________________
શ્રી જૈન આગમના હિતૈષીઓને આ બીના તો સિદ્ધ અને જાહેર થઈ ચૂકી છે કે શ્રી સિદ્ધક્ષેત્રા (પાલીતાણા)માં શ્રી ગિરિરાજની તળેટી (ઉપત્યકા)માં શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર સંસ્થા કે જે શાસનસેવાભાવિ શ્રમણ વ્યક્તિની સલાહથી જ ચાલે છે. તેમાં ભમતીની દેરીઓ કે જેમાં આગમન શિલાલેખવાળાં પાટિયાં ઘણા મોટા પ્રમાણમાં આવવાનાં છે, તે બધી તૈયાર થઈ ગઈ છે અને ભમતીનાં દહેરાંઓ પણ ઘણે ભાગે તૈયાર થઈ ગયાં છે અને થાય છે. વચલા દહેરાસરનું કામ આગમના કાર્યની સાથે કરાવવાનું યોગ્ય ગણ્યું છે. આવી રીતે આગમો થવાના સ્થાનને માટે હકીકત છે; ત્યારે શ્રીઆગમોના કાર્ય માટે શ્રીતત્ત્વાર્થસૂત્ર ઇટાલીયન આરસ ઉપર મુંબઈ સુશ્રાવક ભાણજીભાઈ ધરમશી દ્વારાએ કોતરાવાયેલ છે અને તે તૈિયાર થઈ શ્રીસિદ્ધક્ષેત્રો સંસ્થામાં આવી ગયેલ છે.વળી શ્રીદશવૈકાલિકની |નિયંતિ મકરાણાના આરસ ઉપર કોતરાવવા માં કલાવાઈ છે. શ્રીસિદ્ધક્ષેત્રમાં શ્રીઆચારાંગ અને આચારાંગ નિર્યુક્તિ બે મિસ્ત્રીઓને નમુના માટે કોતરવા મોકલાવાઈ છે. એસિડથી ખોદાયેલો એક મોટો ૨૪૨ નો નમુનો ઉત્ત૦ નો મુંબઈવાળા સુશ્રાવક દુર્લભજીભાઈ તરફથી આવ્યો છે અને અમદાવાદમાં દાનાદિક કુલકો અને સાત સ્મરણોના નમુના તૈિયાર થાય છે. હવે એમાં ઘણાનાં ટેન્ડરો, છતાં જેનું કાર્ય ઠીક લાગશે | અને યોગ્ય લાગશે તેને આ કામ અપાશે. પરંતુ શ્રી આગમના હિતૈષી) એવા શ્રીસંઘના ધ્યાન ઉપર એ વાત લાવવાની જરૂર છે કે શ્રી કલ્પસૂત્રોમાં શ્રી ત્રિશલા માતાને આવેલા સ્વપ્નોના વિષયમાં ઘણી પ્રતોમાં જયારે હાથી વિગેરેથી સ્વપ્નાનો અધિકાર ચાલે છે, ત્યારે ચૌદમી અને પંદરમી સદીની તાડપત્ર અને કાગળની કેટલીક પ્રતોમાં સિંહથી શરૂ થતો અને ચૌદસ્વપ્ન માટે સંક્ષેપવાળો પાઠ મળ્યો છે, તો જે મહાશયની પાસે આવા પાઠવાળી | પ્રત કે પ્રતો હોય તો તેની સંખ્યા અને લખ્યાનો સંવત વગેરે જણાવવાવાળી પુષ્પિકા જણાવશો. તા.ક. કાર્ય કરનારાઓ સાવચેતી રાખે છતાં બોલનારાઓ પાછળથી ડાહ્યા થાય માટે ઉપર લખ્યા ઉપર ધ્યાન આપવું.