________________
તા. ૧૦-૧૨-૩૯]
SIDDHACHAKRA
[Regd No. 3 3047
| સા દૂ ધ ન 9 નો F G દે શ છું
જૈન જનતા એ વાત તો સારી રીતે સમજે છે કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, છે અને સમ્યક્રચારિત્રની આરાધનાથી જ સમગ્ર કર્મનો ક્ષય કરવા દ્વારાએ જ સ્વસ્વરૂપમાં હું આ અવસ્થાનરૂપી મોક્ષ મેળવી શકાય છે, અને તે સમ્યગદર્શન વિગેરેની આરાધના સિવાય કોઈપણ જીવ કોઈપણ કાળે સમગ્ર કર્મનો ક્ષય કરી શકતો નથી, અને છે સ્વસ્વરૂપાવસ્થાનરૂપી મોક્ષને મેળવી શકતો નથી, આટલી વાત ચોક્કસ છતાં પણ જૈનદર્શનમાં શ્રી મહાનિશીથસૂત્રમાં જણાવેલ પપુરૂષીમાં જે ઉત્તમપુરૂષોના બે વર્ગ એક જે ઉત્તમપુરૂષ અને બીજો ઉત્તમોત્તમપુરૂષ એ નામના રાખેલા છે તે બન્ને મહાપુરૂષો ઉપર જણાવેલ સમ્યગદર્શનાદિક મોક્ષ માર્ગને આરાધવાવાળા જ હોય છે છે, અને એજ કારણથી માત્ર સમ્યગ્દર્શનને પામીને મિથ્યાદર્શનશલ્યરૂપી મિથ્યાદર્શન
નામના અઢારમા પાપસ્થાનકને જે ત્રિવિધ - ત્રિવિધ છોડનારો હોય તે બાકીનાં હિંસા વિગેરે સત્તરે પાપસ્થાનકોમાંથી કોઈપણ પાપસ્થાનકની નિવૃત્તિ કરવાવાળો , નથી હોતો, એટલું જ નહિં, પરંતુ તેવા સંજોગે પ્રવૃત્તિ કરવાવાળા પણ હોય છે, જે છતાં તેને જૈનશાસ્ત્રકારો મોક્ષમાર્ગનો આરાધક ગણે છે, તેમજ જેઓ માત્ર પોતાના યોગદ્વારા કરાતી હિંસાથી નિવૃત્તિ કે જે માત્ર નિરપેક્ષ, નિરપરાધી એવા ત્રસ , | જીવોને જાણી જોઈને ન મારવા વિગેરે રૂપ કરે છે, એટલે એમ કહીએ તો ચાલે - તે કે તેઓને પણ આરંભની અપેક્ષાએ છએ કાયની હિંસા સતત લાગેલી રહે છે, '
અને એવી જ રીતે મૃષાવાદ વિગેરે પાપસ્થાનકોથી પણ ઘણી જ અલ્પપરિમાણવાળી I નિવૃત્તિ રહે છે, તેવા દેશવિરતિને ધારણ કરનારા શ્રાવકોને પણ મોક્ષમાર્ગના આરાધક
તરીકે માનવામાં આવેલા છે. આ બાબતનો વિશેષ ખુલાસો જોવાની ઈચ્છાવાળાએ શ્રીઓત્પાતિકસૂત્રમાં જણાવેલા ઉપપાતના અધિકારને જોવાની જરૂર છે.
(જુઓ અનુસંધાન પાનું ૮૮)
O
UT UT U
V
/ ૬