________________
GYASSINGSGESESSGSSASGENESANGSASANGSANGANESANANAS
પૌષધ અને સામાયિક વ્રત અને
9999999999999999999®®®®®®®®®િિિિિિક.
જૈનજનતાની જાણ બહાર તો એ વાત નથી કે શ્રાવકના ચાર શિક્ષાવ્રતોમાં સામાયિક અને આ પૌષધ એવા નામનાં બે શિક્ષાવ્રતો છે. જો કે મંદિરમાર્ગીઓમાં મુખ્ય તરીકે ગણાતા તપગચ્છ, ખરતરગચ્છ, અને અંચલગચ્છનામના ત્રણે ગચ્છોમાં તે સામાયિક અને પૌષધ એ બન્નેને સ્પષ્ટપણે જે શિક્ષાવ્રતો તરીકે ર્નિવિવાદ રીતે માનવામાં આવે છે; પરંતુ અંચલગચ્છવાળા સામાયિકવ્રતનો પાઠતો શ્રી તપગચ્છ અને ખરતરગચ્છવાળાઓની પેઠે માનવાછતાંભંતે શબ્દથી જે ગુરુસ્થાપનાની જરૂર રહે છે તેને તેઓ માનતા નથી. અર્થાત ભંતે શબ્દથી ગુરુનું સંબોધન તો માન્ય કરે છે, પરંતુ શ્રી વિશેષાવશ્યકભાષ્યકાર શ્રીજિનભદ્ર ક્ષમાશ્રમણજી વગેરેનું ભંતે શબ્દ ઉચ્ચરનારાએ તીર્થકર છે મહારાજના વિરહે જેમ જિનપ્રતિમા માનવામાં આવે છે તેવી રીતે સાક્ષાત્ ગુરુના વિરહ ગુરૂની સ્થાપના માનવી જોઈએ એમ સ્પષ્ટપણે જણાવેલું છે છતાં તે અંચલગચ્છવાળાઓ સામાયિકમાં ગુરુની સ્થાપના એટલે સ્થાપનાચાર્યની જરૂર માનતા નથી અને ગુરૂની સ્થાપના વગર ભીંત વગેરેની સામા જ સામાયિક કરે છે, વળી સામાયિકમાં વર્તતો શ્રાવક સામનો ડ્રવ સાવો એવા શ્રી આવશ્યકનિતિકાર ભદ્રબાહસ્વામીજીના સ્પષ્ટ વચનથી સાધુ જેવો હોવાથી ભાષા છે સમિતિના રક્ષણને માટે સાધુની માફક મુહપત્તિ જે શ્રી તપગચ્છવાળા અને ખરતરગચ્છવાળા રાખે છે તે મુહપત્તિ અંચલગચ્છવાળા રાખતા નથી, તેઓ પ્રમાર્જન વસ્ત્રનો છેડો એટલે અંચલથી . કરે છે માટે જ તેઓને અંચલગચ્છીય કહેવાય છે. વળી શ્રી ઉત્તરાધ્યયનની શ્રી વાદિવેદાલશાંતિસૂરિજીની ટીકામાં સામાયિક લેવાની ઈચ્છાવાળાએ ચોવીસ તીર્થંકરની સ્તુતિ (પ્રથમ) કરવી જોઈએ. એવો સ્પષ્ટ પાઠ છતાં, ખરતરગચ્છવાળાઓ સામાયિકની પહેલાં ઇરિયાવહિયા માનતા નથી. શ્રી મહાનિશીથ અને શ્રી દશવૈકાલિકની વૃત્તિમાં ઇરિયાવહિયા કર્યા સિવાય કોઈપણ ધર્માનુષ્ઠાન કરવામાં આવે તો તે અશુદ્ધ થાય છે એવી રીતે જણાવી સર્વ અનુષ્ઠાનની આદિમાં ઈરિયાવહિયાની જરૂર જણાવે છે, છતાં ખરતરગચ્છીઓ સામાયિક લેવા પહેલાં ઇરિયાવહિયા કરતા નથી. આવશ્યકચૂર્ણિ વગેરેમાં ઘરે સામાયિક લીધેલાને બીજી વખતે સાધુ પાસે સામાયિક લેવાની જે વાત ચાલેલી છે. તે તો સ્પષ્ટપણે સૂચિત કરે છે કે પહેલાં તેણે આ ઈરિયાવહિયા કરેલી જ છે, વળી સામાયિક પછીની ઇરિયાવહિયા માટે જે આવશ્યકવૃત્તિ વગેરેની સાક્ષી આપવામાં આવે છે તેમાં પણ પ્રથમ તો કરેમિભંતેનો સાધુથી ભેટવાળો પાઠ જણાવીને સામાયિકવિધિ પૂરો કરવામાં આવે છે અને તેથી તો પછી એમ કહીને ઈરિયાવહિયાઆદિનું જુદું અનુષ્ઠાન જણાવવામાં આવેલું છે. આ વિધિની સૂક્ષ્મતા જેમ ખરતરગચ્છીઓએ ધ્યાનમાં ,
(અનુસંધાન જુઓ પાના ૫૬૮)
છિછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછ.
®®®®®®®®®®®®®®®®®®®®®