________________
શ્રી સિદ્ધચક્ર A
વર્ષ : ૮
કાર્તિક વદી અમાવાસ્યા, મુંબઈ,
અંક - ૪
તરી આપી
કે,
ઉદેશ પાનાચંદ રૂપચંદ
છે છે
શ્રીનવપદોમય શ્રીસિદ્ધચક્રની આરાધના અને આ ૪ ઝવેરી ૪ આયંબિલ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની છે
છેમુખ્યતાવાળી દેશના અને શંકાના સમાધાન (આદિ)નો છે
ફેલાવો કરવો .... ... વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦ )
કાત્મિવત્ સર્વ ભૂતેષ ખરો દેખા કોણ ? નીતિકારોનો એ શ્લોક ઘણોજ પ્રસિદ્ધ છે, કે આત્મવત્ સર્વભૂતેષુ યઃ પતિ સ પશ્યતિ અર્થાત્ “ખરેખર દેખનારો તે જ ગણાય કે સર્વ જગતના જીવોમાં પોતાના આત્મા જેવી દૃષ્ટિ રાખે' આ વાક્ય આમ ઉપરથી નિર્દોષાભાસ છે, પણ ભૂલામણી કરાવે છે, ઠગાવે છે, અરે ! મહા અનર્થ કારક છે એ બહુ ઓછા જ જાણતા હશે. વિચારો કે પોતે વિદ્વાન હોય તો બીજાને વિદ્વાન્ સમજવો ? પોતે ધની હોય તો સર્વને શું ધની જ સમજવા ? રોગી, શોકવાળો વગેરે સર્વમાં વિચારી લો કે સર્વને પોતાના સમાજ ગણવાને ? જુલમ થયો ! એવું જૈનો તો શું પણ વિચારશીલ અન્ય કોઈ પણ વ્યક્તિ ન માને છે! આ બધો અનર્થ ટાળવા કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વર મહારાજે બતાવી આપ્યું કે ભાઈ ! વાત સાચી પણ શામાં સરખા માનવા? માત્મવત્ સર્વભૂતેષુ સુ9 પ્રિયાળે આ વાક્ય જ માનો તો જ બધું સમજાશે, અર્થાત્ પોતાને જેમ સુખ તરફ પ્રીતિ છે, સુખ મેળવવા પોતે ઈચ્છે છે, એવી રીતે સારુંય જગત સુખ તરફ પ્રેમ રાખે જ છે, સુખ મેળવવા ઈચ્છે જ છે, તે જ પ્રમાણે પોતાને દુઃખ ઉપર અપ્રીતિ, દુઃખથી છૂટવાની ઈચ્છા છે તેમ આખા જગતને દુઃખ તરફ અપ્રીતિ અને દુઃખથી છૂટવા ઈચ્છા છે, આવું જે માને એટલે આવી રીતે પોતાની માફક સર્વભૂતમાં દેખે તે ખરેખર દેખનારો છે! તે જ જ્ઞાની છે !!!