુષ્યના કર્મભૂમિમાં થયેલા અકર્મભૂમિમાં થયેલા અને અંતરદ્વીપમાં થયેલા એમ ત્રણ ભેદો મનુષ્યના પ્રથમ પાડી દીધા છે, અને પછી કર્મભૂમિમાં થયેલા મનુષ્યોના આર્ય અને અનાર્ય એવા બે ભેદો પાડેલા છે. આ ઉપરથી અકર્મભૂમિના ક્ષેત્રોની અંદર કે બીજે શાશ્વતચૈત્યરૂપી તીર્થો હોવાને લીધે અનાર્ય ક્ષેત્રોમાં પણ તીર્થો હોય છે એવું માનવા તરફ જેઓ લલચાય છે, તેઓ ઉપર જણાવેલા સૂત્રોનો અર્થને બરોબર જાણતા કે સમજતા નથી. એમ કહેવું એ કોઈ પણ પ્રકારે નિંદાવાક્ય ગણી શકાય, નહિ. કદાચ એમ કહેવામાં આવે કે ભાષ્યકાર મહારાજ શ્રી ઉમાસ્વાતિવાચકજી મહારાજે શ્રી તત્ત્વાર્થભાષ્યમાં અંત દ્વિપને તથા તેમાં રહેલા મનુષ્યોને અનાર્ય તરીકે ગણાવેલા હોવાથી એકલી
(અનુસંધાન જુઓ પાનું ૧૨૭)